________________
શ્રીહલ અને શ્રીવિલ' નામના મુનિવરેાની કથા, ( ૨૪૭ )
કાલકુમાર થયા અને તે પ્રથમ ચેડા રાજાની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. કાલકુમાર ચેડા રાજાના સૈન્યને છેદન ભેદન કરતા ચેડા રાજાની સમીપે આવી પહેાંચ્યા. આ પ્રમાણે અતિ ઉગ્ર એવા કાલકુમારને આવતા જોઈ ચેડા રાજાએ વિચાર કર્યો કેઃ—
""
કાલ સમાન ભયંકર અને સર્વ રાજાએથી ન જીતી શકાય એવા આ કાલ કુમાર મ્હારા સૈન્યને ન ભેદી નાખે એટલા માટે આવતા એવા બુદ્ધિના પર્વત અને ઉદ્ધૃત એવા તેને હું મ્હારા આ દેવતાએ આપેલા માણુથીજ મારી નાખું. આ પ્રમાણે વિચાર કરી ચેડા રાજાએ પેાતે પ્રયાસ વિનાજ કાલકુમારને માણવડે હણી યમરાજના અતિથિ બનાવ્યેા. આ પ્રમાણે ચેડા રાજાએ મહા બળવંત એવાય પણ ખીજા મહાકાલાદિ નવ કુમારને દિવ્ય માણુથી મારી નાખ્યા. ચેડા રાજાએ એવી રીતે કાલાદિ દશ ખાંધવાને રાંગણમાં મારી નાખ્યા ત્યારે કૂણિક વિચાર કરવા લાગ્યા. “ આ ચેડા રાજા પ્રસન્ન થએલા દેવતાએ આપેલા અમેઘ માણુને લીધે ક્રોડ માણસથી પણ જીતી શકાય તેમ નથી. હા ધિક્કાર છે મને, જે મે તેના અતિશયને નહિ જાણવાથી આ મ્હારા દેશ ભાઇઓને યમલાક પ્રત્યે માકલ્યા. મ્હારા ભાઇઓની જે ગતિ થઈ તેજ ગતિ નિશ્ચે મ્હારી થશે. હા હા ! તેા પણ હવે મ્હારા ભાઈઓનેા નાશ થયા છતાં નાસી જવું એ યોગ્ય નથી. હવે તે હું પણ દેવનું આરાધન કરી તેમના ખલથી શત્રુને જીતીશ, કારણ કે દિવ્ય ખલ દિવ્ય અલથીજ નાશ થાય છે. ”
કૂણિક રાજા આ પ્રમાણે વિચાર કરી હૃદયમાં દેવનું ધ્યાન ધરી અત્યંત સ્થિર મને અઠ્ઠમ ભક્ત કરીને બેઠા. પછી પૂર્વ ભવના પુણ્યથી અને અઠ્ઠમના તપથી તેજ કાલે ચમરેદ્ર અને શક્રેન્દ્ર તેની પાસે આવ્યા. અસુરે તથા સુરેંદ્ર બન્ને જણાએ કહ્યું. “ હે રાન્ ! તું શું ઇચ્છે છે ? કૃણિક રાજાએ કહ્યુ. જો તમે મ્હારા ઉપર પ્રસન્ન થયા હો તે આ ચેડા રાજાને મારે. ” ઇંદ્રે ફરીથી કહ્યું. “ હું ભૂપ ! તું બીજો વર માગ કારણ કે સાધર્મિક એવા ચેડા રાજાને હું ક્યારે પણ મારીશ નહીં. તે પણ હું યુદ્ધમાં તારી રક્ષા કરીશ કે જેથી તું ચેડા રાજાથી જીતી શકાઈશ નહીં, ” કૂણિકે કહ્યું, “ ત્યારે એમ થાઓ. ”
પછી ચમરે, મહાશિલા અને કટક નામે ઘાર યુદ્ધ આરંભ્યું વલી રથ અને મુશલ એ નામના વિજયકારી યુદ્ધ આરભ્યાં. પહેલા યુદ્ધમાં પડતા એવા કાંકરાએ પણ મ્હોટી શિલાસમાન થવા લાગ્યા. તેમજ કંટક યુદ્ધમાં કાંટા મહા શસ્ત્રથી પણ અધિક લાગવા માંડયા. ખીજા યુદ્ધમાં ચમરેન્દ્રે તથા શકે ચારે તરફથી શત્રુના મંડલને બહુ પીડા પમાડયું. ચમરે, શ તથા કણિક તે ત્રણે રાજા ચેડા રાજાના સુભટાની સામે મહા દારૂણ યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે ખાર વ્રતને ધારણ કરનારા, નિરંતર સસારથી વૈરાગ્ય પામેલા,