________________
બીઅન નામના માલાકારની કથા કાર્યોત્સર્ગ પારીને અર્જુનમાલીને કહ્યું. “હે વત્સ! તને દુર કર્મથી શ્રી વીર પ્રભુ છેડાવશે. માટે ચાલ, વિશ્વને અભય આપનારા તે પ્રભુની પાસે જઈએ.” એમ કહીને શ્રેષ્ઠી સુદર્શન અર્જુનમાલીને સાથે લઈ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયે. આ વખતે દયાના સમુદ્રરૂપ શ્રી જિનેશ્વર પ્રભુ લોકોની આગળ કલેશને નાશ કરનારી ધર્મદેશના આ પ્રમાણે દેવા લાગ્યા.
હે ભવ્યજન ! આ લોકમાં જેઓ માંસનું ભક્ષણ કરનારા છે, જેઓ બહ આરંભને પરિગ્રહ ધરનારા છે. જેઓ રૌદ્રધ્યાનમાં તત્પર છે અને જેઓ પંચેંદ્રિય જીનો ઘાત કરનારા છે તે દુષ્ટ આશયવાળા સર્વે જ ઘોર એવા નરકને વિષે ઉત્પન્ન થઈ ત્યાં અસંખ્યાતા વર્ષ પર્યત ઘર વેદના સહન કરે છે.”
પ્રભુની આવી ધર્મદેશના સાંભળી અત્યંત ભય પામેલે અજુનમાલી હાથ જેડી વિશ્વના ગુરૂ અને વિશ્વના હિતકારી એવા શ્રી વીર પ્રભુને વિનંતિ કરવા લા.
હે નાથ! મેં પરાધીનપણુએ કરીને અસંખ્ય જનેને ક્ષય કર્યો છે જેથી નિચે હારૂં નરકભૂમિમાં પડવું થશે. માટે હે સ્વામિન્ ! મને કોઈ એવો ઉપાય દેખાડે કે જેથી મહારૂં નરકને વિષે પડવું ન થાય.”
શ્રી વિરપ્રભુએ કહ્યું. “હે અર્જુન! જે તને અંતકાલે નરકને બહુ ભય હોય તે નરકના દુઃખને નાશ કરનારું પવિત્ર ચારિત્ર અંગીકાર કર.”
પછી નરકના દુઃખથી અતિ ભય પામેલા અજુનમાલીએ તત્કાલ આદરથી શ્રી જિનેશ્વર પ્રભુ પાસે હર્ષથી દીક્ષા લીધી. પછી તેણે શ્રી પ્રભુને કહ્યું કે “હે પ્રભો ! આજથી હું છઠ્ઠનું પચ્ચખાણ કરીશું. તેમજ સર્વ પ્રાણીઓના તિરસ્કાર તથા તાડના રૂપ ઉપસર્ગો સહન કરીશ.”
આ પ્રમાણે ઘર પ્રતિજ્ઞા કરીને તે સ્થિર મનવાળે અનમાલી પેલા યક્ષના મંદીરને વિષેજ કાયોત્સર્ગ કરીને રહ્યો. હવે તે યક્ષ મંદીરમાં આવતા એવા લોકો અર્જુનમાલીને જોઈને બહુ ક્રોધ ધરતા છતા તેને વારંવાર વિવિધ પ્રકારના સહ તિરસ્કાર કરવા લાગ્યા. એટલું જ નહીં પણ તે દુરાશય મનુ, લાકડી અને મુષ્ટિ વિગેરેથી તેને મારવા લાગ્યા. પરંતુ તે અર્જુનમાલીએ પિતાના અપરાધને ચિંતવતા થકી તે એના ઉપર મનમાં પણ જરા કોધ કર્યો નહીં. એ મહાત્માએ ઉપસર્ગાદિ કલેશ એવી રીતે સહન કર્યો કે તે છ માસમાં કર્મક્ષયથી મોક્ષ પદ પામ્યું. જેવી રીતે તે મહાત્મા અર્જુનમાલીએ મહા ઉપશમથી દુસહ એવા લેકના તિરસ્કાર અને તાડનાદિ ઉપસર્ગો સહન કર્યા તેવી રીતે ક્રોધરહિત અને મહા ઉપશમને ધારણ કરનારા તેમજ મુક્તિને ઈચ્છનારા બીજા શ્રેષ્ઠ મુનિઓએ પણ નિરંતર પિતાના આત્માને વિષે ઉપસર્ગો સહન કરવા.
'श्रीअर्जुन' नामना मालाकारनी कथा संपूर्ण.