________________
( ૨૯૦ )
શ્રી ઋષિમ’ડલ વૃત્તિ ઉત્તરા
પામવા લાગ્યું. જેમ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની કાંતિ દિવસે દિવસે ઘટતી જાય તેમ નિરંતર છાતીને વિષે શલ્ય સમાન અપુત્રપણાના દુ:ખથી ધારિણી મહુ દુબલી થઈ ગઈ.
**
""
એકદા તેનું દુ:ખ ભૂલાવી દેવાની ઇચ્છાથી પતિએ પ્રિયાને કહ્યું, “હે પ્રિયે ! ચાલે આપણે વૈભાર પર્વતના મનોહર ઉદ્યાનમાં જઇ ક્રીડા કરીએ. ” ધારિણીએ પોતાના પતિનું વચન બહુ સારૂ ” એમ કહીને અંગીકાર કર્યું. કારણ સ્ત્રીઓએ “ મ્હારા દુ:ખની વિસ્મૃતિ થાઓ ” એમ ધારી પતિની વાણી માનવા ચેાગ્ય છે. પછી સેવકે તૈયાર કરીને આણેલા મનોહર રથ ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠી પેાતાની પ્રિયા સહિત બેઠી. અનુક્રમે રસ્તે જતા એવા શ્રેષ્ઠીએ પાતાની આંગળીની સંજ્ઞાથી ધારિણીને વેલાર પર્વતના નજીક આવેલું મનેાહર ઉદ્યાન ખતાવ્યું. પછી પ્રિયા સહિત આમ તેમ કરતા એવા શ્રેષ્ઠીએ કોઈ વૃક્ષની છાયામાં બેઠેલા યોામિત્ર નામના સિદ્ધપુત્રને જોયા. ઋષભશ્રેષ્ઠીએ મનેાહર વાણીથી સિદ્ધપુત્રને કહ્યું. “ તું મ્હારા સાધી છે. તા કહે તું કયાં જાય છે ? સિદ્ધપુત્રે કહ્યુ. “ શ્રી વહૂ માનસ્વામીના શિષ્ય અને પાંચમાં ગણધર તેમજ શ્રુતકેવલી એવા ઉત્તમ સુધર્મા ગણધર આ ઉદ્યાનને વિષે સમવો છે. તેમને હું વંદન કરવા જાઉં છું. હે વત્સ ! જો ત્યારે તેમને વંદન કરવાની ઇચ્છા હાય તા તમે તે ધર્મધારી મુનિની આગલ જવાની ઉતાવલ કરો.” પછી તે ૪’પતી, સિદ્ધપુત્રના વચનને અ’ગીકાર કરી તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે ત્રણે જણાએ સુધર્માસ્વામીથી પવિત્ર કરેલા સ્થાન પ્રત્યે ગયા. ત્યાં તે ત્રણે જણાએ સુધર્મા ગણધરને દ્વાદશાવી વંદનથી યાગ્ય વંદના કરી ભક્તિથી તેમની આગલ બેઠા, અને તેમના ધર્મોપદેશરૂપ અમૃતનું કાન રૂપ અલિથી પાન કરી બહુ સતાષ પામ્યા. પછી અવસરે સિદ્ધપુત્ર સુધર્માસ્વામીને પૃથ્યું, કે “ જેના નામ ઉપરથી આ જ દ્બીપનું નામ પડયું છે તે જમ્મૂ વૃક્ષ કેવું છે ? ” ગણુધરે તેની આગળ જાતિથત રત્નમય આકારવાલા તેમજ અતિશય અને પ્રમાણાયુિક્ત એવા તે જમ્મૂ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ કહી સંભળાવ્યું.
ވ
66
પછી અવસર આવે ધારિણી રાણીએ પણ તે ગણેશ્વરને ‘પૂછ્યુ‘ કે “ હું પ્રભા ! મને પુત્ર થશે કે નહીં ? ” આ વખતે સિદ્ધપુત્રે કહ્યું, તમારે તેમને - સાદ્ય પ્રશ્ન પૂછવે, ચેાગ્ય નથી. કારણ કે, મહાત્મા જાણતા છતાં સાવદ્ય પ્રશ્નના ઉત્તર આપતા નથી. કલ્યાણી ! જિનેશ્વરના ચરણુકમલના પ્રસાદથી હું નિમિત્તજ્ઞાનને જાણું છું તેથી હું જ કહું છું તે સર્વ તું સાંભલ,
શરીરે કરીને પરાક્રમી, મને કરીને ધીર સ્વભાવવાળા અને શિલા ઉપર બેઠેલા એવા ગણધર પ્રભુને તે જે પુત્ર જન્મ સંબંધી પ્રશ્ન પૂછયા તેના ઉત્તર એ કે તું જ્યારે સ્વપ્નાને વિષે ત્હારા ખેાળામાં સહુને જોઈશ ત્યારે તું ઉદરને વિષે પુત્ર રૂપ સહુને ધારણ કરીશ. ઉપર વર્ણવેલા જ વૃક્ષ સમાન ગુણુરત્નવાલા અને દેવતાઓએ વણું ન