________________
(૮)
શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. કહ્યું. “હે માતા! હું રાજાને માટે ભેજન લઈને ઉદ્યાનમાં જાઉં છું.” પ્રિયદર્શનાએ કહ્યું. “જોઉં તે ભજન કેવું છે?” દાસીએ કહ્યું “હે માત ! જુઓ રસોઈયાએ બનાવેલું આ ભેજના બીજા માટે અને આ લાડુ ભૂપતિ માટે છે.” પ્રિયદર્શનાએ કહ્યું. “ભૂપતિને માટે જે લાડુ મેક છે તે કેવો છે. મને દેખાડ.” દાસીએ મુગ્ધપણથી હર્ષકારી એ મેદક દેખાડશે. તે પ્રિયદર્શનાએ પોતાના વિષવાળા હાથથી મર્દિત કર્યો. પછી મોદકને પાછો પાત્રમાં મૂકી પ્રિયદર્શનાએ “હે સુંદરી! વાહ તેની કેવી મધુર સુગંધ છે.” એમ કહી તેણીને રજા આપી. પછી દાસીએ રાજા પાસે જઈ તેને ભેજન આપ્યું. ભૂપતિ પણ મેદકને જોઈ મનમાં વિચાર કરવા લાગે. “આ હારા ન્હાના બે બંધુઓને મૂકી એ લાડુ મહારાથી કેમ ખવાય? માટે લાવ વેહેચીને તેઓને જ આપી દઉં.” આમ ધારી ભૂપતિએ નિષ્કપટપણે તે લાડુના બે કકડા કરી પિતાના ન્હાના બે બંધુઓને (પ્રિયદર્શનાના પુત્રને વેહેંચી આખ્યા. અને પોતે બીજું ભેજન ખાધું. જેણે પૂર્ણ ભવે શુદ્ધ ભાવથી પુણ્ય કરેલું છે તેને બીજાઓએ કરેલા અનિષ્ટો ક્યારે પણ નથી લાગતા. દુષ્ટ બુદ્ધિવાળો ક્ષુદ્ર પુરૂષ સજન ઉપર જે દુષ્ટ વિચાર કરે તે નિચે તે દુરાત્માને વિષેજ ફળીભૂત થાય છે.
હવે પેલા બે કુમારે જેટલામાં તે મેંદક ખાધો તેટલામાં તેઓ વિષવશથી તરત સુચ્છ પામીને પૃથ્વી ઉપર પડી ગયા. ભૂપતિએ સંભ્રમથી તુરત વૈદ્યોને બેલાવી એવી ચિકિત્સા કરાવી કે જેથી તેઓ તુરત નિર્વિષ થયા પછી સાગરચંદ્ર રાજાએ દાસીએ બેલાવીને પૂછ્યું કે “અરે દાસી! તેં રસ્તામાં કઈને માદક દેખા
હતો?” દાસીએ કહ્યું. “મેં તે મેદક કેઈને દેખાડો નથી પરંતુ આ કુમા રાની માતા પ્રિયદર્શનાએ તે જે હતું અને મર્દન કર્યો હતે.” પછી જાણ્યું છે સર્વ વૃત્તાંત જેણે એવા તે રાજાએ પ્રિયદર્શનાને બોલાવીને કહ્યું “હે પાપીણી! ધિકાર છે તને, મેં હારા પુત્રને પ્રથમથી જ રાજ્ય આપવા માંડયું હતું તે તે સ્વીકાઈ નહિ અને મને મારવા માટે આ વિષDગ કર્યો. હા! તે સંસારસમુદ્રમાં ફેંકી દીધેલે હું પુણ્યરહિત થાત.” એમ કહીને સાગરચંદ્ર ભૂપતિ પ્રિયદર્શનાના અને પુત્રોને રાજ્ય સેપી પોતે વૈરાગ્યથી દીક્ષા લઈ કૃતાર્થપણે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સાગરચંદ્ર મુનિ સુગુરૂ પાસે અભ્યાસ કરતા સર્વ શ્રતના પારગામી થયા.
એકદા ગુરૂની પાસે ઉજજયિની નગરીથી સાધુને સંઘાડ આવ્યું. તેને જોઈ સાગરચંદ્ર મુનિએ પૂછયું “હે મુનિઓ ! સર્વ પ્રકારની સંપત્તિથી સુશોભિત એવી ઉજજયિની નગરીમાં જિનધર્મ સુખે પ્રવર્તે છે કની ?” સાધુઓએ કહ્યું. “ અરે ત્યાં જિનધર્મનું સુખથી પ્રવર્તન કયાંથી હોય ? કારણ ત્યાં રાજાને અને પુરે હિતને પુત્ર ધર્મને બહુ છેષ કરે છે.” મુનિઓનાં આવાં કાનમાં ઉકાળેલા કથીર રેડયા જેવા વચન સાંભલી સાગરચંદ્ર મુનિ, ગુરૂને વિનંતિ કરવા લાગ્યું કે, “હે ભગવંત ! હું ત્યાં જાઉં?” ગુરૂએ આજ્ઞા આપી કે “હે વત્સ! તું તે મહા