________________
( ૩ )
શ્રીકૃષિમા વૃત્તિ ઉત્તરા अथ नगातिचरित्रम् .
અસંખ્ય વિજ્ઞના નાશ કરનારા અજીતનાથ પ્રભુને નમસ્કાર કરી અને કલ્પવૃક્ષ સમાન આત્મ ગુરૂનું મરણુ કરી પેાતાના જન્મની શુદ્ધિ માટે પ્રત્યેકબુદ્ધ એવા નગાતિ રાજાના ચરિત્રને કહું છું.
આ જ'ખૂદ્વીપના ભરતક્ષેત્રમાં પુંડ્તવધન નામે નગર છે. ત્યાં શત્રુરૂપ હસ્તિઓને મર્દન કરવામાં સિંહસમાન સિંહસ્થ નામે રાજા રાજ્ય કરે છે. એકદા ગાંધારદેશના અત્રિપતિએ તેને મુખ્ય એ અવા ભેટ તરીકે મેાકલ્યા. સિંહરથ રાજા ક્યારેક તે અશ્વોની પરીક્ષા કરવા માટે એક ઉપર પાતે એસી અને બીજા ઉપર ખીજા પુરૂષને એસારી ખીજા સેંકડા સ્વારી સહિત એક મ્હોટા મેટ્ઠાનમાં ગયા. ખીજા સર્વ અશ્વોની સાથે જુદી જુદી ચાલની પરીક્ષા ર્યો પછી પાંચમી વેગનામની ગતિની પરીક્ષા કરવા માટે તત્કાલ છેાડયા. જેમ જેમ તે રાજા અશ્વના ચેાકડાને ખેંચવા લાગ્યા. તેમ તેમ તે અશ્વ વાયુવેગની પેઠે એકદમ દોડવા લાગ્યા. ક્ષણમાત્રમાં મહા પરાક્રમવાલા તે અશ્વ, ખીજાઓને પાછળ મૂકીને રાજા સહિત શ્રમરહિતપણે એક મ્હાટા અરયમાં આવી પહોંચ્યા. પછી થાકી ગએલા રાજાએ જ્યારે ચાકડું ઢીલું મૂકયું. ત્યારે તે અશ્વ ઉભા રહ્યો. એ ઉપરથી ભૂપતિએ મનમાં તેના વિપરીત અભ્યાસને જાણી લીધેા. નીચે ઉતરેલા ભુપતિએ તેને પાણી પાઇ અને એક વૃક્ષની નીચે ખાંધ્યા.ત્યાં તે ઘાસ ખાવા લાગ્યા. રાજાએ પણ ઉત્તમ પાકેલા મૂળવડે આહાર કર્યો. પછી કાઇ પાસે રહેલા પર્વત ઉપર ચત્તા એવા તે ભૂપાળે, સાંજને વખતે કોઇ પ્રદેશમાં દિવ્ય ભુવન દીઠું. ભૂપતિ આશ્ચયથી ઉપર ચઢવા લાગ્યાં. અનુક્રમે તે જેટલામાં સાતમો માળ ઉપર ચર્ચા તેટલામાં તેણે ત્યાં પવિત્ર અંગવાળી કોઈ એક કન્યા દીઠી. કન્યા બહુ હ પામી અને તેણીએ પ્રીતિ તથા હાસ્યપૂર્વક રાજાને અ પાઘથી પૂછને અંત:કરણથી ઉત્તમ આસન આપ્યું પછી અત્યંત વિસ્મય પામેલા રાજાએ ઝરતા અમૃતસમાન વચનથી પૂછ્યું કે “હે શુભે! તું કોણ છે ? આ પર્વત ઉપર શા માટે રહે છે? આ રમ્યસ્થાન કાણે મનાવી આપ્યું ? અને ત્હારૂ' રક્ષણ કરનાર કોણ છે ?' કન્યાએ કહ્યું, “હે રાજન્, હમણાં સૂર્ય અસ્ત થાય છે વળી આ પાસે રહેલા વેદિકાના અગ્ર ભાગને જુએ. હે સુભગ ! તમે પ્રથમ મ્હારૂં પાણીગ્રહણ કરા. પછી પૂણું થએલા અભિલાષવાળી હું તમને મ્હારા પોતાના વૃત્તાંતને કહીશ કે જે મને હમણાં વરદાનરૂપે છે. ” કન્યાનાં આવાં વચન સાંભળી હર્ષિત મનવાળા રાજાએ પૂજન કરેલા તીર્થંકર પ્રભુને નમસ્કાર કરી વેદિકા ઉપર રહેલા અગ્નિને પ્રદક્ષિણા કરવા પૂર્વક તે કન્યાની સાથે વિવાહ સ ંબંધી મોગલીક કાર્ય કર્યું. પછી તે કન્યા રતિ જેમ કામદેવને શયનગૃહમાં લઈ જાય તેમ પેાતાના આવાસ મધ્યે દેવતાની શય્યાસમાન પાતાની શય્યા પ્રત્યે રાજાને વિનયથી વિશ્રામને માટે તત્કાળ તેડી ગઇ. ત્યાં તે કન્યાએ