________________
tee)
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાન.
માતી ધારણ કર્યો છે તેટલા ધાન્યના દાણા પણ આપણા ઘરમાં નથી. વળી તેઓએ પહેરેલા વસ્ત્રોમાંના એક વસ્રનું જેટલું મૂલ્ય છે તેટલાં મૂલ્યનાં તે આપણે જીવિત પર્યંત વસ્ત્ર પહેરનારા નથી. આ પુરૂષોએ વિધિને શું આપ્યું હશે કે જેથી વિધિએ તેમને આવું સુખ આપ્યું છે અને આપણને કાંઇ ન આપ્યું.” ન્હાના ભાઇઓનાં આવાં વચન સાંભળી મ્હેાટાએ કહ્યું. “ તમે વિધિને કેમ ઠપકા આપે! છે ? ઠપકા આપવા ચેાગ્ય તમારા આત્માજ છે કે જેણે પૂર્વે ધર્મ કર્યો નહિ. આપણે પૂર્વ ભવે પુણ્ય કર્યું નથી તેથી આપણને જરા પણ લક્ષ્મી મલી નિહ માટે આપણે આ ભવમાં ધર્મ કરીએ કે જેથી આપણને આગલા ભવમાં લક્ષ્મી મળે.”
મ્હાટા ભાઇના વચનથી શાંત ચિત્તવાળા હાના ભાઈએ કહેવા લાગ્યા. “ તા આપણે પણ એ ધર્મ કરવા જોઈએ. તેનું જે કાર્ય હાય તે કહા ?” શિવશર્મા મ્હાટા ભાઈએ નિષ્કપટપણે ફરીથી કહ્યું. “ તે અનંત સુખ આપનારી ધર્મ આપણે કોઈ સાધુ પાસેથી જાણવા જોઇએ માટે આપણે કાઇ મ્હાટા ઉદ્યાન કે પર્વતાદિ ભૂમિ પ્રત્યે જઇએ. કારણ સુગુરૂના યાગ સર્વ સ્થાનકે મળતા નથી.”
આ પ્રમાણે વિચાર કરી તે સાતે ભાઈઆ નગરીની બહાર નિકળ્યા ને મુનિની શોધ કરવા લાગ્યા એટલામાં તેઓએ ઉદ્યાનમાં એક મુનિ દીઠા. કહ્યું છે કે ઉદ્યમ નિષ્કુલ થતા નથી.
મુનિને જોઇ અત્યંત હર્ષ પામેલા તે ભક્તિવત સાતે ભાઇઓએ તેમને નમસ્કાર કર્યાં. મુનિરાજે પણ તે સર્વેને ચાગ્ય જાણી ઉત્તમ ધર્મોપદેશ આપ્યા પછી શિવશર્માદિ સાતે દ્વિજ બંધુએ દીક્ષા લઈ તપ કરી સુખના સ્થાનક રૂપ સાધર્મ દેવલાક પ્રત્યે ગયા.
આ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર જિનધને વિષે પ્રીતિવાળા અને ધર્મનિષ્ઠ બલ્લક્ષુલ્લક નામે વિદ્યાધર રહેતા હતા. લઘુકમિ એવા તે વિદ્યાધર, નિર ંતર પંદર કર્મભૂમિમાં નવા નવા તીને વિષે જિનયાત્રાના ઉત્સવ કરતા હતા. યુદ્ધ ભાવથી ઉત્તમ એવા શ્રાવક ધર્મનું આરાધન કરી તે વિદ્યાધર પણ મૃત્યુ પામીને સાધર્મ દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થયા.
હવે જ દ્બીપના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરાના અધિપતિ શ્રી ગરૂડવેગ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલની શેાભા સરખી સુશાભિત મુખવાલી કમલશ્રી નામે સ્ત્રી હતી. તેઓને પદ્મશ્રી વિગેરે ચાર પુત્રી હતી. એક દિવસ તે ચારે પુત્રીએ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઇ. ત્યાં તેણીએ સમાધિગુપ્ત નામના મુનિને દીઠા. મુનિને જોવાથી અતિ હર્ષ પામેલી તે કન્યાઓ, તેમને વંદના કરી આગલ બેઠી. મુનિએ તે ચારે કન્યાઓને અલ્પ આયુષ્યવાલી જાણી તેણીએના હિતને અર્થે તે દિવસ પાંચમના દિવસ હાવાથી આ પ્રમાણે કહ્યું. “ જે માલુસ જ્ઞાનવૃદ્ધિ માટે પાંચમના ઉપવાસ કરે તે બીજા ભવમાં બહુ સુખપૂર્વક