________________
( ૨૧૮ )
શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
22
નગરીમાં જતા રહ્યા. પછી ચાદ મુકુટમુદ્ધ રાજાઓએ ચડપ્રદ્યોતન ભૂપતિને કહ્યુ કે “નિશ્ચે એ અભયકુમારે કપટ કર્યું હતું. અમે એવું કામ કરનારા નથી. ” એમ કહી તેઆએ સાગન ખાઇ ઉજજયિનિના પતિને વિશ્વાસ ઉપજાવ્યા. પછી ચંપ્રદ્યોતને ક્રોધ કરીને સભા મધ્યે કહ્યુ કે જે અભયકુમારને ખાંધી મને સાંપે તેને હું બહુ દ્રવ્ય આપીશ. ” આ વખતે ત્યાં કાઇ ગણિકાએ હાથ ઉંચા કરી ભૂપતિને કહ્યું કે “ હે સ્વામિન્ ! એ કાર્ય કરવામાં હું નિપુણ છું. ચડપ્રદ્યોતને તેણીને કહ્યું. “ તું એ કાર્ય કર અને તે કાર્ય કરવામાં ત્યારે દ્રવ્યાક્રિકની જે કાંઇ સહાય જોઇતી હાય તે હમણાં કહે કે તે હું તને આપું. ” ગણુકાએ વિચાર્યું જે અભયકુમાર ખીજા કોઇ પણ ઉપાયથી પકડી શકાય તેવા નથી માટે હું ધર્માંછલ કરી મ્હારૂં પોતાનું કાર્ય સાધું. આમ ધારી તેણીએ ચડ પ્રદ્યોતન પાસે પોતાના સ્વરૂપવાલી એ સ્ત્રીઓ માગી. ચંડપ્રદ્યોતને પણ તેવી બન્ને સ્ત્રીઓ ગણિકાના સ્વાધિનમાં કરી તેણીને બહુ દ્રવ્ય આપ્યું.
પછી બુદ્ધિવંત એવી તે ત્રણે સ્ત્રીઓ બહુ પ્રયત્નથી શાસ્ત્રોના અભ્યાસ કરી જૈનધર્મમાં પ્રવીણ થઈ. ત્યારપછી તેએ માયાવૃત્તિથી અભયકુમારને છેતરવા માટે તુરત રાજગૃહ નગર પ્રત્યે ગઇ. ત્યાં તે ગણિકા પેાતાની સખીઓ સહિત હારના ઉદ્યાનમાં નિવાસ કરી રાજગૃહ નગરમાં ચૈત્યવંદન કરવા માટે જિનમંદિરે ગઇ. ઉત્તમ આભૂષણાદિથી સુશેાભિત એવી તે ગણિકા પોતાની બન્ને ખિએ સહિત, શ્રેણિક ભૂપતિએ કરાવેલા જિનમંદીરમાં ત્રણ નિસિદ્ધિ કરીને પેઠી. વિધિ પ્રમાણે જિનપૂજન કરીને ગણિકા માલકાષાદિ રાગથી ચૈત્યવંદન કરવા લાગી. આ વખતે અભયકુમાર પ્રભુને વંદના કરવા માટે ત્યાં આન્યા તા તેણે પોતાની નજીક સખીએસહિત ચૈત્યવંદન કરીને જેટલામાં ઉભી રહે છે તેટલામાં ભાવથી દૈદીપ્યમાન એવા અભયકુમાર તેણીની પાસે આવ્યા અને તેણીના તેવા ઉત્તમ વેષ, તેવાજ ઉપશમ અને તેવીજ ભાવનાનું હર્ષથી વખાણ કરવા લાગ્યા. વળી તે અભયકુમાર ગણિકાને કહેવા લાગ્યા કે “ હું ભદ્રે ! તમારા સરખા સાધર્મિકનું આવવું તેા ભાગ્યથીજ થાય છે. આ સંસારમાં વિવેકી પુરૂષોને સાધર્મિક વિના બીજું કાઈ ખરૂપ નથી તમે કાણુ છે ? શા માટે આવ્યાં છે ? તમારૂં નિવાસસ્થાન કર્યાં છે? અને આ તમારી સાથે રહેલી ખન્ને સ્ત્રીએ કાણુ છે ? કે જેનાથી તમે સ્વાતિ અને અનુરા ધાથી યુક્ત એવી ચંદ્રકલાની પેઠે શાભા છે ?” ગણિકાએ કહ્યું. “ હું ઉજ્જયિની નગરીના રહેવાસી મ્હાટા શ્રેષ્ઠીની સ્રી છું અને પૂર્વ ભવના દુષ્ટ કમેક્રિયથી વિધવા થઇ છું. હે મંત્રિમ્ ! આ બન્ને સ્રીએ પણ મ્હારા પુત્રની પ્રિયા છે. તે બન્ને જણીએ પણ દૈવયાગથી વૃક્ષ ભાગી પડવાથી લતાની પેઠે વિધવા થઇ છે. વિધવા થયા પછી તે અન્ને જણીએએ ચારિત્ર લેવાની મ્હારી પાસે રજા માગી, કારણ કે સૂતી એવી વિધવા સ્ત્રીને ચારિત્ર એજ શરણુ છે. તે વખતે મે પણ એમ કહ્યું કે