________________
શ્રીસ યત' નામના રાજ્યની કથા.
( ૧૬૫ ) પછી ભયાકુલ એવા રાજા અશ્વને મૂકી દઈ મુનિના ચરણમાં નમસ્કાર કરતા છતા કહેવા લાગ્યા કે “ હું મુનિ ! આ મ્હારા અપરાધ ક્ષમા કરો. ” સમ એવા મુનિ ધ્યાનમાં હતા તેથી તેમણે જ્યાં સુધી રાજાને ઉત્તર આપ્યા નહી. ત્યાં ત્યાં સુધી રાજા બહુ ભય પામવા લાગ્યા. કારણ ક્રોધ પામેલા મુનિ પેાતાની તેજોલેશ્યાએ કરીને કેટિ પુરૂષોને પણ બાળી નાખે છે. રાજાએ ક્રુરી કહ્યું. “ હે પ્રભુ ! હું સયત રાજા છું માટે આપ મને ખેલાવા. મુનિએ કહ્યું “હે રાજન્ ! તને અભય હા અને તું પણ અભય આપનારા થા. હે ભૂપતિ ! આ જીવિત અનિત્ય છતાં તું નિર ંતર શામાટે હિંસા કરે છે ? હે રાજન્ ! ત્યારે રાજ્ય ત્યજી નિશ્ચે મરી જવું તેા છેજ, માટે જીવલેાક અનિત્ય છતાં તુ રાજ્યને વિષે શા માટે માહ પામે છે ? ધન, જીવિત અને રૂપ વિગેરે સર્વ વિજળીની પેઠે અસ્થિર છે તેા તું તેને વિષે કેમ માહ પામે છે? અને મરણ સંબંધી અને કેમ નથી જાણતા? મિત્ર, પુત્ર, સ્ત્રી અને સ્વજના એ સર્વે ગૃહપતિ જીવતાં છતાં તેની પાછળ જીવે છે પણ ગૃહપતિ મૃત્યુ પામતા છતાં તેની પાછળ કાઈ જતુ નથી. મૃત્યુ પામેલા પિતાને પુત્રા, ઘરમાંથી ઝટ મહાર કાઢે છે તેવીજ રીતે પિતા પણ પુત્રાને કાઢે છે. આ સર્વ જાણીને મેં વ્રત આચર્યું છે. વળી તેણે એકઠું કરેલું દ્રવ્ય સ્વરક્ષિત એવી સ્ત્રીઓ અને અતિ સંતુષ્ટ ચિત્તવાળા ખીજા માણસા ભાગવે છે તથા પોતે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હશે તે મર્મયુક્ત બીજા ભવને વિષે પામે છે. ”
સાધુનાં આવાં વચન સાંભળી સયત ભૂમિતિ તુરત ઉત્કૃષ્ટ સ ંવેગ પામ્યા. પછી રાજ્યને ત્યજી દઈ તેણે સાવદ્ય આરંભ વવા પૂર્વક ગઈ ભાલિ મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઇ અને હય તથા ઉપાદેય વસ્તુના સ્વરૂપને જાણી તે સંયત મુનિ નિયમ પ્રમાણે વિહાર કરતા કોઇ સ ંનિવેશ પ્રત્યે આવ્યા. ત્યાં દેશ વિગેરે રાજ્યને ત્યજી દઈ સંયમ અંગીકાર કરનારા કોઈ ક્ષત્રિય મુનિએ તેમને આ પ્રમાણે કહ્યું.
હે મુનીશ્વર ! જેવું તમારૂં સ્વરૂપ દેખાય છે તેવુંજ મન પણ પ્રસન્ન દેખાય છે. તો આપનું નામ શું ? અને ગાત્ર કયું ? વલી હૈ સાધેા ! સ સંગ ત્યજી પ્રત્રજ્યા ” સંચત શા માટે લીધી? શા માટે સેવા છે ? તેમજ વિનિત શી રીતે થયા મુનિએ કહ્યું. “ મ્હારૂં નામ સયત મુનિ છે. હું ગાતમ ગોત્રના છું અને ગભાલિ મુનિ મ્હારા ગુરૂ હું મુનિ ! નિરતર ધર્મોપદેશ કરતા એવા તેમના ઉપદેશથી મને ભવના પાર પમાડનાર વિનિતપણું ઉત્પન્ન થયું છે અને એ મહાગુરૂના ગુણેાથી તેમજ તેમની વાણી સાંભળવાથી હું હર્ષિત ચિત્તવાળા રહુ છું.” પછી સંયતમુનિના હિતને અર્થે ક્ષત્રિયમુનિએ કહ્યું.
હે મુનિ ! ક્રિયાવાદિ, અક્રિયાવાદિ વિનયવાદિ અને અજ્ઞાનાદિ એ ચારે એકાંતવાદિ હાવાથી દુર્ગતિ પ્રત્યે જાય છે,” એમ વિશ્વને પ્રકાશકારી વચના કહે