________________
શ્રીમતી રાહિણીના સબંધ
( ૧૨૭) અને ખાર ચેાજન લાંખી બનાવી. ગામે ગામ એને નગરે નગર. અરિહંત પ્રભુના પ્રાસાદો કરાવી સુત્ર અને રત્નમય એક લાખ જિન પ્રતિષિખ ભરાવ્યાં. પ્રતિ દિવસે સાધર્મિ એનું વાત્સલ્ય અને લેાજનાદિકથી સાધુ સાધ્વીઓની ભક્તિ કરી તે ભૂપતિએ કર માફ, ન્યાય પ્રવૃત્તિ અને અન્યાયત્યાગ ઇત્યાદિથી સર્વ પ્રજાને નિરંતર જિનધર્મની ઉન્નતિ અને પોતાના રાજ્યની ઉન્નતિ કરતા એવા તે રાજાના ઘણા કાળ સુખમાં નિર્ગમન થયેા.
એકદા ઉદ્યાનમાં આવેલા જિતશત્રુ મુનિ પાસેથી અહિત ધર્મ સાંભળી સચમ રૂપ પરમ વૈરાગ્યવાસિત થએલા તે અકીર્તિ ભૂપતિએ, મિત્ર, પુત્ર, સ્ત્રી, અને મંત્રી મડળને પૂછી પોતાના ધવલકીર્તિ પુત્રને રાજ્યાસને સ્થાપન કરી પોતે દીક્ષા લીધી. અકકીર્તિ મુનિ, શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞાથી દીર્ઘકાલ પર્યંત ઘાર તપ કરી શુભ ધ્યાનથી મૃત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવતા થયા.
રૂપકુંભ મુનિરાજ અશેાકચંદ્ર ભૂપતિને કહે છે કે, હે રાજન ! દેવલેશકનાં દીર્ઘકાલ પર્યંત સુખ ભાગવી ત્યાંથી ચવેલા તે અર્કકીર્તિ મુનિના જીવ અશક ભાવવાળા તું અશાકચંદ્ર ભૂપતિ થયા છું. એક રાહિણી વ્રતના તપથી બહુ સપાદન કરેલા પુણ્યવાલા તમે બન્ને જણા અપ્રમાણુ પ્રેમમ ધવાળાં સ્ત્રી પુરૂષ થયાં છે. તમને બન્ને જણાને રોહિણી તપના પ્રભાવથી વિશ્વને આશ્ચય કારી સ્પષ્ટ આ ભાગ્યસાભાગ્યની લક્ષ્મી મલી છે. માટે અનુભાવને જાણનારા ભવ્ય પુરૂષાએ ઉપવાસાદિ યથા વિધિએ કરીને અન'ત સુખને અર્થે તે વ્રતનું સેવન કરવું. હું રાજ! મેં તમારા બન્નેના પૂર્વ ભવની કથા કહી. હવે તમારા પુત્રાના પૂર્વ જન્મ કહું તે
તમે સાંભળેા.
પૃથ્વીરૂપ સ્ત્રીના આભૂષણુ રૂપ મથુરા નામની નગરીમાં ઉત્તમ બુદ્ધિવાલા વીરસેન નામે રાજા રાજ્ય કરે છે, તે નગરીમાં અગ્નિશમાં નામે બ્રાહ્મણ વજ્રતા હો તેને સાવિત્રી નામે સ્ત્રી હતી. તેઓને શિવશર્માદિ સાત પુત્ર હતા. દારિદ્રથી દુ:ખી પણ પ્રકૃતિથી ભદ્રક સ્વભાવવાલા તે સાતે પુત્રા દ્રવ્ય મેળવવા માટે પાટલીપુર ગયા, ત્યાં સિંહવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલશ્રી નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા રિવાહક નામે પુત્ર હતા. સિંહવાહન ભૂપતિ આ અવસરે વસુમિત્ર રાજાની કનકમાલિકા નામની પુત્રીને મ્હોટા મહેાત્સવથી પરણતા હતા. મથુરા નગરીમાં રાજાની સમૃદ્ધિ જોઇ પાતાના દારિદ્રથી દુ:ખી થએલા ન્હાના છ ભાઇ મ્હોટા શિવશર્માને કહેવા લાગ્યા.
“ હું આર્ય ! જુએ, જીએ! આ વિધિની ક્રીડાની વિચિત્રતા શી ? મનુષ્યપડ્યું સરખુ છતાં વિધિ કેટલું બધું અંતર દેખાડે છે? આ વિવાહાત્સવમાં આ માણસા આપણા હાથી અને ઘેાડા ઉપર બેઠા છે અને આપણા પગ તા જોયા પણ ન હાવાથી કાંટાવડે વિંધાઈ જાય છે. હું ભાઇ ! આ દરેક પુરૂષ આભુષણમાં જેટલાં