________________
શ્રી મેતાર્યું ? નામના મુનિવરની કથા.
(૨)
29
પછી પુરીમાં જઇ ધર્મદ્વેષી એવા તે બન્ને પુત્રાને ધર્મને વિષે સ્થિર કર, સાગરચંદ્ર મુનિ અવતી નગરી પ્રત્યે ગયા અને અનુક્રમે સાંજ વખતે ત્યાં ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાંના સ્થાયી સાધુઓએ તેમને પોતાની પાસે રાખ્યા. તેથી તે મુનિ ત્યાં પોતાની શુદ્ધ સમાચારી કરવા લાગ્યા.
??
ખીજે દિવસે ભિક્ષાવસરે સાધુઓએ તેમને કહ્યું કે “ હું મહામુનિ ! અમે આપના માટે ભિક્ષા લાવશું માટે આપ અહિંજ રહેા. ” સાગરચંદ્ર મુનિએ કહ્યું હું પોતેજ આણેલા આહાર લઉં છું. માટે હે મુનિ ! તમે મને યાગ કુલ મતાવેા.” પછી સાધુઓએ તેમની સાથે એક ખાલ શિષ્યને માકલ્યા. તે શિષ્ય તેમને પુરેાહિતનું ઘર ખતાવી તેમની આજ્ઞાથી પાછા વળ્યેા. સાગરચંદ્ર મુનિ પણ પુરેાહિતના ઘરની અંદર જઇ મ્હોટા શબ્દથી જેટલામાં વારંવાર ધર્મલાભ કહેવા લાગ્યા તેટલામાં પુરહિતની સર્વ શ્રી આએ તેમને કહ્યું કે, “હે મુનિ ! આપ ધીમે એલે કારણ કે અહીં એ દુષ્ટ કુ મારા રહે છે. સ્ત્રીઓએ આમ કહ્યા છતાં પણ મુનિ તે તેમને ગાઢ સ્વરથી ધર્મોશિષ દેવા લાગ્યા. તે ઉપરથી સ્ત્રીઓએ જાણ્યું કે આ મુનિ બેહેરા દેખાય છે. પછી તે સ્ત્રીઓએ શુદ્ધ અન્નથી પ્રતિલાલેલા મુનિ મ્હોટા સ્વરથી ધર્મલાભ આપી જેટલામાં દ્વાર પાસે આવ્યા તેટલામાં ધમ લાભના શબ્દ સાંભળી અત્યંત ક્રોધ પામેલા પુરાહિતના અને રાજાના પુત્ર તુરત દ્વાર પાસે આવી તે ઉત્તમ મુનિને કહેવા લાગ્યા કે અરે મુંડ ! અમારી આગળ નૃત્ય કર, નહિ તે ત્હારા અહીંથી ક્યારે પણ છુટકા થવાના નથી.” મુનિએ કહ્યું, “હે કુમારો! હું અદ્ભૂત એવું નૃત્ય તે કરીશ પણ તેને ચેાગ્ય એવું વાજીંત્ર કેણુ વગાડશે ? જો તમે બન્ને જણા મારા નૃત્યને ચેાગ્ય વાજીંત્ર નહિ વગાડા તા હું તમને બન્ને જણાને મહા દુ:ખદાયી શિક્ષા ક રીશ.” મદોન્મત્ત એવા તે એ કુમારીએ મુનિ સાગરચંદ્રને સ્ક્યુ “ હે મુનીશ્વર ! તમે નૃત્ય કરી અમે તમારે ચેાગ્ય વાજીંત્ર વગાડશું, ” પછી સુમુદ્ધિવાળા સાગરચંદ્ર મુનિ પૂર્વના અભ્યાસથી આદરપૂર્વક નૃત્ય કરવા લાગ્યા તે વખતે બન્ને કુમાર મૂર્ખ પણાને લીધે વાજીંત્ર વગાડવા લાગ્યા. પછી અત્યંત ક્રોધ પામેલા સાગરચંદ્ર મુનિએ “ અરે અધમ કુમારો ! મ્હારા નૃત્ય પ્રમાણે તમે ચેાગ્ય વાજીંત્ર કેમ નથી વગાડતા ? ” એમ કહીને એક હાથવડે પકડી તેઓને એવા તાડન કર્યો કે જેથી તેમના શરીરના સાંધે સાંધા ઉતરી ગયા. આમ થવાથી તેા તેઓ જવા, આવવા, ઉઠવા કે બેસવા પણ સમર્થ થયા નહીં. ત્યાં ને ત્યાં રહ્યા છતાં બહુ દુઃખ પામવા લાગ્યા. મુનિએ પણ તુરત દ્વાર ઉઘાડી ઉદ્યાનમાં જઇ જિનેશ્વરનું ધ્યાન કરવાપૂર્વક કાયાત્મ કર્યો.
પછી આ વૃત્તાંતની પતિને ખબર પડી એટલે તે રાજસેવકા પાસે સાધુએના આશ્રમને વિષે તે મહામુનિની શેાધ કરાવવા લાગ્યા. ઉપાશ્રયમાં રહેલા સાધુઆએ કહ્યું. “ અહીં કોઇ પ્રાધુણુંક સાધુ આવ્યા હતા પણ તે કયાં ગયા તે અમે