________________
શ્રી મેતા નામના મુનિવરની કથા (૯૭) થયા હતા. પ્રિયદર્શનાએ પણ ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રને જન્મ આપે હતે. ચંદ્રાવતંસ ભૂપાલે સાગરચંદ્રને યુવરાજ પદે સ્થાપી મુનિચંદ્ર કુમારને ઉજજયિની નગરી આપી.
એકદા માઘમાસને વિષે ચંદ્રાવતંસ ભૂપાલે રાત્રીએ સામાયિક વ્રત લઈ એવો અભિગ્રહ લીધો કે “ જ્યાં સુધી આ હારા વાસગૃહમાં આ દી બલે ત્યાં સુધી મહારે ત્રણ પ્રકારના સંસારના તાપને નાશ કરનાર કાયેત્સર્ગ હો ” ભૂપતિએ આ ઉગ્ર અભિગ્રહ લઈ કાયોત્સર્ગ કર્યો એટલામાં તેની શય્યાપાલિકા દાસી પિતાના મનમાં વિચાર કરવા લાગી કે, “દી હોલવાઈ જવાને લીધે ઘોર અંધકાર થયે છતે હારે ભૂપતિ શય્યામાં સૂવા માટે શી રીતે આવી શકશે ?” આમ વિચાર કરીને તેણીએ પહેલા પહોરને વિષે દીવામાં તેલ ખૂટયું એટલે ફરી ભૂપતિના દુષ્કર્મ યોગથી દીવામાં તેલ પૂર્યું. આ પ્રમાણે તેણીએ સ્વામીભક્તિને લીધે બીજા, ત્રીજા અને ચોથા પહોરને વિષે દીવામાં તેલ પૂર્યા કર્યું. પછી પ્રભાતે ચંદ્રાવતંસ ભૂપતિને કમળપણથી કઈ એવી વેદના ઉત્પન્ન થઈ કે જેથી તે મૃત્યુ પામે. પાછલ પ્રધાનાદિ પુરૂષોએ મહા ભાગ્યવંત એવા સાગરચંદ્રને ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો. એક દિવસ મહાશય એવા સાગરચંદ્ર ભૂપતિએ પિતાની અપર માતા પ્રિયદર્શનને સ્નેહપૂર્વક કહ્યું. “હે માત! આપ હારી આજ્ઞાથી આ સામ્રાજ્યપદ આપના મનની પ્રસન્નતા માટે નિચે આપના પુત્રને આપો. કારણ વૈરાગ્યવાસિત થએલો હું અરિહંત સંબંધી દીક્ષા લઈશ.” પુત્રે આમ કહ્યું તેપણ પ્રિયદર્શનાએ લેલજજાથી તેનું વચન માન્ય કર્યું નહીં. પછી સાગરચંદ્ર ભૂપતિ પોતાના પુત્રની પેઠે પ્રજાનું પાલન કરતો છતા પિતાના પુણ્યથી પૃથ્વીનું રાજ્ય ભેગવવા લાગે.
એકદા રાજ્યલક્ષમીથી દેદીપ્યમાન એવા સાગરચંદ્ર ભૂપાલને જે અપર માતા પ્રિયદર્શના વિચાર કરવા લાગી કે. “હા હા ! ધિક્કાર છે મને, જે મેં તે વખતે મારા પુત્રને રાજ્ય આપતા એવા આને ના પાડી. જે હારા પુત્રને રાજ્ય મળ્યું હોત તે તે પણ હમણ આની પેઠે બહુ શોભા પામત. જે તે આજ સુધી નાશ નથી પામ્યા તે હું તેને મારી નાખ્યું જેથી મહારા પુત્રને રાજ્ય મલે.” આ પ્રમાણે વિચાર કરી તે પ્રિયદર્શના રાજાનાં છિદ્ર જેવા લાગી. કેઈ એક દિવસ સવારે સાગરચંદ્ર ભૂપતિ પિતાના પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં કીડા કરવા ગયે. ત્યાં ક્રિીડા કરતા એવા ભૂપતિને બહુ ભૂખ લાગી તેથી તેણે રસોઈયા પાસેથી શીધ્ર ભજન મગાવ્યું. રસોઇયાએ પણ સ્નિગ્ધ ભજન દાસીના હાથમાં આપી ભૂપતિ પાસે મોકલી. તે ભોજનમાં ભૂપતિ માટે એક મોટો લાડુ બનાવ્યો હતો. આ વાતની અપરમાતા પ્રિયદર્શનાને ખબર પડી તેથી દુષ્ટ બુદ્ધિવાલી તે પિતાના હાથ વિષ વાળા કરી ઝટ માર્ગમાં આવીને ઉભી રહી. પછી તે દુષ્ટાએ દાસીને આવતા જોઈ પૂછયું કે “અરે ! હારા હાથમાં શું છે અને તું કયાં જાય છે તે કહે?” દાસીએ
૧૩