________________
(૧૪૪)
શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જે ત્યાં પણ તમે ઉદ્વેગ પામો તે તમારે ઉત્તર દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં સ્વાધિન અને સુખકારી હેમંત અને શરતુ નામની છેલ્લી બે ઋતુઓ નિવાસ કરીને રહે છે તેનાથી ઉત્પન્ન થએલા ફલાદિ વડે કરીને તમારે નિર્ભય એવા હસ્તિની પેઠે સ્વેચ્છાથી કીડા કરવી. જે કદાપિ ત્યાં પણ તમને ઉગ થાય તે તમારે પશ્ચિમ દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં વસંત અને ગ્રીષ્મ નામની બે હતુઓ રહે છે. તેમનાથી ઉત્પન્ન થએલા ફળ પુષ્પ જળ વિગેરેથી તમારે દીર્ઘકાળ પર્યત સુખે કીડા કરવી. હે વીર પુરૂષ! જે તમે ત્યાં નિર્જનપણાને લીધે ઉદ્વેગ પામે તે ફરી આ મહેલમાં આવી સુખેથી ક્રીડા કરવી પરંતુ તમારે કયારે પણ દક્ષિણના ઉદ્યાનમાં જવું નહી કારણ ત્યાં હેટા શરીરવાળો, રાતા નેત્રવાળે, સુધાથી વ્યાસ અને મહા ભયંકર એ દષ્ટિ વિષ સર્પ રહે છે એ સર્પને જેવાથી તમારું મૃત્યુ ન થાઓ એ હેતુથી હું તમને દક્ષિણ ઉદ્યાનમાં જવાને નિષેધ કરૂં છું.”
આ પ્રમાણે તે દેવી એક, બે, ત્રણ વાર તેઓને પ્રતિબોધ કરી પિતે લવણ સમુદ્રને શુદ્ધ કરવા ચાલી ગઈ. પાછળ બને ભાઈઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં દીર્ઘકાળ પર્યત ક્રીડા કરી પિતાના મહેલ પ્રત્યે આવી વિચાર કરવા લાગ્યા. દેવીએ આપણને દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જવાનો શા માટે નિષેધ કર્યો. નિચે ત્યાં કોઈ મોટું કારણ હોવું જોઈએ, માટે હમણાં આપણે ત્યાં જવું હિતકારી છે. કહ્યું છે કે, અજ્ઞાન વૃત્તિવાળા પ્રાણીઓને વિશ્વાસ કરે નહિ.
આવી રીતે વિચાર કરીને તે બંને ભાઈઓ ગાયના કલેવરથી બહ પ્રસરી રહેલા દુધવાળી દક્ષિણ દિશા પ્રત્યે ગયા. ત્યાં તેઓએ બહુ પ્રહાર થએલે, ફક્ત હાડકાના સમૂહથી વ્યાસ, જેવાને અગ્ય, જેવાથી દુઃખી કરનારો અને શૂલીથી વિંધાયેલું હોવાથી આક્રોશ કરતે કઈ પુરૂષ દીઠે. પ્રથમ તે તેઓ તે પુરૂષને જોઈ બહુ ભય પામ્યા. પણ પછી ધીરજ રાખી શૈલીથી વિંધાયેલા તે પુરૂષની પાસે જઈ તે બન્ને ભાઈઓએ તેને પૂછયું: “આ કેનું આઘાત સ્થાન છે ? તું કેણ છે? અહિં કેમ આવ્યો છું? અને તને આવું દુઃખ કેણે આપ્યું ?” પેલા પુરૂષ કહ્યું. “હે ભદ્રો! આ રત્નદ્વીપનું હિંસાસ્થાન છે. હું કાકંદીપુરમાં નિવાસ કરનારે વણિક છું. હું વેપાર માટે વહાણ લઈ જતો હતો. રસ્તે વહાણ ભાંગી પડયું. પાટીયું હાથ આવવાથી હું સહારા દુદેવથી અહિં આવી ચડયે. અહિં આ દુષ્ટ ચિત્તવાલી રત્નદ્વીપની દેવીએ મને રાખે અને તેણુએ હારી સાથે બહુ કાળ પર્યત હર્ષથી ભેગે ભેગવ્યા. તમારું આવવું સાંભળીને તે દેવીએ તુરત મને ભૂલી ઉપર ચડાવ્ય કારણ દુને એજ સ્વભાવ હોય છે. દુષ્ટ ચિત્તવાળી આ દેવીએ આ પ્રમાણે ભેળા હૃદયવાળા બહુ જનેને છેતરીને મારી નાખ્યા છે. હું જાણતો કે રૂ૫ સભાગે કરીને મનોહર એવા તમને એ દુઃખ આપનારી દેવીથી શી શી વિપત્તિઓ ભેગવવી પડશે.” શુળીમાં પરેવાએલા પુરૂષનાં આવાં વચન સાંભળી