________________
શ્રી કુમાર' નામના મુનિવરની કથા.
( ૧૨૯ )
કુમારે આ તે શું આભૂષણ મેાકલ્યું હશે ? ” એમ વિચાર કરતા આ કુમારે પાતાના હાથ, પગ, મસ્તક, કઠ, હૃદય અને શ્રવણાદિકને વિષે તે સુવર્ણ મય જિનપ્રતિમા ખાંધી જોઇ પણ તેથી તે કાંઇ શાણા પામ્યા નહી. પછી તે પ્રતિમાને પોતાની સામે બાજોઠ ઉપર મૂકી અને નિહાળી ઉહાપોહ કરતા શુદ્ધ બુદ્ધિવાલા તે આ કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિચાર કરવા લાગ્યા કે “ અહેા ! માન દુચ્છા કરવાથી સચમને વિરાધ હું અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા છું. માટે ધિક્કાર છે મને, પરંતુ ધન્ય તા તે એકજ છે કે જે અભયકુમારે શ્રી અરિહંતની પ્રતિમા માકલી મને પ્રતિખાધ પમાડી મ્હારા ઉપર ઉપકાર કર્યા. હવે પછી એ મ્હારા પરમ મિત્ર છે. કારણ એણે મને ધર્મ પમાડી મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. કહ્યું છે કે:—
कस्तस्मात्परमो बंधुः, प्रमादाग्निप्रदीपिते ॥ જો મોનિદ્રા મુર્ણ, મનેદે પ્રવોપયેત્ ॥ ૨ ॥
,,
પ્રમાદરૂપ અગ્નિથી મળતા સંસાર રૂપ ઘરને વિષે માહરૂપ નિદ્રાથી સુતેલા પુરૂષને જે જગાડે તેના વિના બીજો કયા ઉત્તમ મિત્ર છે ? અર્થાત્ કોઇ નથી. માટે હવે હું આ દેશ પ્રત્યે જઇ સયમ લઇશ. * આ પ્રમાણે વિચાર કરી તથા તે સુવર્ણ રૂપ જિનેશ્વરની પ્રતિમાનું ભક્તિથી પૂજન કરી આર્દ્રકુમાર પોતાના પિતાને કહેવા લાગ્યા. “હે તાત ! અભયકુમાર મિત્રે મ્હારી સાથે એવી પ્રીતિ કરી છે કે હું તેના વિના રહી શકતા નથી. માટે આપ મને એક વખત આજ્ઞા આપે કે જેથી એકવાર તેને મળી ઝટ પાછે! અહિ આવું. ” પિતાએ કહ્યું. “ હે વત્સ ! તે એ ચેગ્ય કહ્યું છે. પણ તે અમને સુખકારી નથી, કારણ અમારા શત્રુએ પગલે પગલે હાય છે. રાજ્યના સર્વ ભારને ધારણ કરવામાં સમર્થ એવા તું અમારા એકના એક પુત્ર છે માટે ત્હારે સર્વથા અભયકુમારની પાસે જવું નહી. હે વત્સ ! ત્યારે અહિં યાંજ રહીને અદ્ભુત વસ્તુ મેાકલવાથી તેની સાથે પ્રીતિ વધારવી. ” પિતાએ આ પ્રમાણે નિષેધ્યા એટલે ભવથી ઉદ્વેગ પામેલે તે આર્દ્ર કુમાર અહુ શાકાતુર થયેા. આકિ ભુપના મનમાં આ વાત જાણવામાં આવી તેથી તેણે પુત્રના રક્ષણ માટે તેની પાસે પાતાના પાંચસે સુભટા રાખ્યા. જેમ તારાએ ચંદ્રને વિટલાઈને રહે તેમ તે પાંચસે સુભટો હમેશાં આદ્ર કુમારને વિટલાઈને રહેતા હતા.
પછી શકાયુક્ત ચિત્તવાળા બુદ્ધિવાળા અને કાર્યના જાણુ એવા આ કકુમાર પાંચસે સુભટાની સાથે હંમેશાં નગરની ખ્વાર અશ્વ ખેલાવવા જવા લાગ્યા. સુભટા જોતાં છતાં શુદ્ધ બુદ્ધિવાલા આકકુમાર પેાતાના અશ્વને ખેલાવતા ખેલાવતા પાતે દિવસે દિવસે વધારે વધારે દૂર જાય અને પાછા આવે. “ અહા ! આ કુમાર અ ખેલાવવાના કેવા સારા અભ્યાસ કરે છે ?” એવા તેણે હંમેશાં તે સર્વે સુભટોના
૧૭