________________
A
(૩૦)
શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. છે. પાપી પુરૂષે હંમેશાં શંકાવાલા હોય છે. પછી તે ખેડુતે ગાયોનું ધણ લાવી, ગામને સેપ્યું, તે એમ કહીને કે “હે લેકે ! આ ગાયોનું ધણ મને દેવતાએ આપ્યું છે તે તમે .” ગ્રામ લેકે પણ તેનું યક્ષની પેઠે વસ્ત્ર ભેજનાદિથી. પૂજન કરવા લાગ્યા. કારણ કે આપે તે દેવતા કહેવાય છે. બીજે વર્ષે પણ જ્યારે ક્ષેત્રનું રક્ષણ કરવાને વખત આવ્યે ત્યારે પેલો ખેડુત પહેલાની માફક હંમેશાં રાત્રીએ ક્ષેત્રમાં જઈ શંખ ફેંકવા લાગ્યું. - હવે એમ બન્યું કે તેના તેજ ચારે બીજા કોઈ ગામથી ગાના ધણને ચેરી ત્યાં આવ્યા. ખેડુત શંખ તો વગાડતો હતો તેથી તેઓ શંખ શબ્દને સાંભલી સારી ધીરજ રાખી પરસ્પર કહેવા લાગ્યા. “આપણે પહેલાં પણ આજ સ્થાનકે અને આજ ખેતરમાં શંખનો શબ્દ સાંભલ્યા હતા અને હમણાં પણ અહીં સાંભળીએ છીએ તે તેજ શંખ અને તેજ વગાડનાર કેઈ ક્ષેત્રરક્ષક પોતાના ક્ષેત્રનું પક્ષીઓથી રક્ષણ કરવા માટે શંખ વગાડે છે. ધિક્કાર છે આપણને જે આપણે પૂર્વે છેતરાયા.” પછી તેઓએ હાથ ઘસતા અને દાંતથી હઠને પીસતા પેલા ખેડુત પાસે જઈ માંચડા ઉપર બેઠેલો તેને નીચે પાડી દીધું. ત્યાર પછી તેઓએ તેને ધાન્યના ડુંડાની પેઠે લાકડીઓ વડે બહુ કુટયે તેથી તે જાણે ભોજન કરતે હાયની? એમ પાંચ આંગલી મેઢામાં નાખી આજીજી કરવા લાગ્યો. ચરો ગાયનું ઘણ અને તેના લુગડાં વિગેરે સર્વ લઈ લીધું અને તેને ત્યાંજ મૂકી તેઓ ચાલ્યા ગયા. સવારે ત્યાં આવેલા વાલીયાઓએ તેને પૂછયું એટલે તેણે લજજા પામીને સર્વ યથાર્થ વાત નિવેદન કરીને કહ્યું કે “ધમ, ધમ અર્થાત્ શંખ વારંવાર કંક, પણ બહુ ધમે નહીં. કારણ અતિ ધમ તે શેભતું નથી. જે થોડું જમીને મેલવ્યું હતું, તે બહુ ધમવાથી ખેવું પડ્યું.” - કનકસેના જંબૂકમારને કહે છે કે “હે સ્વામિન ! માટે આપને પણ નિચે જાતિશય કરવું તે યોગ્ય નથી, તેમજ પાષાણના સમાન કઠણ હદયવાલા તમારે અમારું અપમાન કરવું પણ યોગ્ય નથી.” - પછી જે બકુમારે ચંદ્રકાંતિ સમાન શિતલવાણી વડે. કહ્યું. “હું શિલારસમાં ઘટી જનારા વાનરની પેઠે બંધનને અજાણ નથી. સાંભલ તે વાનરનું દ્રષ્ટાંત:
ઉત્તમ સંપત્તિના સ્થાનરૂપ વિધ્ય પર્વતને વિષે વાનરીના યુથને પતિ એક વાનર રહેતું હતું. જેમ કોઈ ગૃહસ્થ પિતાના પુત્રોને લાડ લડાવે તેમ બે વારરાથમાં રહેલા સર્વ વનને વિધ્યાચલ પર્વતની ગુફામાં કીડા કરાવતો. સર્વ જીઓના રાજયઐશ્વર્યની સુખ સંપત્તિને ભેગવત એ તે બળવંત વાનર પિતે એકલા સર્વ સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો.
એકદા કોઈ એક અત્યંત મદાત્ત અને યુવાવસ્થાવાળો વાનર તે વાનરનું અપમાન કરી વાનરી પાસે ગયે અને પિતાની ઈચછા પ્રમાણે વાનરીઓની સાથે