Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 375
________________ (૩૬૪). શ્રી ઋષિમંડલવૃત્તિ ઊત્તરાદ્ધ બંધુની પેઠે સાધમિકેનું વાત્સલ્ય કરવા લાગે. વળી જીવદયામાં તત્પર એવે તે રાજા સત્પાત્રને વિષે દાન આપવા લાગ્યું. તેણે ભરતક્ષેત્રના ત્રણ ખંડ જિનેશ્વરના મંદીરેથી સુશોભિત બનાવી દીધા. પછી ઉજજણ નગરીમાં શ્રી આર્યસુહતી આચાર્યના ચરણકમળ વિરાજતા હતા, એવામાં ભક્તિવંત સંઘે બીજે વર્ષે ચૈત્યયાત્રાને ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી સૂરિ શ્રી સંઘની સાથે નિત્ય યાત્રા મંડપમાં પધારી શોભા આપતા. સંપ્રતિ રાજા પણ બાલ શિષ્યની પેઠે તેમની આગળ હાથ જોડીને બેસો. ચૈત્ય યાત્રા ઉત્સવને અંતે શ્રી સંઘે રથયાત્રા કરી. કારણ રથયાત્રાએ કરીનેજ યાત્સવ પૂર્ણ થાય છે. પછી સુવર્ણ અને મણિમય એવો શ્રી જિનેશ્વરની પ્રતિમાથી અધિષ્ઠિત રથ, સ્થાનકે સ્થાનકે વાગતા અનેક વાઇબ્રોના શબ્દથી દિશાઓના મધ્ય ભાગને ગજાવતે; પગલે પગલે કરાતા મહા મહત્સવવાળો, ઘર ઘર પ્રત્યે કરેલા મહેટા સ્નાત્રમહત્સવવાળે; ઉત્તમ શ્રાવકેએ માલતી, ભાઈ, કમળ ઈત્યાદિ પુની માળાથી પૂજન કરેલી અરિહંત પ્રતિભાવાળે, બળાતા અગુરૂ ધુપના ગાઢા સુગંધથી સર્વ પૃથ્વીને સુગંધમય બનાવી દેતા અને નાગરીક સ્ત્રીઓએ ઉત્તમ ગીત ગવાતે છતે સંપ્રતિ રાજાના રાજદ્વાર પ્રત્યે આવ્યું. પછી સંપ્રતિ રાજાએ પણ અષ્ટપ્રકારી પૂજાથી શ્રી જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરી; શ્રાવકેને વસ્ત્રદાન આપી સાધમી વાત્સલ્ય કર્યું. ત્યારપછી તેણે તેજ વખતે સર્વે સામંતોને બોલાવી સમ્યકત્વ ગ્રહણ કરાવી અને એમ આજ્ઞા કરી કે “હે સામેતે ! જે તમે મને પિતાને અધિપતિ માનતા છે તે તમે આ સુવિહિત સાધુઓના ઉપાસક થાઓ. તમને સત્કારમાં આ પિલા દ્રવ્યનું હારે કાંઈ પ્રયોજન નથી. હે સામેતે ! તમે એમ કર્યો છતે હારૂં પ્રિય કરેલું કહેવાશે.” સંપ્રતિ રાજાએ આવી રીતે કહીને સર્વે રાજાઓને પિત પિતાના ઘર પ્રત્યે જઈ સ્વામીભક્તિથી સાધુઓની સેવા કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તેઓએ રથયાત્રા અને તીર્થયાત્રા કરાવી. તેમજ તેની પાછળ પુષ્પવૃષ્ટિ અને ચૈત્યપૂજા પણ કરાવી. તેઓએ શ્રાવકને આચાર એ પા કે અંતે તેઓ સાધુના વિહારને યોગ્ય થયા. એકદા સંપ્રતિ રાજા પાછલી રાત્રીએ વિચાર કરવા લાગે. “ હ અનાર્ય દેશમાં સાધુઓને વિહાર કરાવું. ” પછી સવારમાં તેણે પોતાના અનાર્યો દેશમાં રહેનારા માણસોને આજ્ઞા કરી કે “હે પુરૂષ ! તમે જેવી રીતે બહાર કર અહિયાં છે તે અનાર્ય દેશમાં લેવા માટે હું તમને મેલું છું. ” સંપ્રતિ રાજાના આદેશથી તે પુરૂષ પણ રાજાએ જે પ્રમાણે કહ્યું, તે પ્રમાણે કરી અનાર્ય દેશમાં જઈ લેકોને શિક્ષણ કરવા લાગ્યા. “ તમારે અમુક અમુક બેંતાલીશ દેષરહિત આહાર અને વસ્ત્ર પાત્રાદિ અમને આપવાં અને અમુક શાસ્ત્રને અભ્યાસ કરે,

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404