________________
(૨૭૮) શ્રી મહષિમલવૃત્તિ ઉત્તશાહ
હે પુત્ર પૂર્વે જે તે માણસે ધારણ કરેલી માલાના ગંધને પણ સહન કરી શકતે નહોતે તે તું આ અતિ દુઃસહ એવી તાઢ, તડકા વિગેરે પીડાને શી રીતે સહન કરી શકશે? આ હારું શરીર પલંગને વિષે રૂના ગાદલામાં લાલન કરાયેલું છે, તે શરીર આ અતિ કઠોર એવા શિલાતલ ઉપર શી રીતે રહી શકશે ? વલી જે આ શરીરને તે દિવ્ય એવા આહારથી બહુ કાલ પિષણ કર્યું છે તે શરીરને તું અનશન વડે ત્યાગ કરવા શી રીતે સમર્થ થઈશ! હાહા ધન્ય એ તું ઘરને વિષે આવ્યો છતાં પુણ્યરહિત એવી મેં તને એલખે નહીં આથી બીજું વધારે શોક કરવા ગ્ય શું છે? હું એમ ધારતી હતી જે શિક્ષાને અર્થે ઘરે આવેલા શાલિભદ્ર મુનિને હું કયારે જોઇશ.” આ જે હારે મનમાં મનોરથ હતો તે હારા આ અનશનથી કુવાની અંદર રહેલી છાયાની પેઠે નાશ પામે. ખરેખર આથી હું મંદભાગ્યવાલી છું. મહારા મને રથને વિદ્ધકારી તે જે આ હમણુ આરહ્યું છે. તેથી શું? માટે આ અતિકષ્ટકારી કઠોર શિલાતલને ત્યજી દે.”
પછી શ્રી શ્રેણિક રાજાએ ભદ્રાને કહ્યું. કે “ તું શા માટે ખેદ પામે છે. કારણ તું એકજ આ સઘળી પૃથ્વીમાં વીર પુત્રને જન્મ આપનારી છું. જે પૂર્વ ભવે દાનવીર કર્યો હતો તે આ ભવે ત્યારે પુત્ર ભેગવીર થઈ હમણાં આ તપ વિર થયું છે. જેની લકત્તર લમી હોય છે, જેના લકત્તર ગુરૂ હોય છે અને જેનું લેકર તપ દેય છે તેજ પુરૂષ લેકેર (લકશ્રેષ્ટ ) થાય છે. ત્યારે આવે આશ્ચર્યકારી ચારિત્રવાલે, નિર્મલ આત્માવાલે અને ગુણના સમુદ્ર રૂપ પુત્ર છે માટે તું આ પ્રમાણે શેક ન કર, ઉઠ અને ધ્યાન માર્ગમાં રહેલા આ મહાસત્વ ધારીઓને વિશ્વ ન કર પણ તું ત્યારે અર્થ સાધ. ” આ પ્રમાણે શ્રેણિક રાજાએ અલ્પ કરાવેલા ખેદવાલી ભદ્રા તે બન્ને મહા મુનિઓને નમસ્કાર કરી ધરે ગઈ. રાજા શ્રેણિક પણ પિતાને ઘેર ગયે. અહીં તે બન્ને સાધુઓ માસનું અનશન લઈ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ દેવલેકમાં દેવતા થયા. ત્યાં તેઓ તેત્રીશ સાગરોપમ સુધી બહુ સુખ ભોગવી. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈ સિદ્વિપદ પામશે.
હે ભવ્યજીવસમૂહો ! તમે વિશ્વના માણસને આશ્ચર્યકારી અને મનુષ્ય ભવના પાપનો નાશ કરનારા શ્રી ધન્યકુમાર મુનિના તેમજ શાલિભદ્ર મહર્ષિના ચરિત્રને સાંભલી મનુષ્ય અને દેવતાને મોક્ષ સુખના સાધન રૂપ જૈન ધર્મને વિષે અધિક સભાવ ધરે અને નિરંતર પ્રયત્ન કરે.
'श्रीधन्यकुमार' अने 'श्रीशालिभद्र' नामना मुनिपुङ्गवोनी कथा संपूर्ण.