________________
(૮૪)
શ્રી ઋષિમ`ડલવૃત્તિ ઉત્તશુદ્ધ
કાપ પામશે. પરંતુ જે તે પ્રતિક્રમણ વખતે આલેાચના નહિ લે તે હું તેમને તે પાપ સંભારી આપીશ. ” આમ વિચારી તે ખાલસાધુ માન રહ્યો. પેલા સાધુ પણ આહાર કરી રહ્યા પછી પોતાની ક્રીયાવિધિમાં પ્રવૃત થયા. પછી સધ્યાકાલ થયા એટલે પ્રતિક્રમણ કરવાને ઉદ્યમવત થયેલા સર્વે સાધુએ પોતાના ગુરૂની પાસે પાપની આલેાચના લેવા લાગ્યા. પેલા સાધુએ પેાતાના પાપની આલેચના લીધી નહીં એ વાત જાણીને ઉત્તમ બુદ્ધિવાલા તેમણે હિતને માટે તુરત પેલા સાધુને કહ્યું. “ આજે ભિક્ષાર્થે ભ્રમણ કરતા એવા પૂજ્ય આપે અજાણુથી એક દેડકીના વધનું પાપ કર્યું છે તેની તમે ત્રણ પ્રકારે આલેાચના કેમન લીધી ? ” ખાલ મુનિનાં આવાં વચન સાંભળી જૈવવશથી ક્રોધ પામેલા તે મુનિએ કહ્યું. “ ઇર્ષ્યાસમિતિથી જતા એવા મેં દેડકીના વધ ક્યાંથી કર્યા હાય ? અરે અધમ ક્ષુલ્લક! તું હમણાં મને આવું મિથ્યાવચન કહે છે તેથી તું વધ કરવા યાગ્ય છે. ” એમ કહીને તે સાધુ તુરત એક પાટલેા લઇને તે ખાલ સાધુને મારવા દોડયા. ક્રોધથી વ્યાકુલ એવા તે મુનિ રસ્તામાં એક સ્તંભ સાથે એવા અથડાયા કે જેથી તે તુરત મૃત્યુ પામ્યા.
,,
હવે જે સંયમની વિરાધના કરવાથી સર્પ રૂપે ઉત્પન્ન થયા હતા તે કુલમાં આ સાધુ પણ કાપના પરિણામથી સર્પ રૂપે ઉત્પન્ન થયા.પેલા સર્પો “અમે સંયમની વિરાધના કરવાથી દ્રષ્ટિવિષ સર્પ થયા છીએ.” એવી જાતિસ્મૃતિને લીધે ક્યારે પણ હિંસા કરતા નથી. તે સર્વે સો પ્રારુક આહાર લે છે. આવા તે સર્પને જોઇ પેલા સાધુના જીવ રૂપ સર્પ વિચાર કરવા લાગ્યા. “ મેં આવી ક્રીયા પૂર્વે કાઇ સ્થાનકે અનુભવ કરેલી છે. ” આવી રીતે ઉહાપા કરતા તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્ન થયું. “ ધિક્કાર છે મને, જે મેં હિતવચન કહેનારા તે ખાલ સાધુ ઉપર ક્રોષ કર્યો અને તેથીજ મને આવી પાપઢાયક ગતિ પ્રાપ્ત થઈ. હવે મ્હારે
આ ભવમાં પાપકારી એવા જરા પણ ક્રોધ કરવા નહિ. તેમજ નિરંતર પ્રાસુક આહારથીજ આજીવિકા કરવી. મ્હારે આ ભવમાં હુંમેશાં વીતરાગ દેવ, સુસાધુ ગુરૂ અને શ્રીજિનરાજ પ્રણિત ધમરૂપ સમકીત હેા. ” આવી રીતે વિશુદ્ધ આત્માવાલા, ઉત્તમ બુદ્ધિવાલા અને ક્ષમાધારી તે ખાલ સર્ષે અભિગ્રહ લઇ એક નિરવદ્ય ખિલને વિષે નિવાસ કર્યો.
હવે એમ બન્યું કે આ વખતે તુમિણી નગરીને વિષે કુ‘ભરાજાના લલિતાંગ નામના પુત્ર સર્પના કરડવાથી મૃત્યુ પામ્યા તેથી રાજાએ ક્રોધવડે એવા પટહ વગડાળ્યા કે “જેએ સર્પને મારી મારીને મ્હારી પાસે લાવશે તેને હું સાના મ્હારા આપીશ.” રાજાના આવા આદેશને સાંભલી નિર્દય અને પાપી એવા બહુ પુરૂષો ચારે તરફ સર્પોના નાશ કરવા માટે ચાલ્યા. સર્વેને આકર્ષણ કરવાની વિધિના જાણ એવા કેટલાક પુરૂષષ તે ત્યાં આવી પહોંચ્યા કે જે વનમાં પવિત્ર આત્માવાળા પેલે ક્ષપક સાધુના જીવવાળા સર્પ વસતા હતા. સર્પના ધસારાને અનુસારે તે દુષ્ટ પુરૂષો