________________
જન
( ૩૭૬).
શ્રી ગામિલરિ-ઉત્તરાદ્ધિ. કરતા, ગુરૂની આજ્ઞાના ભંગથી ભય પામતા અને પિતાના વીર્યને પ્રકાશ નહિ કરતા એવા તે વજસ્વામી, કાંઈક અસ્પૃષ્ટ ઉચ્ચાર કરતા છતા બીજાના પાઠને સાંભળતા હતા.
એકદા મધ્યાહે સર્વે સાધુએ ગોચરી લેવા ગયા અને ગુરૂ કાયચિંતા માટે હાર ગયા. તે વખતે વાસ્વામી એકલા ઉપાશ્રયનું રક્ષણ કરતા હતા. અવસર મા તેથી તેમણે સર્વે સાધુઓની ઉપધિ પિતાની આસપાસ મૂકી પિતે ગુરૂની પેઠે તેની મળે બેસી ગંભીર મધુર સ્વરથી એકાદશાંગીની વાચના આપવા લાગ્યા. એવામાં દૂરથી આવતા એવા ગુરૂએ તે સાંભળ્યું. વાચનાને શબ્દ સાંભળી ગુરૂએ ઉપાશ્રયના બારણા પાસે આવી વિચાર્યું કે “શું આજે સાધુઓ ગોચરી લઈ વહેલા આવ્યા? નિશ્ચ ગોચરી લઈ આવેલા સાધુઓ હારી વાટ જોતા સ્વાધ્યાય કરવા લાગ્યા જણાય છે.” બોલ્યા વિના ક્ષણ માત્ર ઉભા રહી અને વિચારીને પછી વાચના આપતા એવા બાલ સાધુ વજાસ્વામીના શબ્દને તેમણે ઓળખે.
એકાદશાંગીને પિતાથી આગળ અભ્યાસ કરનારાને તે વાચના આપે છે ત્યારે તેણે ગર્ભમાંજ રહીને અભ્યાસ કર્યો છે કે શું? ખરેખર આ અમને મહેટું આશ્ચર્ય થયું છે. જ્યારે હું તેને ભણાવું છું ત્યારે તે તે આળસ કરે છે. તેથી અમે તેને ભણવામાં આળસુ માની ધિકારીએ છીએ.” આ પ્રમાણે વિચાર કરતા સિંહગિરિ ગુરૂ પિતે પ્રસન્ન થયા. અને આગળ જતા ઉભા રહ્યા, તે એમ ધારીને કે “પિતાની વાણી અમારા સાંભળવાથી શંકા પામેલ એ બાળક લજજા ન પામે.” પછી ગુરૂએ
હોટ શબ્દથી નધિકીને ઉચ્ચાર કર્યો. ગુરૂના તે શબ્દને સાંભળી વજાસ્વામી તરત પિતાને આસનેથી ઉઠી ગયા અને મંદ ગતિથી આવતા એવા ગુરૂ જેટલામાં અંદર નહોતા આવ્યા તેટલામાં તેમણે સર્વ ઉપધિ જેમ હતી તેમ સિ સેને સ્થા નકે મૂકી દીધી. પછી સરળ સ્વભાવવાળા તેણે ગુરૂના ચરણની પ્રમાર્જનાદિ ભક્તિ કરી.
આ બાળકના મહાભ્યને નહિ જાણનારા બીજા સાધુઓ બાળકની સંસારને ભય આપનારી અવજ્ઞા ન કરે.” એમ રાત્રીએ વિચાર કરી સૂરિએ શિષ્યોને કહ્યું કે હું અમુક ગામે જાઉ છું. ત્યાં હારે બે ત્રણ દિવસ રહેવું પડશે.” સાધુઓએ ગુરૂની પાસે આવીને કહ્યું કે “હે ગુરૂ ! અમને વાચના કેણુ આપશે.” ગુરૂએ કહ્યું. “તમારે વાચનાચાર્ય (તમને વાચના આપનારો) વા થશે.” શિષ્યોએ તે ગુરૂના વચનને ભક્તિથી અંગીકાર કર્યું.
બીજે દિવસે સવારે ગુરૂ બીજે ગામ ગયા, એટલે સાધુઓએ પિતાનું આવશ્યક કર્મ કરી વાચના લેવા માટે વાસ્વામીને ઉચ્ચ આસને બેસાર્યા. ગુણી એવા વાવામી પણ ગુરૂની આજ્ઞાથી તે ઉચ્ચ સ્થાનકે બેઠા અને સાધુઓ, તેમની ગુરૂની પિકે વિનય ભક્તિ કરવા લાગ્યા. પછી વાસ્વામીએ સર્વે સાધુઓને પણ વાચના