________________
( ૩૭૮ )
શ્રીઋષિમ‘ડલવૃતિ–ઉત્તરાદ્ધ
ર
પાસે મેાકલું.” આ પ્રમાણે વિચાર કરી સિંહગિરિ સૂરિએ વજ્રસ્વામીને કહ્યું કે હું ઉત્તમ વજ્ર ! તું ઉજ્જયિની નગરીમાં રહેલા ભદ્રગુપ્ત આચાર્ય પાસે જઇ દશપૂર્વના અભ્યાસ કર. મ્હારી આજ્ઞાથી તું ત્યાં દશપૂર્વના અભ્યાસ કરી અહીં આવજે. તને શાસનદેવી નિરંતર સહાય થાઓ અને ત્હારા મુખથી અમારા ગચ્છને વિષે દશપૂર્વ વિસ્તાર પામેા.” ગુરૂએ એવી રીતે આજ્ઞા કરી એટલે વજ, વિશાલા નગરી પ્રત્યે ગયા. વજસ્વામી જે દિવસે વિશાળા નગરીને વિષે આવવાના હતા તેજ રાત્રીમાં નિશ્ચિત મનવાળા શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ એક શુભ સ્વસ દીઠું'. તે એમકે જાણે કાઈ પરદેશથી આવેલા માણસે ઝટ મ્હારા હાથમાંથી દુધ ભરેલું પાત્ર લઇ પોતે તૃપ્તિપર્યંત પીધું, અને તે સંતેાષ પામ્યા.” ગુરૂએ સ્વની વાત પોતાના શિષ્યાને કહી, તેથી તેઓ પોતાની બુદ્ધિ પ્રમાણે જુદા જુદા વિતર્ક કરી તેના અથ વિચારવા લાગ્યા. પછી રાત્રી નગરીની બહાર રહીને સવાર થતાં વસ્વામી વિધિપૂર્વક શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયે આવ્યા. શ્રી ભદ્રગુપ્ત મુનીશ્વર દૂરથી આવતા એવા વજસ્વામીને જોઈ હર્ષથી બહુ ઉલ્લાસ પામ્યા, એટલુંજ નહિ પણ પ્રસિદ્ધિના સમાન વજ્રની આકૃતિ જોઇ તેમણે “ આ પાતે વા છે.” એમ મનમાં નિશ્ચય કર્યો. પછી વંદના કરતા એવા વજ્રસ્વામીને શ્રી ભદ્રગુપ્ત આચાર્યે સાષ પામી પેાતાના ખેાળામાં એસારી આ પ્રમાણે કહ્યું.
“ હું મહાભાગ ! તું ભલે આવ્યેા. હારૂં તપ નિવિદ્મપણે વર્તે છે તેા ખરૂં? હે વત્સ ત્હારા ગુરૂ કુશળ છે? હારૂં અહીં આવવું શા કારણથી થયું છે ?'' શ્રી વજ્રસ્વામીએ ભદ્રગુપ્ત સૂરિને નમસ્કાર કરી, હાથ જોડી અને પેાતાના મુખ આડી મુહપત્તિ રાખીને કહ્યું, “ આપે સ્વાગતાદિ જે જે મને પૂછ્યું, તે ગુરૂના ચરણ પ્રસા દથી તેમજ વતે છે. હું... ગુરૂની આજ્ઞાથી આપની પાસે દશપૂર્વના અભ્યાસ કરવા આન્ગેા છું, માટે આપ મ્હારા ઉપર કૃપા કરી મને વાચનાદાન આપો.” પછી શ્રી ભદ્રગુપ્ત આચાર્યે વસ્વામીને દશપૂર્વ ભણાવ્યાં તેમાં ગુરૂને જરાપણુ કલેશ થયા નહિ અને વજ્રસ્વાતી દશપૂર્વી થયા.
શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ વજસ્વામીને કહ્યું, કે “ હે વત્સ ! હવે તું ઝટ ત્હારા ગુરૂ પાસે જા. કારણ જે મહાત્માએ જ્યાં શાસ્ત્રના અભ્યાસ કરવાના આરંભ કર્યો હાય, તે મનસ્વી પુરૂષ તે પેાતાના ગુરૂની આજ્ઞા સ્વીકારવી જોઇએ.” શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ આવી રીતે આજ્ઞા કરી એટલે સ ંપૂર્ણ દેશપૂર્વના જાણુ એવા શ્રી વજ્રસ્વામી તેમને નમસ્કાર કરી પેાતાના ગુરૂ શ્રી સિંહગિરિ સૂરિ પાસે આવ્યા. શ્રી સિગિરિ સૂરિએ પોતાની પાસે આવેલા વજસ્વામીને તે વખતે સવ સંઘની સમક્ષ પૂર્વની આજ્ઞા કરી તેજ વખતે વજસ્વામીના પૂર્વ ભવના મિત્ર જાલક દેવતાએ પુષ્પવૃષ્ટિ વિગેરે પ્રગટ મ્હાટુ પ્રાતિહાય કર્યું. શુભ આશયવાળા શ્રી સિંહગિરિ સૂરિ, ભુસ્વામીને પોતાના ગચ્છ સોંપી પોતે અનશન લઇ સ્વર્ગે ગયા.