________________
“શ્રી આર્યમહાગિરુિ અને બીઆર્યસુહસ્તિ” નામના દશપૂર્વધની કથા. (૩૬૫) તમે એ પ્રમાણે અમને આપશે તે સંપ્રતિ રાજા તમારા ઉપર પ્રસન્ન થશે, નહિ તે કપ પામશે.”
પછી સંપ્રતિ રાજાને પ્રસન્ન રાખવા માટે તે અનાર્ય લકે પણ પ્રતિ દિવસ રાજાના હુકમ પ્રમાણે કરવા લાગ્યા. આ પ્રમાણે અનાર્ય દેશને પણ સાધુના આચારમાં પ્રવીણ કરીને પછી સંપ્રતિ રાજાએ શ્રી આર્યસહસ્તી ગુરૂની વિનંતિ કરી કે “હે ભગવન્! સાધુઓ, આર્ય દેશની પેઠે અનાર્ય દેશમાં શા માટે નથી વિહાર કરતા?” સૂરિએ કહ્યું. “અનાર્ય દેશમાં માણસે, સાધુની સામાચારીને નથી જાણતા, તેથી ત્યાં સાધુને વિહાર ચારિત્રન નિર્વાહ કરનારે કેમ થાય?” રાજાએ કહ્યું. “હે ભગવન ! હમણું અનાર્ય દેશમાં સાધુઓને મોક્લી તેમના આચારની ચાતુરીને આ૫ જુઓ.” રાજાના આવા આગ્રહથી સૂરિએ કેટલાક સાધુએને અનાર્ય દેશમાં જવાની આજ્ઞા કરી. અનાર્ય કે તે સાધુઓને જોઈ આ સંપ્રતિ રાજાના માણસો છે એમ માની પૂર્વે કહેલી રીત પ્રમાણે તેમને ભક્ત પાન આપવા લાગ્યા. તેથી તે સાધુઓ પણ અનાર્ય દેશમાં નિરવદ્ય એવું શ્રાવકપણું જોઈ વિસ્મય પામ્યા. પછી તેમણે સંતોષ પામી ગુરૂને સર્વ વાત નિવેદન કરી. આ પ્રમાણે સંપ્રતિ રાજાએ બુદ્ધિગર્ભિત પોતાની શક્તિ વડે અનાર્ય દેશ પણ સાધુએને વિહાર કરવા યોગ્ય બનાવ્યું.
પછી સંપ્રતિ રાજાએ રિદ્ર એવા પિતાના પૂર્વજન્મના રંકપણને સંભારી પૂર્વાદિ ચારે દ્વારને વિષે દાનશાલા મંડાવી. “ આ પોતાને અને આ પારકે એવી અપેક્ષા વિના ભોજન કરવામાં ઉત્સુક એવા રંક લેકે ત્યાં કેઈએ રોક્યા વિના ભજન કરતા હતા. રાજા સંપ્રતિએ રઈયાના અગ્રેસરને પૂછ્યું કે “હે પાચકે ! વધેલું અન્ન કેણું લઈ જાય છે ? ” તેઓએ કહ્યું. “હે સ્વામિન્ ! તે અમે લઈ જઈએ છીએ.” રાજાએ ફરી તેઓને આજ્ઞા કરી કે “જે અન્ન બાકી વધે તે નહિ કરનારા અને નહિં કરાવનારા એવા ગોચરીએ આવેલા સાધુઓને આપવું. હું તેને બદલે તમને દ્રવ્ય આપીશ. તેથી તમારો નિર્વાહ થશે.” કહ્યું છે કે ધનવાન માણસ કોઈ પણ કાર્યને વિષે ખેદ પામતા નથી. પછી તે રસોઈયે તે દિવસથી આરંભીને રાજાની આજ્ઞાથી વધેલું અન્ન સાધુઓને આપવા લાગ્યા તેમ સાધુઓ પણ તે શુદ્ધ અન્નને લેવા લાગ્યા.
પછી શ્રમણના ઉપાસક એવા સંપ્રતિ રાજાએ કઈ ઘી દુધ અને તેલના વેચનાર, તેમજ વસ્ત્રને વેચનાર લેકેને આજ્ઞા કરી કે “ જે કઈ માણસ કાંઈ પણ પોતાની વસ્તુ આપી સાધુને ઉપકાર કરશે, તેને હું તેની વસ્તુનું મૂલ્ય આપીશ. નહિ તે તે લોકોને હારાથી ભય થશે. ” રાજાના આવા આદેશથી લોકો હર્ષ પામી તે પ્રમાણે કરવા લાગ્યા છે કે સુહસ્તી ગુરૂ રાજપિંડ દેષયુક્ત જાણતા હતા તે પણ બલીષ્ટ એવા શિષ્યના અનુરાગથી લિસ થએલા તે ગુરૂ, શિષ્યોને