________________
( tee )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તાનૢ.
પાસે જાઓ, તે તેને દીક્ષા આપશે. ” પછી તે સર્વે કરાએ ઉપવનમાં ગુરૂ પાસે ગયા અને ગુરૂને કહેવા લાગ્યા કે “ આ અમારા મિત્રને દીક્ષા આપેા. ” ગુરૂએ - ષથી કહ્યું. “ જો તમારે આને દીક્ષા આપવાની ઈચ્છા હાય તા વિભૂતિ ( રાખ ) લાવા. ” તે વિભૂતિ લાવ્યા એટલે રાષથી ગુરૂએ તત્કાલ પૂર્વ કર્મયોગથી તે શ્રેષ્ઠીપુત્રના મસ્તકને વિષે લેાચ કર્યો. આ વખતે વિલક્ષ બનેલા ચિત્તવાલાતે સર્વે મિત્ર, પોતાના માતાપિતાના ભયથી પાતાના ઘરે જતા રહ્યા. પછી શ્રેષ્ઠીપુત્રે ગુરૂને કહ્યું, “ હે ભગવન્ ! આ સર્વે મિત્રોએ મ્હારૂં હાસ્ય કર્યું હતું. હું હમણાં નવા પરણેલા છું. મ્હારા બહુ ખાંધવા છે. માટે જો આ વૃત્તાંત જાણશે, તે તેઓ તત્કાલ અહીં આવી ક્રોધથી તમને બહુ પ્રહાર કરી મને પોતાના ઘર પ્રત્યે લઇ જશે. માટે તે જેટલામાં અહીં ન આવે તેટલામાં આપણે ખીજે ક્યાંઇ નાસી જઈએ. ” ગુરૂએ કહ્યું. “હું રાતે દેખતા નથી. માટે તું માગ જોઇને આગલ ચાલ, અને હું પાછલ ચાલું. ” શિષ્યે તેમ કર્યું એટલે ભયથી શિષ્યની સાથે ગુરૂ ત્યાંથી ચાલી નિકળ્યા. રાત્રી હાવાથી નીચી ઉંચી ભૂમિના ભાગમાં ગુરૂને સ્ખલના થવા લાગી. તેથી ગુરૂએ કહ્યુ` કે “ અરે કુશિષ્ય ! તે આ કેવા માર્ગ જોયા છે ? ઇત્યાદિ વચન કહેતા એવા ગુરૂએ ક્રોધથી શિષ્યને દંડપ્રહારથી મસ્તક ઉપર તાડન કર્યાં. શિષ્ય પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે “ હા મદ્દભાગ્યવાલા મેં આ મહાત્માને આવી મ્હાટી ખરાબ અવસ્થામાં પહેાંચડયા. ” આ પ્રમાણે વિચાર કરતાં તે વૈરાગ્ય પામ્યા. ગુરૂએ તા તેને મસ્તક ઉપર વારંવાર તાડના કરવા માંડયા અને શિષ્ય આત્માની નિંદા કરવા લાગ્યા. તેથી તે શુકલ ધ્યાન પામ્યા. પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી તે શિષ્ય સારા માર્ગે ચાલવા લાગ્યા. કહ્યું છે કે–સર્વજ્ઞ પુરૂષાનુ સ્ખલન કયાંથી હાય ?
સવારે ઝરતા રૂધિરથી ભિંજાઇ ગએલા અંગવાલા પેાતાના શિષ્યને જોઇ જીરૂના મનમાં આ પ્રમાણે ચિંતા થઈ કે અહા! આજેજ દિક્ષા લેનારા આ શિષ્યના આ ઉપશમ કેવા ? જે મેં દુ ને આવી રીતે પ્રહાર કર્યાં છતાં પણ તેને જરાપણ કાપ ઉત્પન્ન ન થયા ! મ્હારૂં આચાર્યપણું અને દીર્ઘ કાળનું દીક્ષિતપણું વૃથા છે. જે મેં અપરાધ વિનાના શિષ્યને વિષે આવા અપરાધ કર્યાં. ” આ પ્રમાણે ઉત્પન્ન થએલા પશ્ચાતાપ રૂપ તીવ્ર અગ્નિથી ગુરૂએ પાતાના ઘેાડા રહેલા કર્મ રૂપ કાષ્ટને આળી નાખ્યાં. તેથી તે તત્કાલ કેવલ જ્ઞાન પામ્યા. આ વખતે દેવતાઓએ ત્યાં આવી હર્ષોંથી મ્હાટુ સમવસરણ રચ્યું.
,,
પ્રથમ દીક્ષા લઇ કાપથી ગુરૂએ તાડન કર્યા છતાં પણ જેણે ક્ષમા ધારણ કરી, ક્ષમા ધારણ કરવાથી તેજ દિવસે જે ત્રણ લેાકમાં પૂજ્ય એવા કેવલી થયા વળી જેણે તીક્ષ્ણ ક્રોધવાલા પોતાના ગુરૂને ક્ષમાધારી તથા કેવલી બનાવ્યા, તે ચંડ રૂદ્રાચાર્યના ઉત્તમ શિષ્યને હું નિરંતર નમસ્કાર કરૂં છું.
'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननी कथा संपूर्ण.