________________
( ૩૧૪ )
શ્રી ઋષિસ'ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
tr
આએ રાજાના જોતાં છતાં તેમ કર્યું પણ પેલી એક દુરાચારણીએ તા ભૂપતિને કહ્યું કે “હું તે। આ હસ્તિથી ભય પામુંછું.” રાજાએ ક્રોધથી તેને જળથી ઉત્પન્ન થએલા કમળદડના પ્રહાર કર્યાં જેથી તે રાણી કૃત્રિમ મૂર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગઈ. રાજાએ બુદ્ધિથી તેને અસતી જાણી નિશ્ચય કર્યો કે “ વૃદ્ધ સાનીએ કહી હતી તે આજ દુરાચારિણી દે.” વળી ભૂપતિએ તે રાણીના વાંસામાં સાંકળના પ્રહા રથી થએલાં ચિન્હા જોયાં તેથી તેણે ટચકારા કરી હાસ્યપૂર્વક કહ્યું. “તું મદોન્મત્ત હસ્તિની સાથે ક્રીડા કરે છે, છતાં આ લાકડાના હસ્તિથી ભય પામે છે? વળી સાંકળના પ્રહારથી ખુશી થાય છે, છતાં કમળઈડના પ્રહારથી મૂર્છા પામે છે ?
પછી ક્રોધથી રાતા નેત્રવાળા તે ભૂપતિએ વૈભાર પર્વત ઉપર જઈ ત્યાં તેજ હસ્તિ ઉપર બેસીને આવવાની મહાવતને આજ્ઞા કરી. પછી રાણી સહિત મહાવતને હસ્તિ ઉપર. બેસારી ભૂપતિએ તે મહાવતને આજ્ઞા કરી કે “ પર્વતના વિષમ પ્રદેશ ઉપર આ હસ્તીને લઈ જઈ પછી પાડી નાખજે, અને તે હસ્તીના પડવાથી તમારા બન્નેના નાશ થશે.”
રાજાની આવી આજ્ઞાથી મહાવત હસ્તીને પર્યંતના શિખર ઉપર લઈ ગયા, ત્યાં તેને એક પગ ઉંચા રખાવી ત્રણ પગે ઉભા રાખ્યા. તે જોઇ લેાકેા હાહાકાર કરી કહેવા લાગ્યા. “ હે નરેશ્વર ! નિશ્ચે તમારે આ હસ્તીને મારવા ચેાગ્ય નથી.” લાકાના આવા પાકારને પણ જાણે પોતે ન સાંભળ્યે હાયની ? એમ ભૂપતિએ તેને પાડી નાખવાનું કહ્યું. જેથી મહાવતે હસ્તીને બે પગે ઉભા રાખ્યા. “ હા હા આ હસ્તિ વધ કરવા ચેાગ્ય નથી, એમ લેાકેા કહેતા પણ રાજા માન રહ્યો તેથી મહાવતે હસ્તીને ત્રણ પગ ઉંચા રખાવી ફક્ત એક પગે ઉભા રાખ્યા. હસ્તીનું મરણ જોવા અશક્ત થએલા લેાકેા હાહાકાર કરતા છતા ઉંચા હાથ કરીને રાજાને કહેવા લાગ્યા. “ હે મહારાજ! દક્ષિણાવર્તી શંખની પેઠે દુર્લભ એવા આ હસ્તિ બહુ શિક્ષિત અને બીજા હસ્તીએથી ઉત્તમ છે. આપ ઇચ્છા પ્રમાણે કરી શકે તેમ છે પણ આ હસ્તી તેા અપરાધી નથી. આપ હસ્તીને મરાવી નાખશે તે લેાકમાં આપના અવિવેકથી ઉત્પન્ન થએલી નિર’કુશ એવી અપકીર્તિ ફેલાઇ જશે. હે નર.. શ્વર ! આપ પાતાના ચિત્તમાં કાર્યકાર્યના વિચાર કરી પ્રસન્ન થઈ આ દુર્લભ એવા હસ્તિરત્નનું રક્ષણ કરે.”
રાજાએ “એમ થાએ” એવું કહી ફરી લેાકેાને કહ્યું. “ હું લેાકેા ! તમે મ્હારા વચનથી તે મહાવતને હસ્તિનું રક્ષણ કરવાનું કહેા.” પછી લાકોએ મહાવત પાસે જઇ તેને કહ્યું. “ હે મહાવત તું આટલી ઉંચી ભૂમિ ઉપર લઇ ગએલા હસ્તિને પાછા ઉતારવા શક્તિવંત છે ?” મહાવતે કહ્યું, “જે પૃથ્વીનાથ અમને બન્નેને અભય આપે, તે હું આ હસ્તીનને ઉતારૂં.” પછી લેાકેાની વિનંતિ ઉપરથી
(1
: