________________
(36)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તશુદ્ધ
""
"
પાપ કર્મથી ઉત્પન્ન થએલા ફલનું ધ્યાન કરતી મદનરેખાએ વિદ્યાધરને કહ્યુ કે “ હું બધાં! તું સાવધાન થઈને મ્હારૂં કહેવું સાંભળ. “ નિશ્ચે આ રાત્રીને વિષે મેં વનમાં એક પુત્રને જન્મ આપ્યા છે. હું વસ્ત્ર ધાવા ગઈ એટલામાં જલહસ્તિએ મને આકાશમાં ઉછાલી. નીચે પડતી એવી મને તે ઝીલી લીધી છે. તું મ્હારા પુત્રને ઝટ અહિં લાવી આપ અથવા મને ત્યાં પહેોંચાડ. નહિ તે તે ભાગ્યશાલી ખાલકને કેાઈ લઈ જશે. હેા ! મ્હારી આપત્તિ રૂપ ઘરનું મારણું વિધિએ જ ઉઘાડયું છે. નહિ તેા પતિના વધ, જેઠના ભયથી વનમાં નાશી આવવું, ત્યાં પુત્રના જન્મ અને હારાથી પકડાવું એ સર્વ ક્યાંથી બને ? તું મ્હારા વનીત પુત્રની સાથે મ્હારા ઝટ મેલાપ કરાવ, વલી પ્રસન્ન થઈને પુત્રભિક્ષાના દાનથી મ્હારા ઉપર ક્યા કર. તે યુવાન વિદ્યાધર પણ રાગસહિત તેણીના સામે નેત્ર ફેંકતા છતા કહેવા લાગ્યા. ગંધાર દેશમાં શનાવહુ નામે નગર છે. ત્યાં વિદ્યાધરાના અગ્રણી મિણચૂડ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલવતી નામે સ્ત્રી હતી. તેના મણિચૂડ રાજા, મને વૈતાઢય પર્વતની બન્ને શ્રેણિનું રાજ્ય આપી પોતે દીક્ષા લઇ ચારણમુનિ થયા. હમણાં ચતુર્નાનિ થએલા તે મહામુનિ જિનેશ્વરીને નમન કરવા માટે આઠમા દ્વીપ પ્રત્યે ગયા છે. હું પણ તે વખતે તેમને નમન કરવા માટે ત્યાં જતા હતા. પણ અર્ધા માળે જતા મને ત્યારી પ્રાપ્તિ થઇ તેથી હું પાછા વળ્યે છું. હવે હું તને પ્રાર્થના કરીને કહું છું કે નિશ્ચે તું હમણાં મ્હારી પ્રાણપ્રિયા થા. મે પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી હારા પુત્રની વાત જાણી છે. મિથિલા નગરીના રાજા, ત્હારા પુત્રને વનમાંથી પાતાની નગરી પ્રત્યે લઇ ગયા છે. ” મણિપ્રભનાં આવાં વચન સાંભળી મદનરેખા વિચાર કરવા લાગી. “ જો કે આ સ્વતંત્ર અને કામાતુર થયા છે છતાં મ્હારે તેનાથી પણ શીલનું રક્ષણ કરવું જોઈએ. હમણાં કાલક્ષેપ કરવા ચાગ્ય છે. ” એમ મારીને તેણીએ સ્પષ્ટ વિદ્યાધરને કહ્યું. “ તું પ્રથમ મને નંદીશ્વરની યાત્રા કરાવ. ત્યાં હું જિનેશ્વરાને વંદના કરીને કૃતકૃત્ય થયા પછી હારા કહેવા પ્રમાણે કરીશ.” તેણીનાં આવાં વચનથી બહુ હુ પામેલા મણિપ્રભ, મદનરેખાને વિમાનમાં એસારી આઠમા દ્વીપને વિષે તેડી ગયા, ત્યાં તેણીએ શાશ્વતા ખાવન જીનાલયેાને નમન કર્યું. અજન પર્વત ઉપર ચાર, ધિમુખ પર્વત ઉપર સાળ અને રતિકર પર્વત ઉપર અત્રીશ એમ તે બાવન જિનમદિશમાં પ્રત્યેક સા ચાજન લાંખા, પચાસ ચેાજન પહેાળા અને મહેાતેર યાજન ઉંચા છે. તે શાશ્વતા ચૈત્યને વિષે શ્રી ઋષભ, વર્ષમાન, ચદ્રાનન અને વાષિણ નામની એકસાને આઠ ઉત્તમ જિનપ્રતિમાઓ છે. તે જિનાલયેામાં શાશ્વતા અરિહંતપ્રતિબિંબેને વિધિપૂર્વક હર્ષથી પ્રણામ કરીને મદનરેખાએ પેાતાના આત્માને અત્યંત કૃતાર્થ માન્યા. પછી ત્યાં મદનરેખા સતીસહિત ચાર જ્ઞાનના ધારણહાર મણિચૂડ ચારણમુનિને મણિપ્રભ વિદ્યાધરે હષથી વંદના કરી. ઉપશમધારી મણિચૂડે પણ મદનરેખાને મહાસતી અને મણિપ્રભને લપટ જાણીને પા
""