________________
(૭૦)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ વીરપ્રભુ એ મહર્ષિએ આદરથી આણેલા ભક્ત પાનાદિકને અંગીકાર કરતા હતા. કેટલાક મૂઢ પુરૂષ એમ કહે છે કે “કેવળી ભેજન કરતા નથી” તે સાચું નથી. કારણ કે ભેજન વિના દેહ રહી શકતું નથી,
જેઓ પિતાના અનંત બલથી પૃથ્વીપીઠને છત્રાકાર અને મેરૂને દંડરૂપ બનાવવા શક્તિવંત છે. તે શ્રી જિનેશ્વરે ભજન વિના પિતાના દેહને ધારણ ન કરી શકે એમ જે તમારું કહેવું છે. તે સાંભળી અમને આશ્ચર્ય થાય છે, છદ્મસ્થાન વસ્થામાં શ્રી રાષભપ્રભુ અને બાહુબલી એક વર્ષ પર્યત નિરાહાર રહ્યા તે પછી કેવલી શું આહારવિના ન રહી શકે? કયા મનુષ્યોને આ તમારું વચન હાસ્યકારી નહીં થાય? અહો ! કેવલીને કવલને અહાર તે યોગ્ય જ નથી. એ પિતાના અનંત વીર્યપણાથી દેહને ધારણ કરે છે.”
આ મૂઢ દિગમ્બરને અભિપ્રાય છે તે ઠીક નથી. એમ જાણ ગ્રન્થકારે તેને ઉત્તર આપતાં કહ્યું કે “હે મૂઢ ! આ પુદ્ગલમય શરીર નિરંતર ધીમે ધીમે વૃદ્ધિ પામ્યું છે, તે તે આહાર વિના શી રીતે રહી શકે ? જો કે અનંત શક્તિવાલા જિનેશ્વરોનું લકત્તર બલ હોય તે પણ તેમનું આદારિક શરીર તે પુગલમય છે. જેવી રીતે કેવલીપણું છતાં પણ ઉપવેશન, વિશ્રામણ અને ગમન ઇત્યાદિક હોય છે. તેવી રીતે શું આહારનું ગ્રહણ હોતું નથી. હે દિપટે! અ ને ઘાતિ કર્મના ક્ષયથી કેવલજ્ઞાન હોય છે. અને તેમને સુધાદિનું કારણ તે વેદનીય કર્મ જાણવું. જો કે કેવલીપણું છતાં ક્ષુધા તૃષાદિ હોય છે. તે પણ દેહધારી એવા અરિહં તેને તે ક્ષુધાદિ શું નથી હતું ? વલી શ્રી ઋષભાદિ તિર્થ કરેને જે નિરાહારપણુને કાલ કહ્યો છે પણ તે કાલ કઈ કારણે હોય એમ જાણવું. કેવલજ્ઞાન તે દેશે કરીને ન્યૂન એવા ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ વર્ષ પર્યત હોય છે તે તેટલો વખત આહાર વિના દેહ કેમ રહી શકે? તે કારણ માટે કેવળજ્ઞાનીઓને કવલઆહાર કહો છે અને સર્વથા અણહાર તે નીચેની ગાથામાં કહ્યા છે તેટલાજ છે.
विगहे गइमावन्ना केवलिणा समुहया अजोगी ॥
सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥ १॥ વિગ્રહ ગતિવાળા, સમુઘાત અવસ્થામાં ત્રીજા ચાચા ને પાંચમા સમયમાં સગિ કેવલી અને અગિ કેવલી તથા સિદ્ધ ભગવાન એટલા અણુહારી હોય છે. અને બાકીના સર્વ જીવો આહારી છે.
આ પ્રકારની યુક્તિથી સર્વજ્ઞ દેને આહાર લેવામાં વાંધો હોઈ શકતું જ નથી. લેહષિ મુનિ શ્રી વીરપ્રભુને માટે આહાર લાવતા. શ્રી વિરપ્રભુ પણ લેહર્ષિએ આણેલા આહારને નિસંશયપણે જમતા આવા કાર્યથી હર્ષિ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ કેમ ન ગણાય ? વળી એકજ રાત્રીમાં કેઈ ક્ષુદ્ર દેવતાએ કરેલા બહુ ઉપસ