________________
શ્રીઅભયકુમાર કથાન્તર્ગત શ્રીઉદાયન રાજર્ષિની કથા (ર૭) વિવેકના બંધુરૂપ એવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે “શ્રી વિરપ્રભુએ જે ગામ નગરને પવિત્ર કર્યા છે તે ધન્ય છે વળી જે રાજાઓએ તેમના મુખથી ધર્મ સાંભ
ન્યો છે તેઓને પણ ધન્ય છે. તે પ્રભુની ધર્મદેશનાથી ઉજવલ પ્રતિબોધ પામી જેમણે શ્રાવકધર્મ આદર્યો છે તે જ કૃતાર્થ થયા છે. તેમજ તે પ્રભુના પ્રસાદથી. જેઓ વિરતિ પામ્યા છે તેઓ વંદન કરવા ગ્ય તથા વખાણવા છે અને તેમનેજ વારંવાર નમસ્કાર થાઓ. હમણ જે તે પ્રભુ વિહાર કરતા કરતા અહિં આવે તે હું તેમની પાસે સર્વવિરતિ અંગીકાર કરી કૃતાર્થ થાઉં” આ વાત જાણુ શ્રીવીરપ્રભુ તે ઉદાયનના હિતને માટેજ ચંપાપુરીથી દેવતાઓએ વિંટાએલા છતા ત્યાં સમવસર્યા. ઉત્તમ બુદ્ધિવાળો ઉદાયન પ્રભુ પાસે જઈ ધર્મ સાંભળી ઘરે ગયો. ત્યાં તે વિચારવા લાગ્યો કે “જે વ્રતેચ્છુ એવો હું મારા પુત્ર અભિચિને રાજ્ય આપું તે મેં તેને નવ પ્રકારના નૃત્ય કરનાર નટ બનાવ્યું એમ કહેવાશે કારણે નીતિના જાણ પુરૂષો પણ રાજ્યને નરક આપનારું માને છે. માટે હું મહારા પુત્રને તે રાજ્ય નહિ આપું કદાપિ આપું તે તેમાં તેનું હિત શું થવાનું? પછી નિસ્પૃહ અને ભિન્ન સ્વભાવવાળા ઉદાયન રાજાએ પોતાના ભાણેજ કેશીને પિતાની રાજ્યલક્ષમી આપી. વળી તેણે જીવતસ્વામીની પ્રતિમાના પૂજનને અર્થે બહુ ગામ, નગર અને આકરાદિ આવ્યાં
શ્રી મહાવીર પ્રભુ અભયકુમારને કહે છે કે, પછી ઇદ્રિને દમન કરનારા ઉદાયન ભૂપતિએ કેશીએ કરેલા નિષ્કમણું ઉત્સવપૂર્વક અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તીવ્ર તપથી તેણે પિતાના દેહને પૂર્વ ભવના કર્મ થી શુદ્ધ કર્યો. આ વખતે ફરી અભયકુમારે નમસ્કાર કરીને શ્રી જિનેશ્વરને પૂછયું કે “એ ઉદાયન રાજર્ષિને ઉત્તરકાલ કે થશે?” પ્રભુએ કહ્યું. “પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે મુનિને કોઈ એક દિવસ અકાળે અપચ્ચ ભેજન ખાવાથી મહાવ્યાધિ થશે. તે વખતે નિર્વિઘ અંત:કરણવાળા વૈદ્યો ગુણના સમુદ્રરૂપ તેમને કહેશે કે “હે મુનિ ! દહીં ભક્ષણ કરો પછી દેહને વિષે આસક્તિ રહિત એવા પણ તે મુનિ ગષ્ટને વિષે વિહાર કરશે કારણ કે ત્યાં નિર્દોષ એવું દહિનું ભજન મલવું સુલભ હોય છે. એકદા તે મુનિ વિતભય નગર પ્રત્યે જશે. તે વખતે ત્યાં કેશી ભાણેજ રાજ્ય કરતા હતા. ઉદાયન રાજર્ષિને આવ્યા સાંભળી પ્રધાને કેશીને કહેશે કે “હમણાં ચારિત્રને ત્યજી દેવાની ઈચ્છાવાળે તમારે મામે અહીં આ વેલ છે. ઇંદ્રપદ સમાન સમૃદ્ધિવંત રાજ્યને ત્યજી દઈ તે શાંતભાવને પામ્યા હતા. પણ હમણાં તે તે ફરી રાજ્યને અર્થે આવ્યા છે. માટે તમારે તેમને વિશ્વાસ કરે નહિ.” કેશીએ તે પિતાનું રાજ્ય આજે ભલે સ્વીકારે” એમ કહેશે. એટલે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓ ફરી તેને કહેશે કે “ પૂર્વના પુણ્યથીજ તમને રાજ્ય મળ્યું છે. તે તમને કેઈએ આપ્યું નથી. રાજાને ધર્મ એ નથી જે