________________
(૧૧૮ )
શ્રીરષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ, ત્યજી દઈ તેના આગમન પર્યત ઉભા રહેવા લાગ્યા. જ્યારે તે ઇદ્રનાગ આહાર કરીને જાય ત્યારે લેક, ભેરીના નાદથી સંકેત કરતા કે “હવે સે પિત પિતાનાં કાર્ય કરે.”
એકદા તે રાજગૃહનગરમાં શ્રી વિરપ્રભુ સમવસર્યા. તે વખતે દેવતાઓએ ત્યાં આવીને સમવસરણ રચ્યું. પછી ગોચરીને અવસરે તીર્થકર પ્રભુએ સાધુઓને કહ્યું. “હે ભદ્ર ! હમણું રાજગહ નગરમાં અનેષણય આહાર છે માટે વાર કરે. થોડા વખત પછી ભિક્ષા માટે જજે, ” પ્રભુનાં આવાં વચન સાંભળી તે સર્વે સાધુઓ ત્યાંજ રહ્યા. ઇંદ્રનાગનું પારણું થયા પછી તીર્થપતિએ ગૌતમને કહ્યું. “હે વત્સ! તું ઈદ્રનાગ પાસે જઈને એમ કહે કે “હે બહુપિંડક ! ઈદ્રિનાગ ! તને એક પિંડિક જેવા ઈચ્છે છે.” તારે ત્યાં આવવું એગ્ય છે એમ જણાવ્યું છે. પ્રભુની આજ્ઞાથી ગૌતમે ત્યાં જઈ ઈંદ્રનાગને તેજ પ્રમાણે કહ્યું. પછી ગામનાં વચન સાંભલી ઈદ્રનાગ વિચારવા લાગ્યું. “ ફક્ત એક ઘરને વિષે ભજન કરનારા, મેં બહુપિંડ શી રીતે કર્યા? શ્રી વિરપ્રભુએ મોકલેલા આ મૃષા ભાષણ કેમ કરે છે? ખરું જોતાં તે અનેક ઘરથી આહાર ગ્રહણ કરનારા તેઓ જ બહુ પિડિક છે. વલી તે ઇંદ્રનાગ ફરીથી વિચારવા લાગ્યા. “ વીતરાગ એવા એ જિનેશ્વર ક્યારે પણ સર્વથા મૂષા ભાષણ કરે નહિ. હા, મેં જાણ્યું ખરેખર હું જ બહુ પિંડિક તીર્થ છું. કારણે સર્વે નાગરવાસી જને હારે માટેજ ઉત્કૃષ્ટ આહાર નિપજાવે છે અને તેના સર્વાગીપણાથી મને પાપ લાગે છે. અહો ! તમે કહેલું બહુ પિંડિકપણું ખરેખર હારે વિષે જ લાગું થયું મેક્ષના અભિલાષી આ મહાત્માઓ તે નિરંતર ગૃહસ્થાએ પોતાને માટે બનાવેલા એષણય આહારને ગ્રહણ કરે છે. ” આ પ્રમાણે વિચાર કરતા ઈનાગને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું તેથી શુભ આશયવાલા તેણે પ્રતિબંધ પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી કૃતાર્થ અને વિધિના જાણ એવા તે ઇંદ્રનાગ મુનિ વિધિ પ્રમાણે સંયમને આરાધી કેવલજ્ઞાન મેળવી મેક્ષ પામ્યા.
બાલ્યાવસ્થામાં મરકીના રોગથી પોતાના કુલને ક્ષય થવાને લીધે એકલા રહેલા અને નિરંતર ભિક્ષાવૃત્તિ કરતા તેમજ અજ્ઞતપ કરતા એવા તે ઇદ્રનાગ તાપસ સાધુએની તપશ્ચર્યાની વિધિને જોઈ, જિનેશ્વરનાં વચન સાંભલી પ્રતિબધ પામ્યા. પછી ચારિત્ર પાલી મોક્ષને પામેલા ઇદ્રનાગ મુનિને હું સ્તવું છું.
श्रीइंद्रनाग ' नामना मुनिवरनी कथा संपूर्ण
अम्हाणमणाउट्टी, जावज्जीवंति सोउ मुणिवयणं ॥
चितंतो धम्मरुइ, जाओ पत्तेअबुद्धजइ ॥ ९४ ॥ અમાવાસ્યાને દિવસે વિહાર કરતા એવા સાધુઓને જોઈ ધર્મરૂચિ તાપસે પૂછયું. “ તમારે આજે અનાકુટ્ટી (ફલ પત્રાદિના અછેદન રૂપ અહિંસા) નથી?”