________________
(૧ર૪ )
શ્રી રાષિમહલવૃત્તિ ઉત્તરા. રસ, સ્પર્શ અને સ્વાદ કેવા સુંદર છે ?” સર્વે સેવકે એ “હા બહુ સારી છે” એમ કહ્યું. પછી ભૂપતિએ મહા પ્રધાન સુબુદ્ધિને પણ કહ્યું કે “હે પ્રધાન આજે સુગંધી અને સુંદર સ્વાદવાલું જે ભેજન થયું છે તેવું પૂર્વે મને ક્યારે પણ મળ્યું નથી.” રાજાનાં આવાં વચન સાંભળી અરિહંતના મતથી જાણું છે સર્વે પુદગલની સ્થિતિ જેણે એવો તથા બુદ્ધિને સમુદ્ર એ મંત્રીશ્વર જેટલામાં મૌન ધારણ કરી બેસી રહ્યો તેટલામાં ભૂપતિએ તેને ફરી ફરી તેજ વચન કહ્યું પછી મંત્રીએ ભૂપતિને પ્રતિબંધ પમાડવા માટે તેની આગળ આ પ્રમાણે કહ્યું. “અહો ! જે સારા
સ્વાદવાળા અને સુગંધી પુદ્ગલ હોય છે તે પર્યાય પલટી જવાથી વિપરિતપણાને પામે છે. સ્વાભાવિક અથવા પ્રગથી સુગંધી પુદગલે દુર્ગંધપણું પામે છે અને દુર્ગધી પુગલે સુગંધીપણું પામે છે. એટલું જ નહિ પણ દુષ્ટ સ્વાદ સારા સ્વાદપણ ને, સારા સ્વાદ દુષ્ટપણને, કુરૂપ સુરૂપપણને, સુરૂપ કુરૂ૫૫ણને, સુશબ્દ કુશબ્દપણને અને કુશબ્દ સુશબ્દપણને પામે છે. આ પ્રમાણે આ સંસારચક્રમાં પુદ્ગલેનું પરાવર્તન થાય છે માટે હે મહારાજાધિરાજ ! વવેકી પુરૂષએ કઈ પણ વસ્તુની બહુ નિંદા અથવા પ્રશંસા કરવી નહિ” સુબુદ્ધિ મંત્રીનાં આવાં વચન સાંભળી જિતશત્રુ ભૂપતિ તેના વચન ઉપર અશ્રદ્ધા રાખતે છ મન રહ્યો.
એકદા તે ભૂપતિ પિતાના પરિવારસહિત અશ્વ ખેલવા માટે નગરની બહાર ગયે. આ વખતે રસ્તામાં ખાઈના દુધથી પરાભવ પામેલે તે ભૂપતિ વસ્ત્રવડે પિતાના મુખને ઢાંકી બીજા પુરૂષને કહેવા લાગ્યા “હે ચતુર રાજપુરૂષ! આ ખાઈના પાણીને કે દુર્ગધ છે?” સર્વે પુરૂએ કહ્યું “હે સ્વામિન! નિચે આ પાણીને બહુ દુર્ગધ છે પછી જિતશત્રુ ભૂપતિએ મંત્રીને કહ્યું. “હે મહા પ્રધાન! આ ખાઈના પાણીને વિષે કેવો ગીધ છે?” આ પ્રમાણે ભૂપતિએ વારંવાર કહે છતે સુબુદ્ધિ મંત્રીએ તેના હિતને માટેજ ધર્મ વચન કહ્યું. “હે સ્વામિન ! આપ મનમાં શુદ્ધ ચિત્તથી વિચાર કરી મેં જે પ્રથમ કહ્યું હતું તેના સરખું આને પણ જાણે. હે નાથ! પ્રયોગથી અથવા સમાગમથી પુગલે ક્ષણ માત્રમાં ગંધ, રસ કે સ્વાદવડે પરાવર્તન પામે છે માટે આપ આ ખાઈના પાણીની દુર્ગચ્છા જીવને સંસારચક્રમાં પાડે છે.” પછી મંત્રીનાં આવાં વચનને મનમાં નહિ ધારણ કરતે એ ભૂપતિ જેટલામાં આગલ પ્રયાણ કરે છે તેટલામાં પ્રધાને વિચાર કર્યો કે
મ્હારે જે તે ઉપાયવડે આ ભૂપતિને પ્રતિબંધ પમાડે કે જેથી તે દુર્ગચ્છા ત્યજી દેવાથી સંસારસમુદ્રમાં ન પડે” આ પ્રમાણે વિચાર કરી પ્રધાને ગુપ્ત રીતે તે ખાઈનું પાણી ઘડો ભરી તુરત પિતાને ઘરે મોકલાવ્યું. ત્યાં તેને કોરા ઘડામાં ભરી અંદર ખાર રાખી શુદ્ધ બનાવ્યું. પછી તેને ગળી ફરી નવા ઘડામાં ભર્યું આવી રીતે એકવીસ દિવસ કરવાથી તે પાણી અતિ નિર્મલ જલ રત્ન સમાન થયું. વળી સુગંધિ દ્રવ્યથી સુવાસિત એવું તે પાછું ઉત્તમ એવા ગંધ, રસ અને સ્વાદવડે મનને આનંદકારી થયું