________________
શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા, (ર૧૫) તેમજ ચાર શરણને આશ્રય કરી દેવલોક પ્રત્યે ગયો.
હવે શ્રેણિક ભૂપતિ, પોતાના બને ભુજને વિષે પૃથ્વીને ભાર ધારણ કરવા લાગ્યું. તેમજ તેણે બેનાતટ નગરમાં ગર્ભસહિત મૂકેલી નંદા પણ દુર્વહ એવા ગર્ભને ધારણ કરવા લાગી. નંદાને એ ડેહલે ઉત્પન્ન થયે કે “ જાણે હું હસ્તિ ઉપર બેસી માણસને ઉપકાર કરી અભય આપનારી થાઉં. ” તેને આ ડેહલે તેના પિતાએ રાજાની વિનંતિ કરીને પૂરો કર્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ નંદાએ પૂર્ણ અવસરે શુભ દિવસે પુત્રને જન્મ આપે. માતામહે ( ભદ્ર શ્રેષ્ઠીએ) ડહલાના અનુસારથી પુત્રનું મહોત્સવ પૂર્વક અભયકુમાર એવું નામ પાડ્યું, અનુક્રમે ઉત્તમ વિદ્યાને અભ્યાસ કરતે તે પુત્ર વૃદ્ધિ પામવા લાગે. આઠ વર્ષમાં તે તેર કલાને જાણ થ.
એકદા સરખે સરખા છોકરાઓની લડાઈ થઈ એમાં કઈ છોકરાએ અભયને તિરસ્કાર કરીને કહ્યું કે “ અરે જડ અભય ! તું બોલે છે શું ? લ્હારા પિતાને તે તું જાણતા નથી. ” અભયકુમારે કહ્યું. “ નિચે મહારે પિતા ભદ્ર શ્રેષ્ઠી છે.” તેણે કહ્યું “ અરે તે તે હારી માને પિતા છે. પછી અભયકુમારે ઘેર જઈ માતાને પિતાના પિતાનું સ્વરૂપ પૂછયું એટલે નંદાએ કહ્યું કે હારો પિતા આ ભદ્ર શ્રેષ્ઠી છે.” ફરી અભયકુમારે “એ ભદ્ર શ્રેષ્ઠી ત્યારો પિતા છે હારે નહિ.” એમ કહ્યું એટલે બહ શકયુક્ત થએલી નંદાએ કહ્યું “ હારા પિતાએ મને કઈ પરદેશીની સાથે પરણાવી હતી. તે ગર્ભમાં આવ્યા પછી કેટલાક ઉંટવાલા પુરૂષ હારા પિતા પાસે આવ્યા. પછી એકાંતમાં હારી રજા લઈ તે ઉંટવાલા સાથે વ્યારા પિતા ક્યાંઈ ગયા છે પણ કયાં અને શા માટે ગયા છે ? તે હું નથી જાણતી.” અભયકુમારે ફરી પૂછયું. “ હે માતા ! તે ગયા ત્યારે તને કાંઈ કહેતા ગયા છે ? નંદાએ “મને આટલા અક્ષરો આપતા ગયા છે ” એમ કહી પુત્રને અક્ષર દેખાડયા.
પછી અક્ષરેને જોઈ તથા વિચાર કરી હર્ષ પામેલા અભયકુમારે નંદાને કહ્યું. “હે માતા ! હારે પિતા રાજગૃહ નગરને રાજા છે. માટે હમણાં આપણે ત્યાં જઈએ. ” પછી ભદ્રશ્રેષ્ઠીની રજા લઈ પરિવારયુક્ત અભયકુમાર પોતાની માતાને સાથે લઈ રાજગૃહ નગર પ્રત્યે ગયે. ત્યાં તે પોતાની માતાને બહારના ઉદ્યાનમાં બેસારી પોતે થોડા પરિવારથી રાજગૃહ નગરમાં ગયે. - હવે અહીં શ્રેણિક રાજાએ વિદ્વાન અને ચતુર એવા ચારસોને નવાણું મંત્રીઓ એકઠા કર્યા હતા અને પૂર્ણ પાંચસો મંત્રી બનાવવાને કઈ એક ઉત્તમ પુરૂષની દેશમાં શોધ કરતા હતા. તેણે મંત્રીની પરીક્ષા માટે પિતાના હાથની વિંટી જલરહિત કુવામાં નાખી નગરવાસી જનેને એવી આજ્ઞા કરી કે “જે પુરૂષ આ કુવાના કાંઠે જ ઉભે રહી મુદ્રિકા લેશે તેને હું હારું સર્વ મંત્રીઓને વિષે મુખ્ય એવું પ્રધાનપદ આપીશ.” નગરવાસી લોકોએ પણ કહ્યું કે “એ કુવામાંથી મુદ્રિકા