________________
શ્રીઅભયકુમાર નામના મુનિપુણેવની કથા. (૨૨૫) તે બને જણીઓએ ક્રોધ કરી કાઢી મૂકી. બીજે દિવસે પણ તે દૂતી ત્યાં આવી ભૂપતિ માટે તે બન્ને સ્ત્રીઓની વિનંતિ કરવા લાગી. તે દિવસ પણ ક્રોધથી બને સ્ત્રીઓએ તેનું અપમાન કરી તરત કાઢી મૂકી. ત્રીજે દિવસે પણ હૂતી આવી અને હંમેશની માફક વિનંતિ કરવા લાગી. એટલે તે બન્ને સ્ત્રીઓએ કહ્યું કે આ અમારો ધણું અમારું રક્ષણ કરે છે. આજથી સાતમે દિવસે તે બહાર જવાના છે. તે વખતે તારે રાજા ગુસરીને અહીં આવે કે જેથી તેને અમારે મેળાપ થશે.”
હવે અભયકુમારે ચંડપ્રદ્યતન રાજાના સરખા પિતાને એક માણસને ગાંડ બનાવ્યું અને તેનું ચંડપ્રદ્યતન નામ પાડયું. પછી તે ગાડે “હું પોતે ચંડપ્રદ્યતન છું. મહારે ભાઈ આવે અથવા આ પિતે છે. હારે તેનું રક્ષણ કરવું જોઈએ. હું શું કરું? એમ નગરીમાં ભમતે છતો કહેવા લાગ્યો. “ એને વૈદ્યના ઘર પ્રત્યે લઈ જાઓ.” એમ અભયકુમાર હંમેશા બહાર આવીને કહેતે અને માંચા ઉપર બેઠેલા અને ઉપર કહ્યા પ્રમાણે બોલતા એવા તે ગાંડાને લઈ જતો, પણ તે ગાંડે તે ચેક કે અધિક અધિક હું પિતેજ ચડપ્રદ્યતન છું એમ કહેતે.
હવે હસ્તિની પિઠે કામથી તપ્ત થએ ચંડપ્રદ્યતન રાજા પિતે એક સાતમે દિવસે અભયકુમાર બહાર ગયે છતે તેના ઘર પ્રત્યે ગુપ્ત રીતે આવ્યા. ત્યાં તેને અભયકુમારના સુભટોએ બાંધ્યું. “ અભયકુમાર એ ગાંડાને વૈદ્યના ઘરે લઈ જાય છે. ” એમ નાગરીક લકે કહેતા હતા. એટલામાં અભયકુમાર તે દિવસને વિષેજ ખાટલામાં ઘાલીને બાંધી રાખેલા ચંડપ્રદ્યોતનને નગરીમાંથી લઈ ગયે. અને ગાઉ ગાઉને છેટે રાખેલા ઉત્તમ અધવાલા રથની સહાયથી તુરત તે ચંડપ્રદ્યોતનને રાજગૃહનગર પ્રત્યે પહોંચાડ અભયકુમાર ચંડપ્રદ્યોતનને શ્રેણિક રાજા પાસે લઈ ગયે. શ્રેણિક પણ ખરું ખેંચી ચંડપ્રદ્યતનને હણવા માટે તેના સામે દેડ. પછી અભયકુમારે શ્રેણિક રાજાને સમજાવ્યા તેથી તેમણે વસ્ત્રાલંકારથી સત્કાર કરી અવંતીપતિને છોડી દીધે.
આ પ્રમાણે ચાર પ્રકારની બુદ્ધિને ભંડાર અને પિતાને વિષે ભક્તિવાળે અભયકુમાર તૃષ્ણ નહિ રાખતો છતે પણ પિતાના રાજ્યની સર્વ પ્રકારની ચિંતા કરતે હતો તેણે પ્રજાને ધર્મને વિષે પ્રવર્તાવી. જે તે બાર પ્રકારના રાજચકને વિષે જાગૃત રહેતું હતું તે જ ધર્મને વિષે સાવધાન હતે. જેવી રીતે તેણે
હારના શત્રુઓને જીત્યા હતા તેવી રીતે બને લોકનું સાધન કરનારા તે અભયકુમારે અંતરંગના શત્રુઓને પણ જીત્યા હતા.
એકદા શ્રી શ્રેણિક ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “ ઉત્તમ પુત્ર! તું રાજ્ય ગ્રહણ કર અને હવે હું અહોરાત્ર શ્રી વદ્ધમાન સ્વામીની સેવા કરીશ.” સંસારથી ભય પામેલા પિતાની આજ્ઞાને ભંગ કરવાને ભય પામતા એવા અભયકુમારે કહ્યું, “હે તાત! આપે કહ્યું તે બહુ સારૂ, પરંતુ આપ એક ક્ષણ માત્ર વાટ જુએ.”