________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્યા કરી રહ્યો હતે એટલામાં પ્રલયકાળના મેઘ સમાન વાની જેમ બીજી બાજુથી દુઃશાસન પણ આવી ગયો. અરાવણું હાથી જેવી રીતે માનસરોવરના પાણીને ખરાબ કરી નાખે છે તેવી રીતે મદદ્ધત દુઃશાસન પાંડવસેનાને મારવા લાગે. દુઃશાસનને બાણથી શૂરવીરતા અને બાણ એવી રીતે નબળા બની ગયા કે ફરીથી યુદ્ધમાં તેઓના ધનુષ્યની સાથે મેળાપ ન થઈ શકે. આશ્ચર્યની વાત તે એ બની કે શત્રુઓને મારનાર વીરપુરૂષોને પણ તેનાં બાણને ભય લાગવા માંડે. એક જ ક્ષણમાં ઝેરના વેગને જેમ જાગુલીક વિદ્યા રોકે છે તેવી રીતે ભીમે દુઃશાસનને આગળ વધતે કર્યો. ત્યારબાદ ભીમ અને દુ:શાસનનું એટલું બધું ભયંકર યુદ્ધ થયું કે તે બંનેના ધનુષ્ય ટંકારના અવાજમાં સૈનિકોના અવાજ પણ સંભળાતા નહોતા. તે બન્નેનું યુદ્ધ જેઈને યુધિષ્ઠિર અને દુર્યોધન પણ ચિંતા કરવા લાગ્યા. એટલામાં એકાએિક દ્રૌપદીના વાળ ખેંચવાને પ્રસંગ યાદ આવ્યું. અને ક્રોધાયમાન થએલા ભીમે બાણથી સારથિને મારી નાખે. તેના મનોરથની સાથે સાથે તેના રથને પણ તેડી નાખે. દુઃશાસનની ઉપર તલવારના ઘા કરીને રથમાંથી નીચે ફેક. તેને હાથ પકડીને ભીમે કહ્યું કે કર્મચંડાલ ! મલિનાશય! દુષ! કૌરવકુળ કલંક ! રજસ્વલા દ્રૌપદીના વાળને ખેંચવાવાળે તારે હાથ યે હતું ? આ પ્રમાણે કહીને ભીમે દુઃશાસનને હાથ જોરથી ખેંચીને શરીરથી છૂટે પિડી નાખે. શશિરમાંથી નીકળતા લેહીથી ભીમનું