________________
થી સવનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને શસિંહ નામના સુનિ પુગની કથા (૧પહ) નામ લઈ પિતાને છુપાવતે છતો મૃષા શા માટે બેલે છે? હે મૂઢ ! તુ પિતે ગોશાલ હારે શિષ્ય છે. બીજે નહિ.શ્રી અરિહંતના આવા વચનથી અત્યંત કરોધ પામેલે ગોશાલે પ્રભુને કહેવા લાગ્યું. “હે કાશ્યપ ! તું અજ્ઞ છે, તુચ્છ છે, ભષ્ટ છે, તેમજ નહિ જેવો છે ” આ વખતે સર્વાનુભૂતિ કે જે વીરપ્રભુને શિષ્ય
તે હતો તે ગુરૂભક્તિને લીધે ગોશાલાનાં વચન સહન કરવાને શક્તિવત થયા નહિ તેથી તેણે ગોશાલાને કહ્યું. “તને આ ગુરૂએ દીક્ષા આપી છે એમણે શિક્ષા આપી છે છતાં અત્યારે શા માટે ના કહે છે. કારણ નિચે તું તેજ ગોશાલે છે.” પછી બહુ ક્રોધ પામેલા ગોશાલે તે જ વખતે સર્વાનુભૂતિ ઉપર અનાહત એવી તેમજ ઉગ્ર માહાત્મ્યવાલી તેજેશ્યા મૂકી. તેજલેશ્યાથી શરીર બલી જવાને લીધે સર્વાનુભૂતિ શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સહસ્ત્રાર નામના દેવકને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા. શાલો પણ પોતાની તેજેશ્યાની શક્તિને ગર્વ ધારણ કરવાને અર્થે વારવાર પ્રભુને તિરસ્કાર કરવા લાગ્યા. સુનક્ષત્ર નામે પ્રભુને શિષ્ય હતા તે સર્વાનુભૂતિની પેઠે પ્રભુની ભક્તિને લીધે ગુરૂના નિંદક એવા ગોશાલાને શિખામણ આપવા લાગે. ગોશાલાએ તેના ઉપર પણ તેજલેશ્યા મૂકી. તેલેશ્યાથી બલતા દેહવાલા સુક્ષેત્રે તુરત શ્રીજિનેશ્વરને પ્રદિક્ષણા કરી ફરી વ્રત અંગીકાર કરી તેમજ પ્રતિક્રમી તથા આલેચના લઈ મુનિઓને ખમાવી અને મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવ પદવી સ્વીકારી. પછી દયાધારી એવા શ્રી વીરપ્રભુએ કટુ વચનથી આકાશ કરતા એવા તેમજ વિજયને ગર્વ ધરતા એવા ગશાલાને કહ્યું:
હે દુષ્ટ ! મેં તને ભણાવ્યો, દિક્ષિત કર્યો અને પ્રતિબંધે છતાં તું આવું અયોગ્ય બોલે છે તે હારી સુમતિ ક્યાં નાશ પામી ગઈ?” આ પ્રમાણે વિરપ્રભુના કહેવાથી અત્યંત ક્રોધ પામેલા પોતે ગોશાલે, કાંઈક અરિહંત પ્રભુની પાસે આવી તુરત તેમના ઉપર તેજલેશ્યા મૂકી તે તેલેશ્યાવડે પ્રભુના અંગને વિષે માત્ર તાપ ઉત્પન્ન થયો. તેજેશ્યા પણ પ્રભુની પાસેથી પાછી ફરી ક્રોધ પામીને ગોશાલાના શરીરમાંજ પડી. જો કે તેજલેશ્યાથી ગોશાલાનું અંતર બલતું હતું તોપણ તે ઉદ્ધત ધીરજ રાખી વિદ્ધમાન જિનેશ્વરને આ પ્રમાણે કહેવા લાગ્યું.
હે કાશ્યપ ! તું હારી તેજેશ્યાથી બહુ દુઃખ પામી પિત્તજવરથી દુખી થઈ છદ્મસ્થપણે રહ્યો છતે છ માસને અંતે મત્યુ પામીશ. ” પ્રભુએ ગોશાલાને કહ્યું. “હે ગોશાલા ! નિચે આ હારું વચન મિથ્યા છે. કારણ સર્વજ્ઞ એ હું હજુ બીજાં શેલ વર્ષ વિહાર કરીશ. વળી પિત્તજવરથી પીડા પામેલે તું પોતેજ પિતાની તેજેશ્યાથી આજથી સાતમે દિવસે મૃત્યુ પામીશ, એમાં જરાપણ સંશય નથી.” પછી તેજલેશ્યાથી બલતા શરીરવાલે મંખલીપુત્ર ગોશાલે વાયુથી ઉખડી ગએલા શાલ વૃક્ષની પેઠે પૃથ્વી ઉપર પડયે. આ વખતે ગુરૂની અવજ્ઞાથી ક્રોધ પામેલા ઇંદ્રભૂતિ વિગેરે મુનિઓ મર્મને વીંધી નાખનારા ઉંચા શબ્દથી ગોશાલાને