________________
(૪૮)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાન
પેાતાના કબજે કરે છે તેમ તેઓને નીચ માણસો પાતાને સ્વાધિન કરી લે છે. પુરૂષોને વિષે પુરૂષાર્થ ત્યાંજ સુધી ટકી શકે છે કે જ્યાં સુધી તેઓ સ્ત્રીઓની ઉત્કૃષ્ટ ભ્રકુટીવડે વિધાણા નથી.
હવે રાજા નિર ંતર કનકમંજરીને ત્યાં જવા લાગ્યા તેથી અત્યંત ક્રોધયુક્ત હૃદયવાળી બીજી સર્વ શ્રી કનકમાંજરી ઉપર દ્વેષ કરવા લાગી સર્વ રાજસ્ત્રીઆની કળા, કુળ અને રૂપને અત્યંત તિરસ્કાર કરી ચિત્રાંગદ પુત્રી કનકમ જરીએ થાના રસવર્ડ રાજાને વશ કર્યો કારણુ કામળ વાણી, નિદ્રવ્ય મુખમડન, પવિત્ર લક્ષ્મીના મેળાપ એ સર્વ કાર્ય વિના પણ વશ કરવાનાં સાધન છે. પછી અહુ દ્વેષ થવાને લીધે તે સર્વે શાક્યો નિરંતર ગુપ્ત રીતે કનકમ જરીનાં છિદ્ર ખાળવા લાગી.
હવે તે કનકમ ંજરી હંમેશાં મધ્યાહ્નને વખતે એકાંતમાં પેાતાનાં પૂર્વના વસો પહેરી અને આરસામાં પેાતાના આત્માને જોતી છતી પેાતાની નિંદા કરતી હતી. આ તેણીનું છિદ્ર જોઈ બહુ હર્ષ પામેલી રાણીઓએ તુરત એકાંતમાં રાજા પાસે આવીને વિનતિ પૂર્વક કહ્યુ કે “ હું સ્વામિન્ ! એ તમારી ક્ષુદ્ર સ્ત્રી નિર ંતર કામણ કરે છે. જો અમે ખાતુ ખેલતાં હાઇએ તા આપ પોતે મધ્યાહ્નને વખતે ત્યાં જઇ જુઓ કે તે શુ જુએ છે.” સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી ભૂપતિ તે કનકમ જરીનુ સ્વરૂપ જાણવા માટે તે જ્યાં રહેતી હતી તે ઘર પ્રત્યે તેજ વખતે તુરત ગયે..
અહિ' કનકમંજરી જ્યારથી રાજાને પરણી તે દિવસથી આરંભીને તે હમેશાં અપાર વખતે પોતાના આત્માને શિખામણ આપતી. એવી રીતે કે પાતે એકાંતમાં જઇ, રાજાએ આપેલા વસ્ત્રાલ કારને ત્યજી દઇ અને પેાતાના પિતાએ આપેલા નિશ્વ વસ્ત્રાદિકને ધારણ કરતી, તેમજ પોતાના પૂર્વના કાચ અને થિરના ઘરેણાને ધારણ કૈરીને તે ચિત્રાંગદ પુત્રી, પેાતાના આત્માને એવી રીતે પ્રતિબેાધ કરતી કે “હું આ મન્ ! તું પોતાના આ પૂર્વનાં આભરણાના વિચાર કરી અને આ રાજ્યલક્ષ્મીથી અનર્થકારી એવું માન ન કરીશ. હે જીવ! તું સ્વામીની સોંપત્તિએ કરીને પેાતાને ન ભૂલી જા, કારણ મદ્ય અને વિષથી પણ માયાની માહશક્તિ બહુ મ્હાટી છે. પતિની ભક્તિ વિના સ્ત્રીએ રૂપ, વંશ, વેષ કે કામણે કરીને સુખી થતી નથી. વળી તેઓ શિયળ વિના અલંકાર, દિવ્ય વસ્ત્ર કે અંગકાંતિથી શૈાલતી નથી. ” વિવેકવાળી અને આત્માના વશીકરણ કાર્યને જાણનારી કનકમંજરી આ પ્રમાણે નિત્ય પોતાના આત્માને શિખામણ દઈ અને પછી ખીજું કાર્ય કરતી. આ વખતે શ્રુત રીતે છિદ્ર જોવા માટે આવેલા રાજા તેણીનું સર્વ વૃત્તાંત સાંભળી બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્ન થએલા રાજાએ તેણીને પટ્ટરાણી પદ આપ્યું. કહ્યું છે કે—સ્ત્રીઓની પતિને વિષે ભક્તિ એજ એક કાર્ય વિનાનું વશીકરણ છે. શાકયાને અત્યંત તાપ પમાડનારી કનકમ જરી ઉત્કૃષ્ટ ગુણને પામી, કહ્યુ` છે કે અગ્નિમાં તપાવેલું સુવર્ણ મણિક તેજવાળું થાય છે.