________________
શીતલી નામના મુનિવરની કથા (૧૨)
* श्री ' तेतलि' नामना मुनिवरनी कथा * જબૂદ્વીપના મધ્ય ભાગને વિષે પુષ્કલાવતી નામની વિજ્યમાં મહાવિદેહના આભૂષણ રૂપ પુંડરીકિશું નામે નગરી શોભે છે.
તે નગરીમાં સહસ્ત્રદલ કમલની પેઠે શ્રેષ્ઠ મહાપ નામે રાજા રાજ્ય કરતે હતે. દુર્જય શત્રુઓને તે ભૂપતિનું ખર્શ ઉત્તમ તીર્થરૂપ થયું હતું કે જેથી તે શત્રુસમૂહ સ્વર્ગમાં સુખના સ્થાનને પામ્યા હતા.
એકદા સુગુરૂ પાસે શ્રી અરિહંત ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા મહાપદ્મ ભૂપતિએ સુખેથી પિતાનું વિસ્તારવંત રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. અનુક્રમે ઉત્કૃષ્ટતાથી અભ્યાસ કરતા તે મુનિ ચાદપૂર્વના જાણ થયા. પછી દીર્ઘકાલપર્યત અતિચારરહિત ચારિત્ર પાલી સદુપદેશથી અસંખ્ય ભવ્યજનોને પ્રતિબંધ પમાડી નિર્મલ મનવાલા તે મહાપદ્મ રાજર્ષિ એક માસના અનશનથી મૃત્યુ પામી મહાશુક દેવકને વિષે દેવતા થયા. ત્યાંથી ચવીને તેતલપુર નગરમાં કનકરથ ભૂપતિના મંત્રી તેતલિ પુત્રના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. પિતાએ મહા મહોચ્છવપૂર્વક શુભ દિવસે સ્વજનોની અનુમતિથી તે પુત્રનું તેતલિસુત એવું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે સર્વ કલાએને અભ્યાસ કર્યો. પછી વનાવસ્થા પામેલા તે પુત્રને પિતાએ ઉત્તમ કન્યા સાથે પરણું. પિતા તેતલિપુત્ર મૃત્યુ પામ્યો એટલે રાજાએ તેતલિસુતને હર્ષથી પ્રધાનપદે સ્થાપે.
એકદા રાજ્ય કાર્ય કરી તે તેતલિસુત પિતાના ઘેર જ હતા એવામાં તેણે ગોખમાં બેઠેલી કઈ કન્યાને દીઠી. તેણીના રૂપથી મેહ પામેલા મંત્રીએ કેઈ પિતાના માણસને પૂછયું કે “હે ભદ્ર! આ ઘર કેવું છે અને આ વૈવનવાલી કન્યા કોણ છે?” તે પુરૂષે ઉત્તર આપ્યો. “આ સેનીશ્રેણીનું ઘર છે. અને આ નહિં પરણાવેલી તેની પિટિલા નામની વૈવનવતી પુત્રી છે.” પછી તે કન્યા ઉપર રાગને લીધે પરતંત્ર બનેલા મંત્રીએ શ્રેષ્ઠી પાસે તેજ માણસને મેકલી પ્રાણીગ્રહણ કરવા માટે તે કન્યાનું મારું કર્યું. શ્રેણીએ પણ તે મહા પ્રધાનને ગ્ય વર જાણી મોટા મહોત્સવપૂર્વક પિતાની પિટ્ટિલા નામની પુત્રી તેને પરણાવી. પછી તે તેતલિસુત પ્રધાન પિઢિલાની સાથે દૈગંદક દેવતાની પેઠે યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યા.
આ વખતે દુષ્ટ બુદ્ધિવાલે કનકરથ ભૂપતિ પિતાનું રાજ્યાદિ લઈ લેવાના ભયથી ઉત્પન્ન થતા એવા પુત્રને મારી નાખત. આ અવસરે રાજાની પટ્ટરાણીને અને મંત્રીની પ્રિયાને દેવયોગથી સાથેજ ગર્ભ રહ્યો. એક દિવસ પટ્ટરાણીએ તેતલિસુત પ્રધાનને એકાંતે કહ્યું. “ તું હારા એક પુત્રનું કુલની સ્થિતિને માટે ગમે તે ઉપાયથી રક્ષણ કર.” મંત્રી તે વાત અંગીકાર કરીને ગયા પછી અતિ હર્ષ પામેલી રાણું પુણ્યના સમૂહને સૂચવનારા ગર્ભને પોષણ કરવા લાગી. પૂર્ણ સમયે રાણાએ