________________
શ્રીકાર આદિ છ મહર્ષિ આની કથા.
(૧૧)
તે સાધુ કહેવાય છે. તે સાધુઓના વિશ્વાસ કરવા નહી'. કારણ તે બાળકને મારીને ભક્ષણ કરે છે.
""
એકદા તે બન્ને પુત્રા નગર બહાર રમતા હતા. એવામાં તેઓએ ભિક્ષા લઇને આવતા એવા સાધુઓને જોયા. મુનિઓને દેખવા માત્રમાં ભયભ્રાંત થએલા અન્ને જણાએ દૂર નાસી જઇને એક વડના ઝાડ ઉપર ચડી ગયા. જિતે દ્રિય એવા સાધુએ પણ તેજ વડ નીચે આવ્યા. ત્યાં તેઓ ગેાચરીચયને પ્રતિક્રમી વિધિવડે નિર્દેષ એવા ભક્ત પાનને ખાવા લાગ્યા. મુનિઓને સ્વાભાવિક ભક્તપાન ખાતા જોઈ વડવૃક્ષ ઉપર રહેલા પેલા બન્ને કુમારા પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા.
“ આ સાધુએ પોતાને સ્વાભાવિક એવા અન્નપાન ભક્ષણ કરે છે, તે હમણાં કાંઇ માલકાને મારીને ખાતા નથી. હા હા ! માહથી મૂઢ થએલા ચિત્તવાળા માતા પિતાએ આપણને એએના સગ ત્યજી દેવરાવવા માટે ખરેખર બહુ ભય પમાડયા હતા. પરંતુ આપણે આવા આકારવાળા પુરૂષો પૂર્વે કાઈ વખતે દીઠા છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે બન્ને કુમારોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રતિબધ પામેલા તે બન્ને ભાઇએ તુરત વડ ઉપરથી નીચે ઉતરી ભક્તિથી વંદના કરી તે સાધુઓને સ્પષ્ટ કહેવા લાગ્યા.
“ જાતિસ્મરણ જ્ઞાનથી અમે પૂર્વના ભવ જાણ્યા છે. માટે શુભ આશયથી પ્રતિબાધ પામેલા અમે, તમારી પાસે ચારિત્ર લેશું. માટે હે મુનીશ્વરા ! અમે માતા પિતાને પ્રતિધ પમાડી અહિ આવીએ, ત્યાં સુધી આપે અમારા ઉપર કૃપા કરી અહિં રહેવું. ” મુનિઓએ કહ્યું. “ હૈ વત્સ ! તમારે વિલંબ કરવા નહીં, કારણ પ્રાય: ધર્મકૃત્ય બહુ વિદ્ભકારી હોય છે, ”
પછી બન્ને કુમારી, પોતાના માતાપિતાની પાસે જઈ કહેવા લાગ્યા: હું પિતા ! સાધુઓને જોઈ અમને બન્ને ભાઇઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ છે. તેથી અમે અમારા પૂર્વભવ તેમજ જન્મ મરણનું સત્ય સ્વરૂપ દીઠું છે. માટે અમે હમણાં તમારી આજ્ઞાથી ચારીત્ર લેશું. ” પુત્રનાં આવાં ઉકાળેલા કથીર સરખાં વચન સાંભળી અત્યંત ખેદ પામેલા મનવાળા પિતાએ વ્રતવિઘાતકારી વચને કહ્યાં તે આ રીતે.
“ હે પુત્રા ! વેદના જાણુ બ્રાહ્મણા શ્રુતિમાં એમ કહે છે કે-પુત્ર રહિત માણસાને સ્વર્ગ મળતું નથી. કહ્યું છે કે-પુત્રવડે કરીને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે, વેદની શ્રુતિ કહે છે કે, પુત્રવડે સ્વર્ગલોક પમાય છે. માટે હે પુત્ર! તમે પ્રથમ આ લાકમાં વેદના અભ્યાસ કરો, બહુ બ્રાહ્મણેાને ભાજન કરાવે, ગૃહભાર પુત્રાને સાંપે, મહાદુલ ભ એવા ભાગો ભાગવા અને પછી છેવટે ત્રીજી અવસ્થામાં તીવ્ર તપસ્વીએ થઇને અરણ્યમાં નિવાસ કરે, ”
,,
૨૧