________________
શ્રીજ બૂકુમાર' નામના ચમકેવલીની કથા.
(૩૨૧ ) રમવા લાગ્યા. તેની આવી ક્રીડા જોઇ પેલેા વૃદ્ધ વાનર તેના ઉપર અતિશય ક્રોધ પામ્યું. તેણે ત્યાં નજીક આવી પેલા યુવાન વાનરના ઉપર પથ્થરના ઘા કર્યાં. પથ્થરથી હુણાએલા તે યુવાન વાનર પણ સિંહની પેઠે અધિક ર્ ર્ શબ્દ કરતા તેની સામેા દોડયા. પરસ્પર તે અને વાનરાઓએ ક્રોધથી ભ્યાસ થઇને દાંતે દાંત અને નખે નખવડે મહાભયંકર યુદ્ધ આરંભ્યું. યુવાન વાનરે મુખ્ટીના પ્રહારથી વૃદ્ધ વાનરના અંગનું હાડકું ભાગી નાખ્યું, જેથી તે વૃદ્ધ વાનર તુરત ધીમે ધીમે નાસી જવા લાગ્યા, એવામાં પેલા યુવાન વાનરે ક્રોધથી પથ્થર ફૂંકીને નાસી જતા એવા વૃદ્ધ વાનરનું માથું ફેાડી નાખ્યું. તીવ્ર પ્રહારની વ્યથાથી દુ:ખી થએલે તે વૃદ્ધ યુથપતિ વાનર છૂટી ગએલા પક્ષીની પેઠે બહુ દૂર નાસી ગયા. પથ્થરના પ્રહારથી ઉત્પન્ન થએલી પીડાને લીધે તેને તૃષા લાગી, તેથી તે ખેાડગતા ખેડગતા ભ્રમતા છતો જલની શેાધ કરવા લાગ્યા, તો તેણે પર્વતના કોઇ એક ભાગમાં શિલાજિત જોયા. “ આ પાણી છે” એમ ધારી તેણે તે શિલાજિતમાં મુખ નાખ્યું તેથી તે ભૂમિમાં નાખેલા ખીલાની પેઠે ચાટી ગયુ “ સુખને ખેચી લઉ ” એમ ધારી તેણે તેમાં બે હાથ નાખ્યા, તે પશુ તેમાં ચાટી ગયા. છેવટ પગ પણુ તેમજ ચાટી ગયા. પછી ખીલાથી વિધાયલા અગવાલાની પેઠે તે વાનર ત્યાંજ મૃત્યુ પામ્યા. જે તે વાનરે પેાતાના હાથ પગ બ્હાર રાખી મુખને ખેંચ્યુ હાત તો તે શિલાજિતથી નિચે નિકલત.
ઃઃ
જ ભ્રૂકુમાર કનકસેનાને કહે છે કે પ્રિયે ! એવી રીતે જિહ્વા ઇંદ્રિયમાં લુબ્ધ થએલા માણસ સ્ત્રીએ ઉપર સંગ કરવા રૂપ સમુદ્રમાં પાંચ ઇંદ્રિયાથી વાનરાની પેઠે ડુબી જાય છે, તેમ થવાથી તે પ્રાણી બહુ દુ:ખ પામતો છતો મૃત્યુ પામે છે. પણ હું કમલદને ! હું તે વાનરાના જેવા રાગી નથી પણ રાગમુકત છું.”
પછી ઋષભ શ્રેષ્ઠીના પુત્ર જ કુમારને નભ:સેનાએ કહ્યું. “ હે નાથ ! આપ પેલી સ્થવિરા ( વ્રુપ સ્ત્રી) જેવા ન થાઓ, સાંભલે તેની કથા આ પ્રમાણે છે:કોઇ એક ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની એ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેઓ જન્મથી માંડીને ડેનપણીઓ હતી તેમજ દરિદ્રતાથી દુ:ખી હતી.
તે ગામની બ્હાર લેાલક નામના યક્ષનું મંદિર છે, તે કલ્પવૃક્ષની પેઠે લેાકાનાં ઇચ્છિત કાર્ય પૂર્ણ કરતા હતા. દારિદ્રરૂપ અગ્નિથી દગ્ધ થએલા અંગવાળી બુદ્ધિ નામની વૃદ્ધ સ્ત્રીએ દરરાજ તે યક્ષની મન, વચન અને કાયાડે ભક્તિ કરવા માંડી. દરરોજ ત્રણ વખત ચક્ષમદિરને પ્રમાન કરે અને પૂજાની સાથે ઉત્તમ નૈવેદ્ય પશુ ધરે, એમ સેવતાં પ્રસન્ન થયેલા યક્ષે તે બુદ્ધિ નામની વૃદ્ધ ડેશીને કહ્યું કે “ હું દરિદ્રી સ્ત્રી ! હું તને શું આપું ?” કારણ કે બહુ આરાધના કરવાથી પાષાણુ પણ પ્રસન્ન થાય છે. ડાશીએ કહ્યુ હે દેવ ! જે આપ મ્હારા ઉપર પ્રસન્ન થયા હા તા હું જેથી સ ંતાષ પામીને સુખે થવું તે મને આપે.” યક્ષે કહ્યું, “હે શુભે!
66
૪૧