________________
( ૧૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
કરૂં.” હસ્તિ આવા વિચાર કરતા હતા એટલામાં તે આર્દ્રકુમાર મુનિના માહાત્મ્યથી તેના સર્વ અંધા છુટી ગયા. જેથી તે હસ્તિ આ કુમાર મુનિને નમસ્કાર કરી વનમાં જતા રહ્યો. તાપસા, આદ્રકુમાર મુનિનું આવું માહાત્મ્ય જોઈ તેમની પાસે આવ્યા એટલે તે મહા મુનિએ તેમને યુક્તિથી પ્રતિષેધ પમાડયા.
હવે આ કુમાર મુનિનું આગમન જાણી તથા હસ્તિને છેડાવવાની વાત સાંભળી શ્રેણિક તથા અભય કુમારાદિ અહુ જનાએ હર્ષથી ત્યાં આવી ઉચ્છલતા પ્રેમયુક્ત રામાંચવાલી ભક્તિથી નમસ્કાર કરી તે મુનીશ્વરને પૂછ્યું કે “હું આર્દ્રકુમાર મુનિ ! તમે હસ્તિને શી રીતે છેડાવ્યા ?” આ કુમાર મુનિએ કહ્યું “ હે મહારાજ ! બંધનથી હસ્તિને છેડાવવું મને દુષ્કર લાગ્યું નહીં, કારણ તપના પ્રભાવ વિચિત્ર છે. પરંતુ હે ભૂપતિ ! મેં નિહુ છેદી શકાય એવા જે તંતુરૂપ લતા પાશ છેદ્યા છે તેજ મને બહુ દુષ્કર લાગે છે.” શ્રેણિક રાજાએ “ એ શી રીતે ?” એમ પૂછ્યું એટલે આર્દ્ર કુમારે તેમની પાસે પેાતાના સઘળા વૃત્તાંત ક્હીને ફરીથી કહ્યું કે “ મ્હારા પુત્રે મને સૂતરના તાંતણાથી ખાર વાર ખાંધ્યા હતા તે બંધન હું મહાદુ:ખથી બાર વર્ષે છેદી શકયા છું. હે નરાધીશ ! એ બંધનની આગળ આ હસ્તિનું અંધન શા હીસાબમાં છે.”
આર્દ્રકુમારનું આવું વૃત્તાંત સાંભળી શ્રેણિકાદિ સર્વે માણસો બહુ વિસ્મય પામ્યા. પછી તે આર્દ્રકુમાર મહા મુનિની ધ દેશના સાંભળી વૈરાગ્ય પામેલા શ્રેણિકાદિ સર્વે જના પાત પાતાના ઘરે ગયા. આ કુમારે પણ પાતાના સર્વ શિષ્યા સહિત શ્રીવીરપ્રભુ પાસે આવી સંયમ અંગીકાર કર્યું. નિ:સગપણે ઘેાર તપ કરતા એવા તે મહામુનિ સર્વ કર્મના ક્ષય કરી મેાક્ષપદ પામ્યા. હું ભવ્યજના ! જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા અને અભય કુમાર મંત્રીએ મેકલેલી શ્રી આદિનાથની સુવર્ણ પ્રતિમા જોઇ પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન પામ્યા તેમજ સમકીત પામ્યા પછી આ દેશમાં આવી દીર્ઘકાલ પર્યંત ચારિત્ર પાળી નિર્વાણપદ પામ્યા. તે શ્રી આકુમાર મુનિને પોતાની શુદ્ધિને અર્થે પ્રણામ કરો.
'श्री आर्द्रकुमार नामना मुनिवरनी कथा संपूर्ण.
नालंदाए अद्धत्तेरस - कुलकोडिकयनिवासाए || पुच्छि गोअमसामी, सावयवयपञ्चरकाणविहि ॥ १०१ ॥ जो चरमजिणसमीवे, पडिवनो पंचजामि धम्मं ॥ पेढालपुत्तमुदयं, तं वंदे मुणिअसयलनयं ॥ १०२ ॥
સાડાબાર ક્રોડ શ્રાવક ફુલના નિવાસ સ્થાન એવા નાલંદા પાડામાં શ્રી ગાતઅસ્વામીને શ્રાવકન્નતના પચ્ચખાણની વિધિ પૂછી જેણે શ્રી વીરપ્રભુ પાસે પંચ મહાવ્રત