Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 384
________________ શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂવ ધરની કથા. (૩૭૩) જેમણે ફક્ત છ માસની અવસ્થામાં ચારિત્ર લેવાની ઈચ્છા કરી, જેમણે પારણામાં સૂતા સૂતા શાસ્ત્રને અભ્યાસ કર્યો, જેમણે ત્રણ વર્ષની અવસ્થામાં સંયમ સ્વીકાર્યો અને જેમણે બાલ્યાવસ્થામાં સાધુઓના સમૂહને અભ્યાસ કરાવ્યો. ” શયાતરીઓએ લાલન પાલન કરેલ અને અલંકૃત કરેલા વજને ત્રણ વર્ષને થએલો જે સુનંદાએ સાધ્વી પાસે પુત્રની માગણી કરી કે “ આ પુત્ર હારે છે માટે તે મને સેપિ.” સાધ્વીઓએ કહ્યું. “અમે તમારા માતા પુત્રને સંબંધ જાણતાં નથી. હે અનશે અમને તે ગુરૂએ સેંપે છે, તેટલુંજ ફક્ત જાણીએ છીએ. ” એમ કહી સાધ્વીઓએ સુનંદાને પુત્ર સે નહીં. પછી સુનંદા પિતે તે સાધ્વી. ઓના ઉપાશ્રયમાં જઇ ધાવમાતાની પેઠે હર્ષથી સ્તનપાનાદિ વડે પુત્રને લાડ લડાવવા લાગી. વલી તેણીએ મનમાં એમ ધાર્યું કે “ જ્યારે ધનગિરિ મુનિ ગામમાં આવશે ત્યારે હું બલાત્કારથી પુત્રને લઈશ. ” વજકુમાર ત્રણ વર્ષનો થયો એવામાં કાર્યકાના જાણે ધનગિરિ વિગેરે સાધુઓ ત્યાં આવ્યા. સુનંદાએ ધનગિરિને કહ્યું. “મને મહારે પુત્ર પાછા આપો.” ધનગિરિએ તેને પુત્ર આપે નહીં પણ ઉલટું એમ કહ્યું કે “ અરે મુગ્ધ ! તેં પુત્ર અમને આપી દીધું છે છતાં અત્યારે બેભાનથી માગે છે કે શું ? વમન કરેલા અન્નની પેઠે તે પુત્રને તું પાછો લેવાને કેમ ઈરછે છે ? જેમ વેચી દીધેલી વસ્તુ ઉપરથી પિતાનું સ્વામીપણું જતું રહે છે, તેમ આપી દીધેલી વસ્તુ ઉપરથી પણ પિતાનું સ્વામીપણું નાશ પામે છે. તે તે પુત્ર આપી દઈ પરસ્વાધિન કર્યો છે. તે હવે તું તેને ન માગ. છેવટ બન્ને પક્ષને મહેઠે વિવાદ થયે. તેમાં માણસોએ કહ્યું કે “ આ વિવાદને રાજા નિવેડો લાવશે. પછી પોતાના સ્વજનો સહિત સુનંદા રાજસભામાં ગઈ, સર્વ સંઘસહિત ધનગિરિ મુનિ પણ રાજસભામાં આવ્યા. રાજાની ડાબી બાજુએ સુનંદા બેઠી અને જમણી બાજુએ સંઘ સહિત ધનગિરિ વિગેરે સાધુઓ બેઠા. ભૂપતિએ બન્ને પક્ષની વાત સાંભલી કહ્યું કે “એ બાલક બેલાવવાથી જેની તરફ જાય તેને સેંપવામાં આવશે, ” રાજાના આ ન્યાયને બને પક્ષના લોકોએ માન્ય કર્યો. પરંતુ એમાં એ પ્રશ્ન ઉઠે કે “એ બાલકને પહેલું કેણ બોલાવે ? ” નગરવાસી લોકોએ કહ્યું કે “ હમણાં એ બાલક સાધુઓના સંગને લીધે તેમના પ્રેમમાં બંધાઈ ગયા છે માટે તે તેમનું વચન ઉલ્લંઘન કરશે નહીં, તેથી તે બાલકને પ્રથમ તેની દુષ્કરકારિણી માતા બેલાવે. કહ્યું છે કે મહાટા પુરૂને સ્ત્રીઓ અનુકંપા પાત્ર હોય છે. ” પછી સુનંદા, બાલકને ક્રીડા કરવા યોગ્ય રમકડાં અને વિવિધ પ્રકારનાં ભક્ષ્ય પદાર્થો દેખાડીને કહેવા લાગી. “હે વત્સ ! હું હારા માટે આ હસ્તિ વિગેરે રમકડાં લાવી છું. તેને તું ગ્રહણ કરી હારી આશા પૂર્ણ કર. હે બાલક! આ

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404