________________
( ૬૭)
“શ્રી ક્ષુલ્લક નામના મુનિની કથા. ' श्रीक्षुल्लक ' नामना मुनिनी कथा
૧w
આ જંબૂદ્વીપના સાકેતન પુરને વિષે પુંડરીક નામે રાજા રાજ્ય કરતે હતે. તેને કુંડરીક નામનો યુવરાજ બંધુ હતો. તે કુંડરીકને યશભદ્રા નામે પતિવ્રતા સ્ત્રી હતી.
એકદા પુંડરીક ભૂપતિ, યશભદ્રાની રૂપલક્ષમી જેઈ કામાતુર થયે. તેથી તેણે દાસીની મારફત યશોભદ્રાને કહેવરાવ્યું કે, “હે ભદ્રે? તું મને અંગીકાર કરી સ્વારા રાજ્યની સ્વામિની થા. નિચે લ્હારા વિના મહારા પ્રાણનું બીજું કઈ રક્ષણ કરનાર નથી.”
યશભદ્રા “આ સંસારજ વિચિત્ર છે. ધિક્કાર છે ધિક્કાર છે કામ વિડંબનાને, “અહા ! જેઠ પણ પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની ઈચ્છા કરે છે.” આ પ્રમાણે મનમાં વિચાર કરી દાસીને કહેવા લાગી. “તું રાજાને જઈને કહે કે તમે પિતાના ન્હાના બંધુની સ્ત્રીની ઈચ્છા કરે છે તે શું કુલને યોગ્ય કાર્ય કહેવાય? ખરેખર પરસ્ત્રીની પ્રાર્થના કરવી એ પણ એક નરકબંધનનું કારણ છે. તે પછી તે વિભે! પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની પાર્થના કરવી, તેનું તો શું જ કહેવું? નિચે મને આ લોકમાં અને પરલોકમાં જે સુખ પ્રાપ્ત થશે તે સુખ રાજ્યવાલા છતાં તમને પ્રાપ્ત નહીં થાય. કારણ પિતાના સમાન એવા તમને હું કયારે પણ ઈચ્છતી નથી, કેમકે મહારે પતિવ્રતા ધર્મ તમારા થકી પણ મહા તેજવંત છે.” યશોભદ્રાએ કહેલાં આ સઘલાં વચન પુંડરીક રાજાએ દાસીના મુખથી સાંભલ્યાં. તેથી કામવડે બહુ પીડા પામતે એ ભૂપતિ મનમાં વિચાર કરવા લાગ્યો. “ જ્યાં સુધી સુંદર આકૃતિવાલે મહારે ન્હાને બંધુ જીવતો છે ત્યાંસુધી એ મને ઈચ્છનારી નથી માટે નિચે મહારે મહારા ન્હાના બંધુને મારી નાખવું જોઈએ.”
એકદા દુષ્ટ બુદ્ધિવાલા રાજાએ છલ કરી પિતાના બંધુને મારી નાખ્યો. તેથી તેની સ્ત્રી મહાસતી યશોભદ્રા પિતાના શીલવ્રતના ભંગના ભયથી નાસી જઈને શ્રાવતી નગરી પ્રત્યે આવતી રહી. ત્યાં અજિતસેન સૂરીશ્વર અને કીતિમતિ સાધ્વી હતાં. તેમની પાસે યશભદ્રાએ ભયથી પિતાના ગર્ભની વાત નહિ પ્રગટ કરતાં દીક્ષા લીધી. અનુક્રમે તેણીએ અવસરે એક પુત્રને જન્મ આપે. જ્યારે તે પુત્ર આઠ વર્ષને થયે ત્યારે ગુરૂએ તેને દીક્ષા આપી. પરંતુ તે જ્યારે યુવાવસ્થા પાયે ત્યારે તેને દીક્ષા ત્યજી દેવાને વિચાર થયો. આ વાતની તેની માતાને ખબર પડી ત્યારે તેણીએ પુત્રની પાસે આવી દીક્ષા પાલવાનું કહ્યું. પુત્રે માતાના વચનથી બાર વર્ષ દીક્ષા પાળી. એવી જ રીતે પ્રવર્તનના આગ્રહથી બીજા બાર વર્ષ દીક્ષા પાળી. વળી ગુરૂ અને ઉપાધ્યાયના વચનથી પણ તેણે મન વિના બાર વર્ષ દીક્ષા પાળી. આ પ્રમાણે અડતાળીસ વર્ષ પર્યત મન વિના દીક્ષા પર્યાય પાળી એ ક્ષુલ્લક નામના કુમારે છેવટ નિર્લજજ પણે દીક્ષા ત્યજી દીધી.
પછી માતાએ આપેલી પિતાના નામની મુદ્રિકા અને રત્નકંબલ લઈ તે રાત્રિને