________________
શ્રીજ'સ્વામી' નામના ચરશકેલીની કથા.
(૫૭)
પતિ ( રાજા ) ને ત્યજી દઇ જાર પુરૂષની ઈચ્છા કરી તેા તું પણુ પતિ અને જામ્ એ બન્નેથી ભ્રષ્ટ થઇ છું, તા હવે તુ પણુ છુ જોયા કરે છે, ”
શિયાલનાં આવાં વચન સાંભલી અત્યંત પશ્ચાતાપ પામેલી તે પુૠલી પ્રત્યે તે વ્યંતર દેવતાએ પ્રગટ થઈ આ પ્રમાણે કહ્યુ. હે પાષિષ્ઠે ! તે આવાં પાપકર્મ જ કર્યાં છે, તા પણ હમણાં પાપરૂપ કાદવનો ત્યાગ કરવા માટે જૈનધર્મના આશ્રય કર. હું મુગ્ધ ! જેને તે મરાવી નાખ્યા હતા તે હું' મહાવત છું. હું જૈનધર્મના પ્રભાવથી દેવતા થયા છું. તે તું મને જો, ” પછી “ હું ચારિત્ર લઇશ ” એવા નિશ્ચયન વાલી તે સ્ત્રીને સાધ્વી પાસે લઈ જઈ દેવતાએ ચારિત્ર લેવરાવ્યું.
( પદ્મશ્રી ` જ ખૂ કુમારને કહે છે કે) હે નાથ ! મનુષ્યને આવા પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરાવનારાં દ્રષ્ટાંતાના અનાદર કરી આપ વિષય સુખ ભેાગવા.
""
જ ખૂકુમારે કહ્યું. “ હું વિદ્યુન્માલી દેવતાની પેઠે પ્રેમઘેલેા થયા નથી. હું પ્રિયે! તેનું દ્રષ્ટાંત સાંભળ:
આ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલા વૈતાઢય નામે પર્વત છે. તેની ઉત્તર શ્રેણિ ઉપર ગગનવલ્લભ નામનું નગર છે. ત્યાં પરસ્પર પ્રીતિવાળા અને યુવાન એવા મેઘરથ તથા વિશ્વમાલી નામના બે સગાભાઇઓ રહેતા હતા.
એકદા તે બન્ને ભાઇઆએ, ઉત્તમ વિદ્યા સાધવાના વિચાર કર્યો કે “ આ પણે ગાચર ( ચાંડાલ ) પાસે જઇએ કે ત્યાં આપણી વિદ્યા નિશ્ચે સિદ્ધ થશે. વિદ્યા સિદ્ધ કરવાના એવા વિધિ છે કે નીચ કુલમાં ઉત્પન્ન થએલી કન્યાને પરણી એક વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રત પાલવું. ” પછી તેઓ માતાપિતાની રજા લઈ સુખે દક્ષિણ ભરતામાં વસતપુર નામના નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેઓએ ચંડાલના વેષ ધારણ કરી અને ચંડાલની પાટીમાં જઇ એ ચંડાલ કન્યા સાથે લગ્ન કર્યું, વિદ્યન્માલી ચંડાલ કન્યા ઉપર બહુ રાગી થયા તેથી તે વિદ્યા સાધન કરી શકા નહીં. ધિક્કાર છે સ્વાર્થમાં વિઘ્ન પાડનારા કામને ! ! !
અનુક્રમે વિદ્યુન્ગાલીની સ્ત્રી સગર્ભા થઇ અને મેઘરથ એક વર્ષ પૂર્ણ થએ વિદ્યાસિદ્ધ થયા. પછી મેઘરથે વિદ્યુમ્માલીને કહ્યું. “ ભાઇ ! આપણે વિદ્યાસિદ્ધ થયા છીએ, માટે ચાંડાલ કન્યાને ત્યજી દે. આપણે વૈતાઢય પર્વતની સુખ સંપપત્તિને ચાગ્ય થયા છીએ, જેથી આપણને ઉત્તમ રૂપવતી ખેચર કન્યાએ પાતાની મેળે આવીને વરશે. ” લખ્તથી નીચું મુખ કરી રહેલા વિદ્યુમ્માલીએ મેઘસ્થને કહ્યું. “ હું ખધા વિદ્યાથી યુકત થએલા તુજ વૈતાઢય પર્વત ઉપર જા. તુ ઉત્તમ વ્રત પાલવાથી વિદ્યાસિદ્ધ થયા છે. અધમ સત્ત્વવાલા મેં વેગથી નિયમરૂપ વૃક્ષને તાડી પાડયુ છે, તો પછી તે નિયમથીજ ઉત્પન્ન થનારૂં વિદ્યાસિદ્ધિનું ફૂલ કયાંથી હાય ? હે ભાઈ ! હું આ ગર્ભવતી સ્ત્રીને શી રીતે ત્યજી દઉં ? તેમજ વિદ્યાવત
"