________________
‘પ્રીજ બકુમાર નામના ચમકેલીને કથા, લકાને તમે સ્પર્શ કરશે નહીં, કારણ હું તેમને રખવાળ જાગું છું. ” પ્રેઢ પ્રભાવના ભુવન રૂપ જંબૂકુમારની આવી વાણીથી તે સર્વે ચરો ચિત્રામણમાં આલેખેલાની પેઠે સ્તબ્ધ થઈ ગયા. પ્રભવ આમ તેમ જેવા લાગે તે તેણે હાથણીઓથી યુક્ત એવા હસ્તિની પેઠે સ્ત્રીઓથી વીંટળાયેલા જંબૂકુમારને દીઠે, તેથી તે પિતાનું સ્વરૂપ કહેવા લાગ્યું કે “હે મહાભાગ! હું વિંધ્ય રાજાને પ્રભવ નામે પુત્ર છું. તું મૈત્રીએ કરીને મહારા ઉપર અનુગ્રહ કર. હે સુંદર ! તું હારી ખંભિની અને મેક્ષણ અને વિદ્યા મને આપ અને હું તને હારી અવસ્વાપનિકા તથા તેલેહ્યાટિની વિદ્યા આપું.” જંબૂકુમારે કહ્યું. “હે પ્રભવ! હું સવારે આ નવી પરણેલી સ્ત્રીઓને ત્યજી દઈ ચારિત્ર લેવાને છું. હમણાં પણ હું ભાવસાધુ છું. તેથી જ હારી અવસ્વાપનિકા વિદ્યા મહારે વિષે પોતાનું બલ ચલાવી શકી નહીં. હે ભાઈ ! હું સવારે આ લક્ષમીને તૃણની પેઠે ત્યજી દઈ દીક્ષા લઈશ તે પછી હારી એ શક્તિવાલી વિદ્યાનું હારે શું કામ છે?” જંબૂકુમારનાં આવાં વચન સાંભળીને પિતાની અવસ્થા પનિકા વિદ્યાને સંવરી લઈ પ્રભવ ભક્તિથી હાથ જોડી જંબૂકુમારને કહેવા લાગ્યા.
“હે સખે ! તું નવવનવાળો હોવાથી વિષય સુખ ભોગવ અને આ નવી પરણેલી સ્ત્રીઓ ઉપર દયા કર કારણ તું વિવેકી છે. વળી જે તું આ સુલોચનાએની સાથે વિષયસુખ ભોગવીને પછી દીક્ષા લઈશ તે તે દીક્ષા વધારે શોભશે.” જંબૂકુમારે કહ્યું. “હે પ્રભવ ! કામગથી ઉત્પન્ન થએલું સુખ બહુ પાપ દેનારૂં છે, માટે દુખના કારણરૂપ તે સુખે કરીને શું ? કામગથી ઉત્પન્ન થએલું સુખ સર્ષવના દાણાથી પણ અ૫ છે અને મધના ટિપાના સ્વાદ લેનારા પુરૂષની માફક દુઃખ તે બહુ છે.” તેનું દષ્ટાંતા–
દેશ દેશમાં ભ્રમણ કરતા એવા કેઈ એક પુણ્યરહિત પુરૂષે કઈ સાર્થવાહની સાથે ભિલ્લોથી ભયંકર એવી અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં તે સાર્થવાહને લૂંટવા માટે ભિલે દેડી આવવા લાગ્યા. તેથી સર્વે સાથે લેક, મગની પિકે નાસી ગયા. પિલે સંઘથી છુટા પડી ગએલો પુરૂષ અરણ્યમાં આમ તેમ ભટકતે હતે એવામાં તેને કોઈ એક યમરૂપ ભયંકર હતિએ દીઠે તેથી કાલ સમાન ભયંકર અને ક્રોધી એવો તે હતી પેલા પુરૂષની પાછલ દેડ, પુરૂષ ભયથી પડતે અને ઉઠતે નાસી જતે હતો એવામાં તેણે કૂવાની અંદર ઉગેલા એક મોટા વડ વૃક્ષને દીઠું તુરત તે પુરૂષ વિચારવા લાગ્યું કે “વડ ઉપર રહેલા મને આ હસ્તી નિશે મારી નાખશે. વખતે કૂવામાં ઝંપાપાત કરવાથી જવું તે જવું” આમ વિચાર કરી તે પુરૂષ તુરત કૂવામાં ઝંપાપાત કરી અંદર રહેલા વડવૃક્ષની ડાળીએ વળગી પડે આ વખતે નાશકારી એ પેલો હતી તે પુરુષને