________________
( ૨૯૪ )
મીષિમડલવૃત્તિ ઉત્તરા
તેજ જ બ્રૂકુમાર અમારી ગતિ છે અને અમારૂં જીવિત પણ તેનેજ સ્વાધિન છે. તે જ અકુમાર ચારિત્ર અથવા ખીજું જે કાંઈ આચરશે તેજ અમારે પતિની ભકિત કરનારીઓને કરવું યાગ્ય છે. ” છેવટ આઠે કન્યાના પિતાએ જ બુકુમારના પિતાને કહ્યુ કે “ તમે વિવાહને માટે ઝટ તૈયારી કરો. ”
પછી ઋષભદત્ત શ્રેષ્ઠીએ, તે આઠે શ્રેષ્ઠીએની સાથે નૈમિત્તિકના મુખથી વિવાહૈના દિવસ ત્યારથી સાતમે દિવસ ઠરાવ્યેા. પછી સગા ભાઇઓના સરખા એકાગ્રમનવાળા તે આઠે શ્રેષ્ઠીઓએ શિઘ્ર અદ્ભૂત એવા વિવાહ મંડપ રચાવ્યા. કામદેવ સમાન આકૃતિવાળા જ અકુમાર ફક્ત માતા પિતાના સ ંતાષને માટે ઉત્તમ દિવસે અનેક મહા ઉત્સવાથી આઠે કન્યાઓને પરણ્યા. અહા ! પ્રિયાએની મધ્યમાં રહ્યા છતાં જ બકુમાર બ્રહ્મચારી રહ્યો. કારણ કે મહાશય પુરૂષષ વિકારનાં કારણેા નજીક હાવા છતાં પણ અવિકારી રહે છે.
હવે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાચળ પર્વત ઉપર જયપુર નામે નગર છે. ત્યાં વિધ્ય નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભૂપતિને વિખ્યાત એવા બે પુત્રો હતા. તેમાં મ્હોટાનું નામ પ્રભવ અને ન્હાનાનું નામ પ્રભુ હતુ. એકદા વંધ્ય રાજાએ કાંઇ કારણથી મ્હાટા પુત્ર પ્રભવ વિદ્યમાન છતાં ન્હાના પ્રભુને રાજ્ય સોંપ્યું. પછી પ્રણવ અભિમાનને લીધે નગરથી ચાલી નીકળી વિધ્યાચળની વિષમ ભૂમિને વિષે નિવાસસ્થાન કરીને રહ્યો. ત્યાં પોતાના પરિવારસહિત રહેલે તે ચારવૃત્તિથી આજીવિકા કરતા. તેમજ પારકા ઘરમાં ખાતર પાડવું, ખીઓને પકડવા, રસ્તે જનારાઓને લુંટવા ઈત્યાદિ કાર્યો કરતા.
કોઈ એક દિવસે તેના ચર લેાકાએ આવીને તેને કહ્યું કે, જમ્મૂ કુમારની સમૃદ્ધિ કુબેરના સમાન છે. ” ચરલેકેાનાં આવાં વચન સાંભળી પરદ્રવ્યથી આજીવિકા કરનારા તથા બહુ ઉત્પન્ન થયેલા લાભવાળા પ્રભવ, પાંચસે ચારા સહિત નગર તરફ ચાલ્યા અને અવસ્વાપનિકા તથા તાલેાદઘાટિની વિદ્યાએ યુક્ત એવા તે પ્રભવ પેાતાની વિદ્યાના ખલથી હર્ષપૂર્વક જંબૂ કુમારના ઘરે ગયા. ત્યાં તેણે અવસ્વાપિની વિદ્યાથી એક જમ્મૂ કુમાર વિના ખીજા સર્વેને નિદ્રાવણ્ય કરી દીધા. અવસ્વાપિની વિદ્યા પુણ્યશાલી એવા જમ્મૂ કુમારને પેાતાના સ્વાધિન કરવાને શક્તિવંત થઇ નહીં. કારણુ હુ પ્રાયે પુણ્યવત પુરૂષોને ઇંદ્ર પણ આપત્તિમાં નાખવા સમર્થ થતા નથી. પછી નિદ્રાવશ થએલા સર્વ માણસાના અલંકારાદિ સર્વ ચાર લાકોએ લુંટી લેવા માંડયું. ચારા લુટવા લાગ્યા એટલે ધારિણીના પુત્ર જ બૂકુમાર ક્રોધ અને ક્ષેાભ પામ્યા વિના ચારાને આ પ્રમાણે કહેવા લાગ્યા.
“ હું ચારા ! આમંત્રણ કરેલા અને વિશ્વાસને લીધે ઉંધી ગએલા આ