________________
( ૧૦૬ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તશકું.
એવું નામ પાડયું. પેલી વિપ્ર સ્ત્રીના જીવ પણ અનુક્રમે સ્વર્ગથી ચવીને દુગ છાકના વશથી અતિ રૂપવંતી મખપુત્રી થઈ. ઈલાપુત્ર અને મંખપુત્રી એ બન્ને જણાં અનુક્રમે કામદેવ રૂપ ગજરાજને ક્રડાવન રૂપ યાવનાવસ્થા પામ્યાં.
એકદા ઇલાપુત્ર નૃત્ય કરતી એવી મ`ખપુત્રીને દીઠી તેથી તે પૂર્વ જન્મના પ્રેમથી તેણીના ઉપર બહુ અનુરાગ ધરવા લાગ્યા. પછી કામાતુર એવા તે ઇલાપુત્ર મનમાં બહુ ચિંતા કરતા છતા પાતાને ઘેર આવ્યેા. કામજ્વરથી અત્યંત પિડિત થએલા અને કેાઈ સ્થાનકે સુખ નહિ પામતા એવા તે ઇલાપુત્રને જોઇ તેની માતાએ માહથી કહ્યું કે “હે વત્સ ! ત્હારા શરીરને વિષે શું આધિ (મનસબ ંધી પીડા ) અથવા વ્યાધિ ( શરીર સ ંબંધી પીડા ) ઉત્પન્ન થઈ છે ? કે કાઇએ ત્હારી આજ્ઞા લેાપી છે કે જેથી ત્હારૂં અનિષ્ટ થયું છે ? ”
“ નિશ્ચે કહ્યા વિના કાર્યસિદ્ધિ થવાની નથી” એમ પેાતાના મનમાં વિચાર કરીને અને લજ્જા ત્યજી દઇને ઇલાપુત્રે પોતાના સર્વ ભાવ માતાને કહ્યો. પછી માતાએ તેના ભાવ તુરત પોતાના પતિની આગળ કહ્યો. એટલે શ્રેણી, પુત્રની પાસે આવીને મધુર વાણીથી કહેવા લાગ્યા.
“ હે વત્સ ! ત્હારા કુળને અાગ્ય એવા આ નવીન ભાવ કેમ ઉત્પન્ન થયા ? કારણ કે ઉત્તમ પુરૂષો તેા નીચ લેાકેાની સાથે વાત પણ કરતા નથી. જો તું મને કહે તેા હું હમણાંજ ઉત્તમ કુલવંત કન્યાઓની સાથે ત્હારૂં મહાત્સવ પૂર્વક પાણીગ્રહણ કરાવું પરંતુ તું આ કદાગ્રહ તજી દે. ”
પિતાનાં આવાં વચન સાંભળી ઈલાપુત્રે કહ્યું. હે પિતા ! સાંભળેા મ્હારે ખીજી રૂપવતી કન્યાઓનું પ્રયાજન નથી હુ તમારા એકજ પુત્ર છું માટે જે તમારે મને ઘરે રાખવાની મરજી હાયતા મ્હારૂં મખપુત્રીની સાથે પાણિગ્રહણ કરાવા. ”
આવી ગૃહનિવાસ કરવામાં એક નિશ્ચયવાલી પુત્રવાણી સાંભળી પોતાના એકના એક પુત્ર ઉપરના સ્નેહને લીધે શ્રેષ્ઠીએ મંખ પ્રત્યે જઈને કહ્યું કે:--
“હું મખ! તું જેટલું દ્રવ્ય માગે તેટલું હું તને આપું પરંતુ તું પાતાની પુત્રી
મારા પુત્રને આપ.
મંખે કહ્યું “મારે બહુ દ્રવ્યનું પ્રયાજન નથી, કારણુ મારે તે પુત્રી એજ અક્ષય દ્રવ્ય છે માટે તે હું તમારા પુત્રને નહિ આપુ' હું શ્રેષ્ઠી ! જો તમારો પુત્ર તમને તજી દઈ મારા ઘરજમાઈ થઈને નિર ંતર મ્હારે ઘરે રહે તા હું ઉત્તમ ગુણવંત એવા તમારા પુત્રને આ મ્હારી કન્યા હર્ષ પૂર્વક આપુ અન્યથા નહીં. ”
મખનાં આવાં વચન સાંભલી શ્રેષ્ઠીએ ઘરે જઈ પાતાના પુત્રને કહ્યુ કે:
મેં મંખને બહુ લાભ પમાડયા, પણ તે પોતાની પુત્રી આપતા નથી. વલી તે એમ કહે છે કે જો તમારા પુત્ર મ્હારી ઘર જમાઈ થઈને હંમેશા મ્હારે ઘરે રહે તા હું તેને મ્હારી પુત્રી પરણાવું. માટે હે પુત્ર! કુલને અયેાગ્ય એવા તે નીચ સંગના કદાચડને તજી દે હુ, ત્હારૂં ઉત્તમ કુલની કન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવું,