Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 397
________________ ( ૩૮૬ ) શ્રીઋષિમ’ડલવૃત્તિ ઉત્તરાદ્ધ મેં એ અવગ્રહ સ્વીકાર્યાં છે, માટે આપ અહીં સુખેથી રહેા, કે જેથી હું પુણ્યવત થાઉં. ” દેવતાના આવા વચનથી પ્રસન્ન થએલા તે સર્વે શુભ મનવાલા સાધુએ શ્રીવજાસ્વામીની સાથે અનશન લઇ સ્વર્ગ પ્રત્યે ગયા. પછી સાધર્મ દેવલેાકના ઇંદ્રે રથમાં બેસી ત્યાં આવી શ્રીવસ્વામી વિગેરે સર્વે સાધુઓના શરીરને ભક્તિ પૂછ્યા અને તેજ વખતે ઉંચાં વૃક્ષેાને નમાવતાં છતાં બહુ તિથી તે પર્વતને રથમાં બેસી પ્રદક્ષિણા કરી. આજ સુધી તે પર્વતને વિષે વૃક્ષેા નમ્ર દેખાય છે તેમજ તે પર્વતનું તે દીવસથી આરંભીને રથાવત એવું નામ પડયું. દશ પૂર્વના ધારણહાર અને શાસ્ત્રના સમુદ્રરૂપ શ્રીવાસ્વામી દેવલાક પ્રત્યે ગયા ત્યારથી દશમું પૂર્વ વિચ્છેદ્ય ગયું તેમજ ચાથું સહુનન પણ નાશ પામ્યું. હવે શ્રીવાસ્વામીના શિષ્ય વજ્રસેન પૃથ્વી ઉપર ફરતા ફરતા સર્વે સંપત્તિના નિવાસ સ્થાનરૂપ સાપારક નામના નગર પ્રત્યે આવ્યા. તે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે સ્ત્રી હતી. ત્યાં જિનદત્ત નામે શ્રેષ્ઠી વસતા હતા તેને ઇશ્વરી નામે સ્ત્રી હતી. તેઓને નાગેદ્રચંદ્ર અને નિવૃત્તિવિદ્યાધર નામના બે પુત્રા હતા. વજ્રાસેન મુનિ તેમના ઘર પ્રત્યે ભિક્ષાને અર્થે ગયા. ઈશ્વરીએ મુનિને જોઈ આનંદથી વિચાર્યુ કે “ આજે ચિત્ત, વિત્ત અને સુપાત્રના ચાગ થયા એ બહુ સારૂં થયું. આ વખતે ઇશ્વરી કાંઇ થાડુ અન્ન કાઢી લઈ તેમાં કાંઇ વસ્તુ નાખી તે અન્નને ત્યાં પડયું મૂકયુ અને બાકીનું અન્ન વજાસૈન મુનિને આપવા માટે આવી. વજ્રસેન મુનિએ કહ્યું. “હે શુભે ! તમે લેાજનમાં કોઇ વસ્તુ નાખીને પાછું મૂકયું તે વસ્તુ શી હતી, તે મને કહેા ? ઈશ્વરીએ કહ્યું. “ એ વિષ હતું. ” “ તે તમે ભાજનમાં કેમ નાખ્યું? એવાં વજ્રસેન મુનિનાં વચન સાંભલી ઇશ્વરીએ ફરી કહ્યું. “ અમે લક્ષ્ય મૂલ્યથી આટલું અન્ન રાંધ્યુ છે, આવા મહાઘાર દુર્ભિક્ષને વિષે બહુ દ્રવ્ય છતાં અન્ન મળતું નથી, માટે પુત્રસહિત અમે વિષમિશ્રિત અન્નનું ભક્ષણ કરી મૃત્યુ પામીશું. હું મુનીશ્વર ! આપ અમારા પુણ્યથી ખેંચાઈને અમારા ઘર પ્રત્યે આવ્યા છે તે આપ આ પ્રાશુક અન્નને લઇ અમારા ઉદ્ધાર કરી ઉદ્ઘાર કરી. વજ્રસેન મુનિએ કહ્યું. “ હે ભદ્રે ! તમે મૃત્યુ પામશે નહીં. કારણ સવારે નિશ્ચે સુકાલ થશે. ઇશ્વરીએ પૂછ્યું “ આપે તે પાતાથી જાણ્યું કે કાઇના કહેવાથી જાણ્યું ? શ્રી વસેન મુનિએ કહ્યું. “ તે વાત મે શ્રી વસ્વામીના મુખથી જાણી છે. ઇશ્વરીએ કહ્યું. “ હે મહાસાધુ ! જે આપના કહેવા પ્રમાણે સવારે સુકાલ થશે તેા હું મ્હારા પતિ પુત્રાદિ સહિત દીક્ષા લઇશ. પછી સવારે ઉત્તમ ધાન્યથી ભરેલાં બહુ વહાણા આવ્યાં. તેથી દુકાલના નાશ થયા અને માણસો સ્થિર મનવાલા થયા. પછી ઈશ્વરી અને જિનદત્તે પુત્રો સહિત કેટલેક દિવસે શ્રી વજ્રસેન ગુરૂ પાસે હર્ષથી દીક્ષા લીધી. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણ્ણારૂપ

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404