________________
શ્રીમહાગિરિ અને શ્રીઆસુહસ્તિ નામના દશપૂર્વધની કથા. (૩૬૭) માટે તુરત આવાસથી નીચે ઉતરી સાધુઓની વસતીના બારણે આવ્યા. “મેં આ કયાંઈ અનુભવ્યું છે. ” એમ વિચાર કરતાં ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાળે તે અવંતિસુકુમાલ સૂરિ પાસે આવ્યો. ત્યાં તેણે સૂરિને નમસ્કાર કરીને કહ્યું કે “હે ભગવન્ભદ્રાને અવંતિસુકુમાલ નામે પુત્ર છું. હું આ ભવથી આગલે ભવે નલિની ગુલ્મ વિમાનને વિષે દેવતા હતો. હે ભગવન્ જાતિસ્મરણ જ્ઞાનથી મને નલિની ગુલ્મ વિમાનની સ્મૃતિ આવી છે. હવે હું ત્યાજ જવા માટે દીક્ષા લઈશ.”
પછી દીક્ષાની યાચના કરતા એવા તે અવંતિસુકમાલને સૂરિએ કહ્યું. “હે. અવંતિસુકમાલ તું અતિ સુકમલ છે અને દીક્ષા પાલવી તે લોઢાના ચણા ચાવવા જેવી અથવા તે અગ્નિને સ્પર્શ કરવા જેવી દુષ્કર છે.” અવંતિસુકમાલે કહ્યું. “હે ભગવન્! હું પ્રવ્રજ્યાદાન લેવામાં બહુ ઉત્સુક છું પરંતુ બહુ કાલ લગી સામાચારી પાલવા સમર્થ નથી, માટે હું અનશનની સાથેજ દીક્ષા લઈશ. કારણ તેથી સત્ત્વધારીઓને ડું કષ્ટ થાય છે.” ગુરૂએ કહ્યું. “હે મહાભાગ! જે તે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે તે તું હારા સ્વજનો પાસેથી આજ્ઞા લઈ આવ.” પછી અવંતિસુકમાલે ઘેર જઈ હાથ જોડી સ્વજનેને પૂછયું. સ્વજનેએ દીક્ષા લેવાની આજ્ઞા ન આપી તેથી તેણે ત્યાંજ લેચ કરી સાધુને વેષ પહેર્યો, પછી પિતાના શરીરને વિષે પણ મમતારહિત એ તે તેવાને તેવાજ સ્વરૂપમાં શ્રી સુહસ્તીસૂરિ પાસે ગયે. સૂરિએ પણ “આ પોતાની મેળે વેષ ધારી ન થાઓ.” એમ વિચારી તેને દીક્ષા આપી. ચિરકાલ સુધી તપકષ્ટની નિર્જરા કરવાને અસમર્થ એવા તેં અવંતિસુકુમાલ ગુરૂ પાસેથી અનશન લેવાની રજા લઈ અન્ય સ્થલે વહાર કરી ગયા. અતિ સુકમલ હવાથી ચાલવાને લીધે રૂધિરથી ખરડાયેલા પગવાલા તે અવંતિસુકુમાલ મુનિ સ્મશાનમાં જઈ અનશન લઈ એકાગ્ર ચિત્તથી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતા છતાં એક કંથેરિકાના કુંડમધ્યે કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. આ વખતે તેમના રૂધિરવડે ખરડાયેલા પગની ગંધથી ખેંચાયેલી કે એક શિયાલણી પિતાના બાલક સહિત ત્યાં આવી. ત્યાં તે, અવંતિસુકમાલની પાસે જઈ રૂધિરથી ખરડાયેલા તેમના પગને ભક્ષણ કરવા લાગી. શિયાલણુએ રાત્રીના પહેલા પહારમાં મુનિના બન્ને પગ ભક્ષણ કર્યા. પરંતુ તે મહાત્મા જરા પણ કંખ્યા નહીં. એટલું જ નહિં પણ ઉલટા તે સર્વધારી મુનિ, પિતાના પગનું ભક્ષણ કરનારી શિયાલને પિતાના પગ દાબનારી માનવા લાગ્યા. એવી રીતે બીજા પહોરે શિયાલણીએ મુનિના સાથલનું ભક્ષણ કર્યું. તે પણ મુનિએ “આ જીવ તૃપ્તિ પામે.” એમ ધારી તેના ઉપર દયા કરી. ત્રીજે પ્રહરે શિયાલણએ મુનિના ઉદરનું ભક્ષણ કરવા માંડયું. તે વખતે પણ મુનિએ એમજ ચિંતવ્યું કે “તે મ્હારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ હારા પૂર્વભવના સંપાદન કરેલા કર્મને ભક્ષણ કરે છે, ચોથે પ્રહરે તે મહાત્મા મૃત્યુ પામીને નલિની ગુલમ વિમાનમાં અદ્ધિવંત દેવતાપણું ઉત્પન્ન થયા,