________________
(૧૭૪). શ્રી મહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. સંબંધી મિથુન નથી સેવને તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ જળમાં ઉત્પન્ન થએલું કમળ જળથી સ્પર્શતું નથી તેમ જે ભેગેથી નથી લેપાતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે અભી, ફેગટ નહિ જીવનારે, અનગાર, અકિંચન અને ઘરને વિષે અનાસક્ત હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે માતા પિતા અને ભાઈ વિગેરેને ત્યજી દઈ બીજાઓની સાથે સ્નેહ નથી કરતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેઓ મૈથુન સેવનારા હોય, હિંસા કરનારા હોય, જુઠું બોલનારા હોય, લોભી હોય અને આરંભવાલા હોય તેઓને વિષે પાત્રતા ક્યાંથી હોય? માથે લાચ કરવાથી સાધુ થવાતું નથી, જઈ ધારણ કરવાથી બ્રાહ્મણ બનાતું નથી, વનમાં નિવાસ કરવાથી મુનિ થવાતું નથી અને વલ્કલ વસ્ત્ર પહેરવાથી તાપસ કહેવાવાતું નથી. પરંતુ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, ઉપશમથી જ શ્રમણ, જ્ઞાનથી જ મુનિ અને તપથી તાપસ થવાય છે. કર્મથીજ બ્રાહ્મણ કહેવાય છે. ક્ષત્રિય પણ કર્મથીજ થવાય, વેશ્ય કવડે કહેવાય અને શુદ્ર પણ કર્મથીજ થવાય છે. શ્રી તીર્થંકર પ્રભુએ સર્વ માણસોના હિતને અર્થે પ્રથમ અહિંસાદિક ધર્મને નિરૂપણ કરી અને પછી અર્થાદિને પ્રકટ કર્યા છે. જે સ્નાતક પુરૂષ આરાધન કરેલા અર્થાદિકે કરીને સર્વ કર્મથી નિમુક્ત થએલે છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ પ્રમાણે અનેક ગુણોથી યુક્ત જે બ્રાહ્મણે હોય તે જ આત્માને ઉદ્ધરવા સમર્થ છે. ”
આવાં જ્યષ મુનિનાં વચન સાંભલી છેદાઈ ગએલા સંશયવાલા વિજયશેષ બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું. - “હે મહર્ષિ ! નિચે હારા હિતની ઈચ્છાથીજ આપે યથાર્થ સત્ય બ્રાહા
પણું સારી રીતે દેખાડયું. ખરેખર આપજ યજ્ઞના કરનારા, વેદના જાણુ, તિષશાસ્ત્રના જાણું અને ધર્મના પાર પામેલા છે. વલી આપજ પિતાને તથા પરને ઉદ્ધારવા સમર્થ છે. માટે હે મુનિરાજ ! હારા ઉપર ભિક્ષાર્થે અનુગ્રહ કરે.” જ્યષ મુનિએ કહ્યું. “હારે ભિક્ષાનું કામ નથી, તું સંયમ અંગીકાર કર, કે જેથી તું ભયંકર એવા સંસારસમુદ્રમાં નહિં ભમે. કર્મને લેપ ભેગીઓને થાય છે, યોગીઓને થતું નથી, તેથી જ ભેગી સંસારમાં ભમે છે અને યેગી કર્મથી મુક્ત થાય છે. કોઈ પુરૂષે એક લીલે અને બીજે સુકે એમ બે માટીના ગાળા ભીંત ઉપર ફેંક્યા, તેમાં લીલે ગોળ ભીંત સાથે ચેટ ગયે અને બીજે ન ચોટ એજ રીતે લીલા ગોળા સમાન કામાસક્ત કુબુદ્ધિ પુરૂષે ભેગમાં ચોટી જાય છે, અને સુકા ગોલા સમાન વિરક્ત પુરૂષ નથી એટતા.”
જયશેષ મહા મુનિનાં આવાં વચન સાંભલી વિજયઘોષ વિપ્રે તેમની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી ઉત્કૃષ્ટા તપ અને સંયમથી કર્મના સમૂહને ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બન્ને મહા મુનિઓ મેક્ષ પામ્યા.
'श्री जयघोष' अने 'विजयघोष' नामना मुनिवरोनी कथा संपूर्ण.