________________
( ૭૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
સભામાં તમારી બહુ પ્રસંશા કરતા હતા. તેથી મૂઢ એવા મેં પરીક્ષા કરવા માટે તમારી અવજ્ઞા કરી છે. આ મ્હારા અપરાધ ક્ષમા કરો. કારણુ સત પુરૂષા સ સહન કરનારા હાય છે. ” દેવતા આ પ્રમાણે સુવ્રત મુનિને કહી ભક્તિથી નમસ્કાર કરી અને વારંવાર સ્તુતિ કરી તેમના ગુણાને સ્મરણ કરતા છતા પોતાને સ્થાનકે ગયા. છેવટ તે સુવ્રત નામના મહામુનિ, ક્રોધાદિ શત્રુઓને વશ કરી, નિર્મલ એવા ચારિત્રને પાલી, ઉગ્ર એવા ઉપસર્ગને સહન કરવાથી દુષ્ટ એવા આઠ કમના ય કરી અને લેાક તથા અલેાકની યથાર્થ અર્થ ઘટનાને પ્રકાશ કરનારૂ કેવલજ્ઞાન પામીને માક્ષ લક્ષ્મીને વર્યાં.
| 'श्री सुव्रत' नामना मुनिनुं चरित्र संपूर्ण ॥
जेण कथं सामन्नं, छमासे झाणसंजमरयेण ॥ તેં મુળિમુવાિિત્ત, ગોમવૃત્તિસ નમસામ ॥ ૭ૐ ||
ધર્મ શુકલ ધ્યાન અને સત્તર પ્રકારના સચમમાં આસક્ત એવા જે મુનિએ છ નાસ પર્યંત સાધુપણું પાળ્યું તે તત્ત્વજ્ઞ અને ઉદાર કીર્તિવાલા ગાભદ્ર ઋષિને નમસ્કાર કરૂં છે. ! છર ॥
આ ગાભદ્ર રૂષિની કથા આગલ શાલિભદ્ર અને ધન્યકુમારના અધિકાર વિષે કહેવારો.
वारपुरे जायं, सोहम्मवर्डिसया चइत्ताणं ॥
सिद्धिं विहुयरयमलं, वारत्तरिसिं नम॑सामि ॥ ७४ ॥
સાધમ વિમાનથી ચવીને વારત્તપુરને વિષે ઉત્પન્ન થએલા અને ધેાઈ નાખ્યાછે કર્મરૂપ મલ જેમણે એવા તેમજ સિદ્ધિ પદને પામેલા વારત્ત ઋષિને હું નમસ્કાર કરૂં છું. • શ્રીવાત્ત ” નામના ઋષિની થા. ===
પેાતાની સંપત્તિએ કરીને અમરાવતીને પણ કંપાવનારી ચંપાપુરી નામે નગરી છે. ત્યાં મિત્રપ્રભ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. તે નગરીમાં દ્રવ્યથી કુબેરના સરખી ઉપમાવાળા અને પેાતાના ગુણાથી લેાકમાં વિખ્યાત એવા ધમિત્ર નામે ઉત્તમ બુદ્ધિવાળા સાર્થવાહ રહેતા હતા. તેને પ્રેમના પાત્ર રૂપ ઉત્તમ રૂપવાલી અને સતી ધનશ્રી નામે સ્ત્રી હતી. શ્રેષ્ઠ એવી તે સ્ત્રી હમેશાં પતિત્રતા રૂપ મહા ધર્મનું પાલન કરતી હતી. નિરંતર ભાવથી શ્રાવકધર્મને પાલતા અને સુખ ભાગવતા એવા તેને કાળે કરીને એક મહાતેજવંત પુત્ર થયા. “ આ વંશમાં આ સારો પુત્ર થયેા.” એમ લેકે તેની પ્રશંસા કરવા લાગ્યા. એ ઉપરથી કામદેવ સમાન રૂપ વાલા તે પુત્રનું સુજાત એવું નામ પાડયું. પુત્રે ગુરૂની પાસે સર્વ