________________
શ્રી જમૂસ્વામી' નામના ચરમકેવલીની થા.
( ૨૮૩)
પ્રયત્ન કરે છે. ” પછી ગુરૂએ ભવદત્તને પૂછ્યું કે “ હારી સાથે આ બીજો કાણુ આવ્યા છે ? ” ભવદત્ત ઉત્તર આપ્યા કે “ હું ભગવન ! તે વ્રત લેવા આવેલા છે. ” પછી ગુરૂએ ભવદેવને પૂછ્યુ કે “ તું દીક્ષા લેશે ? ” ભવદેવે કહ્યું. “ મ્હારા ભાઈ મૃષા ભાષણ કરનારા ન થાઓ. ” ગુરૂએ તેને તુરત દીક્ષા આપી અને ખીજા એ સાધુઓની સાથે વિહાર કરવા આજ્ઞા આપી.
હવે બહુ વાર થયા છતાં પણ જ્યારે ભવદેવ ઘેર ન ગયેા ત્યારે સ્વજન પાછા સુગ્રામ ગામમાં આવી પૂછવા લાગ્યા કે “ અર્ધા આભૂષણા ધારણ કરાવેલી સ્ત્રીને ત્યજી દઇ ભવદેવ તમારી પાછલ આવ્યા છે, તે જયાં સુધી ઘેર નથી આભ્યા ત્યાં સુધી અમે જીવતા છતા મુવા સરખા છીએ તેમજ પતિના સમીપપણાને ત્યજી દીધેલી ચકલીની પેઠે તે નવીન કન્યા મનમાં બહુ ખેદ પામે છે એટલું જ નહિં પણ તેણીના નેત્રમાંથી ઝરતું જલ કયારે પણ સુકાતું નથી. ભવદેવ એકલા રા લીધા વિના કાંઇ ચાલ્યા જાય તે સ્વમામાં પણ સંભવતું નથી. તે તે શું કયાંઈ ગયા હશે ? ભવદેવને નહિ જોવાથી જાણે પેાતાનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું હાયની ? અથવા તે જાણે પાતે ગાંડી થઇ ગઇ હોયની ? એમ નાગિલા પોતે ત્યાં આવીને વારંવાર ભવદત્ત મુનિને પૂછવા લાગી કે “ હું સાધેા ! તમારા ન્હાના ભાઇ કયાં ગયેલ છે ? ભવદત્ત મુનિએ પાતાના ન્હાના ભાઇનું ધર્મને વિષે ઉત્તર લ ઈચ્છતાં છતાં મિથ્યા વચન કહ્યું કે “ તે અહીં આવીને તુરત ચાલ્યા ગયા છે. તેથી હું નથી જાણતા કે તે કયાં ગયા છે. ” પછી “ શું તે ખીજા માળે ગયેા હશે ? એમ કહેતા અને જાણે છેતરાયેલા હાયની ? એવા અતિ દીન થએલા મુખવાળા તે સર્વે માણસે પાછા આવ્યા.
22
હવે ભવદેવ મનમાં નવાઢા એવી નાગિલાનું સ્મરણ કરતા છતા કેવલ ભાઇની ભક્તિને લીધેજ મન વિના ચારિત્ર પાળતા હતા. કેટલેક કાળે ભવદત્ત સુનિ અનશન લઇ મૃત્યુ પામી સાધર્મ દેવલાકમાં મહા સમૃદ્ધિવંત દેવતાપણું ઉપન્યા. પછી ભવદેવ મનમાં વિચાર કરવા લાગ્યા કે “ મને નાગિલા બહુ પ્રિય છે તેમ હું પણ તેને બહુ વ્હાલા છું છતાં અમારા બન્નેને વિયોગ થયા છે. મે ભાઇના ઉપરાધથી બહુ કાલ દીક્ષા પાળી છે પણ તે ભાઈ તેા સ્વગે ગયા તા હવે કલેશ આપનારી આ દીક્ષાવડે મ્હારે શું ? હું જેવા તે પ્રાણપ્રિયા નાગિલાના વિયેાગથી પીડા પામ્યા હું તેવા આ દુષ્ટ વત્તથી પીડા પામ્યા નથી. હા હા તા હવે તે કેવી થઈ ગઈ હશે ? મૃગના સરખા નેત્રવાળી તે પ્યારીને જો હું જીવતી જોઈશ તા સકામ એવા હું તેની સાથે નિરંતર ક્રીડા કરીશ.”
ભવદેવ આ પ્રમાણે વિચાર કરી પેાતાનું બહુ કાળ પાળેલુ દાક્ષિણ્યપણું ત્યજી દઇ ખીજા સર્વે સાધુઓની રજા લઈ ત્યાંથી ચાલી નિકળ્યા. સસારમાં પડવાને