________________
T ( ૭૨ )
શ્રીઋષિમ‘ડલ વૃત્તિ ઉત્તરાનું // * શ્રીનુવ્રત” નામના મુનિની
લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ આ ભરતક્ષેત્રના સુદર્શનપુરમાં ઉત્તમ ગુણ્ણાના આશ્રયરૂપ શિશુનાગ નામના ઉત્તમ બુદ્ધિવાળા શ્રેષ્ઠી વસતા હતા. લક્ષ્મી પોતાના સ્વભાવિક ચપળતાનો ક્રોષ ત્યજી દઈ નિરંતર તેના ઘરને વિષે ઉત્સાહ પામતી છતી રહેતી હતી. જેણીએ પેાતાના શીળગુણુથી સતી સ્ત્રીઓને વિષે અગ્રેસરપણું મેલવ્યું હતું એવી અને જાણે સાક્ષાત્ દેહધારી ગૃહલક્ષ્મીજ હાયની ? એવી તે શ્રેષ્ઠીને સુયશા નામે સ્ત્રી હતી. નિરંતર શ્રાવકત્રત પાળતા અને ભાગ ભાગવતા એવા તેઓને ઉત્તમ ગુણલક્ષ્મીએ કરીને પવિત્ર એવા સુવ્રત નામે પુત્ર થયા. ગુરૂ પાસે સર્વ કલાઓના અભ્યાસ કરતા એવા તે શ્રેષ્ઠિપુત્રે પેાતાના પુણ્યથી કલાધારીઓમાં અગ્રેસરપણું મેલવ્યું. અનુક્રમે તે સ્ત્રીઓના મનરૂપ મદોન્મત્ત મૃગને વશ કરવામાં પાસરૂપ સાભાગ્યલકમીવાળુ દિવ્ય યાવન પામ્યા, જેથી તે શુદકદેવની પેઠે નિરંતર સુખસંપત્તિ ભાગવતા હતા.
એકદા તે પેાતાના આવાસના ગાખ ઉપર બેસીને નગરની શેાભા જોતા હતા. એવામાં તેણે પોતાના ઘરની પાસેના કાઇ ધરને વિષે જોવા ચાગ્ય કાંતિવાળી, મનેહર અને રંભાના સરખી કાઈ સ્ત્રીને દીઠી. વિવિધ પ્રકારના તે તે ઇષ્ટ વિલાસથી ક્રીડા કરતી એવી તે સ્ત્રીને જોઇ બુદ્ધિમાન એવા સુવ્રત વારંવાર વિચાર કરવા લાગ્યા. “ અહા ! શું એણીનું રૂપ! એના પતિ કેવા તેની સાથે ક્રીડા કરે છે. ખરેખર ઉત્તમ પુરૂષોને આવા યાગ તેા પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. સુન્નત આ પ્રમાણે વિચાર કરતા હતા એવામાં તેના પ્રિયમિત્રા આવ્યા તેથી તે તેમની સાથે વાતા કરવા લાગ્યા એટલે પેલી વાત ભૂલી ગયા. બીજે દિવસે પવિત્ર બુદ્ધિવાળા સુત્રત ફ્રી શેખને વિષે બેઠે. આ વખતે પેલી સ્ત્રીને અચાનક વ્યાધિ થઇ આવ્યા તેથી તે તુરત મરી ગઇ. આંદ કરતા એવા તેણીના બંધુએ શાકથી તેણીને સ્મશાનમાં લઇ જતા હતા. તે ગાખમાં બેઠેલા સુત્રતે દીડી. તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ પ્રાણીઓને દુ:ખના ભંડારરૂપ આ સંસારને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ, ફક્ત મૂર્ખ પુરૂષોજ આ સંસારમાં આસક્ત થાય છે. પરંતુ વિવેકી પુરૂષો તા તેથી વિરાગવંતા થાય છે. જીવિત અને ધનાદિ સર્વ સન્ધ્યા સમયના વાદળાના રંગ જેવું છે. સંસારના સંચાગ પણ વિયેાગથી નાશવતા છે. માટે વિનશ્વર એવા કુટુંબમાં નિવાસ કરવાની મ્હારે કાંઇ જરૂર નથી. જ્યાં શાશ્ર્વત તત્ત્વ હોય ત્યાં વાસ કરવા યેાગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને પુણ્યાત્મા તથા ક્ષમાધારી એવા સુત્રને માતા પિતાની આજ્ઞા લઈ સુગુરૂ પાસે દીક્ષા લીધી. ત્યારપછી તે ચારિત્રને પાલવા લાગ્યા. અનુક્રમે સર્વ સિદ્ધાંતના અભ્યાસવાળા અને સાધુની શિક્ષાદિના પારને પામેલા તે સુન્નત મુનિ, ગુરૂની આજ્ઞાથી એકલ વિહારી થયા.
,,