________________
( are )
શ્રીષિમંડલ વૃત્તિ–ઉત્તરા
66
એવા લાગ્યા, પણ તેણે તે રાગરહિત અને નિસ્પૃહ એવા સ્થૂલભદ્રને નગરની મ્હારના ભાગમાં જતા દીઠા; તેથી તે મસ્તક ધુણાવવા લાગ્યા. એટલુંજ નહિ પણ આ સ્ફુલિભદ્ર રાગરહિત છે, મેં તેમના વિષે ખાટા વિચાર કર્યો, માટે મને વિષ્કાર છે. ” એમ તે રાજા, સ્થૂલિભદ્રની પ્રશંસા કરતા છતા પોતાની નિંદા કરવા લાગ્યા. સ્થૂલિભદ્રે પણ શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ દડકના ઉચ્ચાર પૂર્વક ચારિત્ર લીધું.
પછી નંદ રાજાએ આનંદથી શ્રિયકને હાથ પકડી સર્વ રાજ્ય વ્યાપારના કાર્ય માં જોડયા. પોતાની બુદ્ધિવડે ઉત્તમ ન્યાયમાં પ્રવિણપણાથી શકટાલ સમાન શ્રિયક પણ રાજ્યની સર્વે પ્રકારે ચિંતા કરવા લાગ્યો. શ્રિયક, પેાતાના ભાઇના સ્નેહુને લીધે નિત્ય કોશાને ઘરે જતા તેમજ કુલીનપણાથી પોતાના ભાઈની સ્ત્રીને બહુ માન આપતા. સ્થૂલિભદ્રના વિયાગથી દુ:ખ પામતી કોશા પણુ શ્રિયકને જોઈ રૂદન કરતી અને કહેતી કે “ હે ઇશ ! અતિ દુ:ખ પામેલી હું વિયેાગના દુ:ખને નથી સહન કરી શકતી. ” શ્રિયકે તેને કહ્યું. “હું શુભે! અમે શું કરીએ ? આ પાપી વરચિએ અમારા પિતાને હણાવ્યા છે અને અકસ્માત્ વજ્રપાતની પેઠે મ્હારા ભાઈના ત્હારી સાથેથી વિયોગ પણ તેણે કરાવ્યેા છે. હું મનસ્વિનિ! એ ખલ વરરૂચિ હારી ન્હાની વ્હેન ઉપકેાશાના ભકત છે માટે તે તે દુષ્ટની કાંઈ પ્રતિક્રિયા કરવાના વિચાર કર. તું ઉપકેાશાને એવી આજ્ઞા કર કે “ તું કષ્ટથી પણ વરચને છેતરી મદ્યપાન કરાવ. ” એકતા સ્થૂલભદ્રના વિયાગથી અને ખીજું શ્રિયકના દાક્ષિણ્યથી કાશાએ, શ્રિયકનું તે વચન અંગીકાર કરી ઉપકેાશાને કહ્યુ ઉપકેાશાએ પણ કશાની આજ્ઞાથી શ્રિયમ્ને મદ્યપાન કરવાનું કહ્યું. શ્રિયકે મદ્યપાન કર્યું. કારણ સ્ત્રીને વશ થએલા પુરૂષ શું નથી કરતા ? પછી ઉપકેાશાએ કાશાને કહ્યું કે “ ત્હારી આજ્ઞાથી મેં આજે રાતે વરરૂચિને મદ્યપાન કરાવ્યું છે. આ વાત શ્રિયકે કાશાના કહેવાથી જાણી તેથી તે નિશ્ચે પિતાનું વૈર લેવાના અવસર આવ્ય માનવા લાગ્યા. શકટાલ મંત્રી મૃત્યુ પામ્યા પછી તુરત તે વરચ ંમેશા રાજ સેવા માટે નંદરાજા પાસે જતા. પ્રતિદિન રાજસેવા માટે રાજ્યદ્વારમાં જતા એવા વચને રાદિ સર્વ લેાકેા ગારવતાથી જોતા.
፡
અન્યદા શકટાલ મત્રીના ગુણુનું સ્મરણ કરવામાં તત્પર એવા નંદરાજા પાતે, પોતાના શ્રિયક પ્રધાનને ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યા કે “નિરંતર ભકિતવત, સ પ્રકારની શકિતવાલા અને ચાર પ્રકારની બુદ્ધિના ભંડાર એવા શકટાલ મંત્રી મ્હારા સર્વ પ્રકારના અધિકારના વ્યાપારને કરનારા હતા. હા હા ! તે પ્રધાન દૈવયેાગથી મૃત્યુ પામ્યા હવે હું શું કરૂં ? તેના વિના આ મ્હારૂં સ્થાન શૂન્ય. સમાન દેખાય છે. ” શ્રિયકે કહ્યું. “ હે દેવ ! હવે તેમાં આપણે શું કરીએ ? કારણકે મદ્યનું પાન કરનારા આ વરરૂચિએ તે પાપ કર્યું છે. ” રાજાએ “ શું તે વરચિ મદ્યપાન કરે છે ? ” શ્રિયંકે કહ્યું. “ આપને તે સવારે દેખાડીશ, ”
*