________________
( ૨૭૪ )
ઋષિમડલ વૃત્તિ–ઉત્તરા
""
અને
વેચવાનું હાય તે લઈ તેને મૂલ આપે ત્યાં મ્હારૂં શું કામ છે ? હ પામેલી ભદ્રાએ ક્રીથી કહ્યું “ હે શ્રેષ્ઠ પુત્ર ! એને કાંઇ વેચવાનું નથી પણ તેને તુ પોતાના અને સર્વ લેાકેાને અધિપતિ જાણુ. ” માતાનાં આવાં વચન સાંભલી શુદ્ધ બુદ્ધિવાલા શાલિભદ્ર વિચાર કરવા લાગ્યા કે “ મ્હારી પશુ અધિપતિ છે તા પછી મ્હારા આ અશ્વર્યને ધિક્કાર થાઓ ! મ્હારે પરતંત્રતાથી અપવિત્ર એવા આ ભાગેાથી સર્યું. હવે હું સ્વત ંત્રતાના સુખ માટે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લઈશ.”
આવા વૈરાગ્યથી વ્યાપ્ત થયા છતાં પણ માતાના આગ્રહથી વિનિત એવા · શાલિભદ્રે પ્રિયાએ સહિત નીચે આવી શ્રેણિકને પ્રણામ કર્યા. શ્રેણિક પણ પુત્રની પેઠે તેને સ્નેહથી આલિંગન કરી, પેાતાના ખેાળામાં એસારી વારંવાર મુખ જોવા પૂર્વક તેના મસ્તકને બહુ સુંઘવા લાગ્યા. પછી શ્રેણિક રાજાના માલતીના પુષ્પની માળા સરખા હાથના સ્પર્શથી તેમજ તેણે ધારણ કરેલા પુષ્પના સુગંધથી શાલિભદ્ર ક્ષણ માત્રમાં ગ્લાનિ પામી ગયા. તેથી ભદ્રાએ ભૂપતિને કહ્યુ કે “ હે વિભા ! આ મ્હારા પુત્ર શાલિભદ્ર દેવભાગને ભાગવનારા છે માટે તેને ઝટ છેડી દ્યો. એ માણસાએ ધારણ કરેલી પુષ્પની માલાના ગંધને પણુ સહન કરવા સમર્થ નથી. એના પિતા દેવ થયેલ છે, તેથી તે પત્નીયુક્ત એવા પોતાના પુત્રને દિવ્ય આભરણ, વજ્ર અને પુષ્પાદિ આપે છે. ” પછી શ્રેણિક રાજાએ જવાની રજા આપેલે શાલિભદ્ર જેમ દેવીઓથી યુક્ત એવા દેવતા સ્વર્ગમાં જાય તેમ પેાતાના સાતમા માળ ઉપર ગયા. ભદ્રાએ બહુ આગ્રહ કર્યો તેથી શ્રેણિક રાજા ત્યાં ભાજન કરવા રહ્યો. ભદ્રાએ પણ સર્વ સામગ્રી તૈયાર કરાવી. કહ્યુ છે કે લક્ષ્મીથી શું નથી થતું ? પછી ચૂગુંથી શરીરને ચાળી બહુ જલવડે સ્નાન કરતા એવા તે શ્રેણિક રાજાના હાથની વિંટી સ્નાનવાવમાં પડી ગઈ. પછી ચપલ ચિત્તવાલા ભૂપતિએ જેટલામાં આમ તેમ શેાધ કરી તેટલામાં ભદ્રાએ પેાતાની દાસી પાસે તે સ્નાનવાવમાંથી સઘણું જલ કઢાવી નાખ્યું એટલે ભૂપતિએ તેમાં દિવ્ય અલકારાની મધ્યે અંગારા સમાન પડેલી પોતાની વિંટીને જોઇ દાસીને પૂછ્યું કે “ આ શું ? ” દાસીએ કહ્યું. “ ન્હાવાને અવસરે શાલિભદ્રે અથવા તેની સ્ત્રીઓએ નિર્માલ્યની પેઠે અંગ ઉપરથી ઉતારી નાખેલાં આભૂષણેા આ વાવમાં નાખી દેવામાં આવે છે. ” દાસીના આવાં વચન સાંભલી રાજા શ્રેણિક વિચાર કરવા લાગ્યા કે “ આ શાલિભદ્રને ધન્ય છે જે એની આવી આશ્ચર્યકારી લક્ષ્મી છે. મને પણ ધન્ય છે જે આવા શ્રીમાન્ પુરૂષષ મ્હારા રાજ્યમાં વસે છે. ભાજનને અંતે ભદ્રાએ વસ્ત્રાદિકથી · સત્કાર કરી રજા આપી એટલે અત્યંત સતાષ પામેલા શ્રેણિક પોતાના ઘર પ્રત્યે આવ્યા. પછી જેટલામાં શાલિભદ્ર સંસારને ત્યજી દેવાની ઇચ્છા કરતા હતા તેટલામાં તેના ધર્મમિત્ર આવીને તેને કહ્યું કે “ ચાર જ્ઞાનના ધાણુહાર અને ગુણના સમુદ્ર રૂપ ધર્મઘષસુરિ મૂર્તિમત ધર્મની પેઠે અહીં ઉદ્યાનમાં સમવસરેલા છે. ”
ލ